સમ્મેદશિખરજીની યાત્રા પ્રસંગે–
મધુવનમાં શ્રીમાન પં. ફૂલચંદજી સાહેબનું
ભાવપૂર્ણ સંક્ષિપ્ત ભાષણ
તા. ૧૬–૩–પ૭ ફાગણ વદ એકમના રોજ મધુવનમાં શ્રીમાન પં. બંસીધરજી
સાહેબના ભાષણ પછી બનારસના પં. ફૂલચંદજી સાહેબે પણ સંક્ષિપ્ત વક્તવ્ય દ્વારા પોતાના
ભાવો પ્રગટ કર્યા હતા, તે અહીં આપવામાં આવે છે. તેઓ દિ. જૈન સમાજના અગ્રગણ્ય
વિદ્વાનોમાં સ્થાન ધરાવે છે, એટલું જ નહિ પણ “ભારતવર્ષીય દિગંબર જૈન વિદ્વત્–
પરિષદ” ના તેઓ અધ્યક્ષ છે. તેમનું આ ભાષણ છે.
અમારા પૂ. પંડિતજી (બંસીધરજી સાહેબ) અમારા ગુરુજી છે, તેમણે પૂ. કાનજીસ્વામીના સંબંધમાં ઘણું
સ્પષ્ટ કહી દીધું. જ્યારે તેઓ બોલવા માટે ઉભા થયા ત્યારે તો મને એમ લાગેલું કે તેઓ બહુ મર્યાદામાં રહીને
બોલશે–પરંતુ આપણે જોયું કે ભાવના તો મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.
મહારાજજીના જે પ્રવચનો થઈ રહ્યા છે તે બાબતમાં કેટલાક લોકોમાં ભ્રાન્તિ ફેલાયેલી છે; હું કહું છે કે તે
લોકો આવીને પ્રવચન સાંભળે. તેઓ એવું કાર્ય ન કરે કે જે જનતાને સમ્યગ્જ્ઞાનના લાભમાં બાધક હોય!
કાલ રાત્રે જિનમંદિરમાં આ લોકોની ભક્તિ આપણે સૌએ દેખી; હું આપને પૂછું છું કે–શું આવી ભક્તિ
આપણે કદી દેખી છે?
પૂ. સ્વામીજીની સાથે ઈંદોરથી હું સંપર્કમાં રહેતો આવ્યો છું. હું આપની (પૂ. ગુરુદેવની) અને સંઘના
સદસ્યોની ક્રિયા, વ્યવહાર, ધાર્મિક લગન, ભક્તિ–જે કાંઈ દેખી રહ્યો છું તે ઉપરથી એક પંડિત તરીકે–
વિદ્વત્પરિષદના અધ્યક્ષ તરીકે જાહેર કરું છું કે આ લોકો પૂરા દિગંબર છે– સચ્ચા દિગંબર છે. ધર્મબંધુ તરીકે
આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ અને સ્વામીજીના ઉપદેશનો લાભ લેવો જોઈએ. આ તરફની જનતા તેમનાથી
પરિચિત નથી તેથી જનતા દ્વારા કોઈ અનુચિત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે આપણે પરિસ્થિતિને સંભાળી લેવી
જોઈએ. અમારી ઈચ્છા છે કે જ્યાં જ્યાં સ્વામીજીનું આગમન થાય ત્યાં જનતા તેમનું સ્વાગત કરે અને પ્રવચનનો
લાભ ઉઠાવે.
*
સાગર ના પંડિત મુન્નાલાલજી સાહેબની ભાવના
મધુવનમાં તા. ૧૬–૩–પ૭ ફાગણ વદ એકમના રોજ પં. બંસીધરજી અને પં. ફૂલચંદ્રજી એ બંને વિદ્વાનોના
ભાષણ બાદ સાગર વિદ્યાલયના મંત્રી પં. મુન્નાલાલજી સાહેબે પણ સંક્ષેપમાં પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે–
સ્વામીજીના વિષયમાં કોઈ શંકા નથી, ‘દિગંબર જૈન વિદ્યાલય–સાગર’ નો જે ઉત્સવ અહીંની પાવન
ભૂમિમાં સંતોના સાન્નિધ્યમાં થયો તેને માટે અમે આપના અત્યંત આભારી છીએ. ભવિષ્યમાં અમારા સ્નાતકો
(વિદ્યાર્થીઓ) ને સોનગઢ મોકલીને ત્યાંની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની અમને પ્રેરણા મળી છે.
ઃ ૧૨ઃ
આત્મધર્મઃ ૧૬૪