આજથી લગભગ સાત મહિના પહેલાં દિલ્હીમાં અનેક વિદેશી વિદ્વાનો (ફિલોસોફર) આવેલા, તે
પ્રસંગે ‘જૈન–સેમીનાર’ (મેળાવડો) યોજવામાં આવેલ. તેમાં ‘જૈનધર્મના સંદેશ’ તરીકે રજૂ કરવા માટે એક
ભાષણ મોકલવાની દિલ્હીના ભાઈઓની માંગણી આવેલ, તે ઉપરથી પૂ. ગુરુદેવના પ્રવચનોના આધારે જે
ભાષણ તૈયાર કરવામાં આવ્યું હતું તે અહીં પ્રસિદ્ધ કર્યું છે.
– બ્ર. હરિલાલ જૈન
*
જૈનધર્મ એ આત્માશ્રિત ધર્મ છે. જૈનધર્મની એ ખાસ વિશિષ્ટતા છે કે તે દરેક વ્યક્તિને પોતપોતાથી પરિપૂર્ણ
અને સ્વતંત્ર દર્શાવે છે. આ વિશ્વમાં અનંત આત્માઓ છે, તેમાંથી કોઈ પણ આત્મા પોતે પોતાની શક્તિનો વિકાસ
કરીને પરમાત્મા બની શકે છે. આત્મામાં જ્ઞાન–શ્રદ્ધા–આનંદ–પુરુષાર્થ–અસ્તિત્વ–નિત્યત્વ વગેરે અનંત શક્તિઓ છે,
તેમાં જ્ઞાનશક્તિ મુખ્ય છે. જેમણે તે જ્ઞાનશક્તિની પૂર્ણતા પ્રગટ કરી છે તેઓને સર્વજ્ઞ અરહંત કહેવાય છે. તે
સર્વજ્ઞદેવ પોતાના અતીન્દ્રિયજ્ઞાનવડે આખા વિશ્વને સાક્ષાત્ જાણે છે.
સર્વજ્ઞદેવે આ વિશ્વમાં જીવ ઉપરાંત બીજા પાંચ જાતના દ્રવ્યો જોયા છેઃ પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ,
આકાશ અને કાળ. એ પાંચે દ્રવ્યો ‘અજીવ’ છે, તેમનામાં જ્ઞાનશક્તિ નથી. ઈંદ્રિયજ્ઞાન દ્વારા જે સ્થૂળ પદાર્થો નજરે
પડે છે તે બધાય અજીવ–પુદ્ગલોનું રૂપાંતર છે.
આ જીવ, પુદ્ગલ વગેરે છ દ્રવ્યો જગતમાં અનાદિ–કાળથી સ્વયંસિદ્ધ છે, તેઓ પોતાના મૂળ સ્વરૂપે નિત્ય
“
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्” કહીને વર્ણવવામાં આવ્યું છે.
‘ઉત્પાદ’ થતાં આખો પદાર્થ નવો નથી ઉપજતો, પણ તેની કોઈ એક હાલત તેની શક્તિમાંથી વ્યક્ત થાય
છે; બીજો કોઈ તેને ઉત્પન્ન કરતો નથી.
‘વ્યય’ થતાં આખો પદાર્થ નાશ નથી થતો, પણ તેની કોઈ એક હાલત નષ્ટ થાય છે; બીજો કોઈ તેને નષ્ટ
કરતો નથી.
ક્ષણે ક્ષણે આવા ઉત્પાદ અને વ્યય થતા હોવા છતાં
જેઠઃ ૨૪૮૩ ઃ ૧૩ઃ