સોનગઢમાં – પ્રોઢ વયના ગૃહસ્થો માટે
જૈન દર્શન – શિક્ષણ વર્ગ
દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ત્રીજ ને સોમવાર તા. ૨૯–૭–પ૭ થી શરૂ કરીને, શ્રાવણ વદ
નોમ ને સોમવાર તા. ૧૯–૮–પ૭ સુધી આધ્યાત્મિકતત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે સોનગઢમાં “જૈનદર્શન–શિક્ષણવર્ગ”
ચાલશે. પ્રાથમિક અભ્યાસી તત્ત્વજિજ્ઞાસુ જીવોને માટે આ શિક્ષણવર્ગ ખાસ ઉપયોગી છે. આ ઉપરાંત પૂ. ગુરુદેવના
પ્રવચનોનો પણ લાભ મળશે.
આ શિક્ષણવર્ગમાં દાખલ થનાર ગૃહસ્થોને રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. જે જિજ્ઞાસુ જૈન
ભાઈઓને વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી અને વર્ગમાં વખતસર આવી જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
સોનગઢમાં દસલક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨૯–૮–પ૭ થી શરૂ કરીને, ભાદરવા સુદ
૧૪ ને શનિવાર તા. ૭–૯–પ૭ સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ અથવા પર્યુષણપર્વ તરીકે ઉજવાશે. આ દિવસો
દરમિયાન ઉત્તમ ક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
શ્રાવણ વદ ૧૩ ને ગુરુવાર તા. ૨૨–૮–પ૭ થી શરૂ કરીને, ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨૯–૮–પ૭
સુધીના આઠ દિવસો સોનગઢમાં ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો તરીકે ઉજવાશે. આ દિવસો દરમિયાન ઘણાખરા
ભાઈઓને કામધંધાથી નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ લાભ લઈ શકે તે હેતુએ આ આઠ દિવસો
રાખવામાં આવ્યા છે.
પૂ. કાનજી સ્વામીના પ્રભાવથી .
૦૧૬૭ વીતરાગી જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ.
૦૧પ નવા દિગંબર જિનમંદિરો બન્યા.
૦૯ વાર પંચકલ્યાણક મહોત્સવ થયા.
૦૭ જગ્યાએ વેદીપ્રતિષ્ઠા મહોત્સવ થયા.
૦૩ લાખ જેટલા દિ. જૈન સિદ્ધાંતને અનુસરતા પુસ્તકો પ્રસિદ્ધ થયા.
૦૨પ ઉપરાંત કુમાર ભાઈ–બેનોએ આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લીધી.
૦હજારો જીવો દિ. જૈનધર્મમાં દીક્ષિત થયા.
૦ શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના થઇ.
૦બે વાર ગિરનારજી તીર્થની સંઘસહિત યાત્રા થઈ.
૦સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની સંઘસહિત યાત્રા થઈ.
(“શાસન પ્રભાવ”) પુસ્તિકામાંથી
शासनप्रभाव
જિજ્ઞાસુઓને વાંચતા પ્રસન્નતા થાય એવી આ પુસ્તિકા પૂ. ગુરુદેવના યાત્રા–પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ થઈ
છે; તેની ૧૦,૦૦૦ દસ હજાર નકલ છાપવામાં આવી હતી. પૂ. શ્રી કાનજીસ્વામી દ્વારા જૈનધર્મની જે મહાન
પ્રભાવના થઈ રહી છે તેનો સંક્ષિપ્ત પરિચય આ પુસ્તિકામાં આપવામાં આવ્યો છે, જે દરેક જિજ્ઞાસુઓએ વાંચવા
લાયક છે. આ પુસ્તિકામાં શરૂઆતમાં પૂ. ગુરુદેવના જીવન સાથે સંબંધ ધરાવતા મુખ્ય પ્રસંગોનું વિવેચન આપવામાં
આવ્યું છે. તે ઉપરાંત દસ બોલદ્વારા પૂ. ગુરુદેવના ઉપદેશનો સાર અને બીજી અનેક જાણવા લાયક માહિતી
આપવામાં આવી છે. આ પુસ્તિકા હિંદી ભાષામાં છે, કિંમત બે આના છે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
સાયલામાં સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન
સાયલા (મારવાડ) માં દિગંબર જૈન મુમુક્ષુમંડળ તરફથી લગભગ રૂ. ૧પ૦૦૦ ના ખર્ચે જૈન સ્વાધ્યાય
મંદિર તથા તેના ઉપરના ભાગમાં જિનમંદિર તૈયાર કરવામાં આવેલ છે, તે સ્વાધ્યાય મંદિરમાં આ ચૈત્ર સુદ તેરસના
શુભદિને સ્વાધ્યાયનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. અહીં હંમેશાં સવાર–સાંજ સ્વાધ્યાય (વાંચન) ચાલે છે.
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણઃઃઃ છૂટક નકલ ચાર આના