Atmadharma magazine - Ank 164
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 23

background image
વર્ષ ચૌદમું ઃ સમ્પાદકઃ જેઠ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
દિવ્ય ધ્વનિ ધામ રાજગૃહી તીર્થમાં
મંગલ પ્રવચન
માહ વદ ૧૪ ના રોજ રાજગૃહીનગરીમાં પૂ. ગુરુદેવે સંઘ સહિત દિવ્યધ્વનિના
ધામ વિપુલાચલ તીર્થની યાત્રા કરી.....વિપુલાચલ ઉપર વીર પ્રભુના સમવસરણના અને
દિવ્યધ્વનિના ધામને હૃદયની ઊંડી ઊર્મિઓપૂર્વક નજરે નીહાળ્‌યા.....દિવ્યધ્વનિ છૂટવાના
એ ધન્ય પ્રસંગને યાદ કરીને ભાવભીની અદ્ભુત ભક્તિ કરી.....ત્યારબાદ નીચે આવીને
પ્રવચનમાં જે ભક્તિનું ઝરણું વહાવ્યું તે અહીં આપવામાં આવ્યું છે. દિવ્યધ્વનિ છૂટવાની
પાવન તિથિ–અષાડ વદ એકમ–નજીક આવી રહી છે ત્યારે આ ભક્તિભર્યું પ્રવચન
જિજ્ઞાસુ જીવોને વિશેષ ઉપયોગી થશે.
*
તીર્થંકરોના જ્યાં કલ્યાણક થયા, અને આત્મજ્ઞાન ધ્યાનવંત મુનિઓના ચરણથી જે ભૂમિ સ્પર્શાઈ તેને તીર્થ
કહેવાય છે. આ રાજગૃહી તીર્થધામ છે. અહીં મહાવીર ભગવાનનું સમવસરણ હતું. ભગવાનના વખતમાં રાજા
શ્રેણિકની આ રાજધાની હતી. અહીં મહાવીર ભગવાનના સમવસરણમાં શ્રેણિક રાજા ક્ષાયક સમ્યક્ત્વ પામ્યા હતા.
તેમને હજી ચારિત્ર ન હતું; પણ આત્માનું ભાન હતું ને તેમને તીર્થંકરનામકર્મ બંધાયું છે, આવતા ભવમાં તે આ
ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર થશે.
આ રાજગૃહી છે. મહાવીર ભગવાનના વખતમાં રાજા શ્રેણિક અહીં રાજ્ય કરતા હતા. રાજ્યનો તે પ્રકારનો
રાગ તેમને હતો, પણ રાગ જેટલો આત્મા તેઓ માનતા ન હતા, રાગથી ને રાજથી પાર ચિદાનંદ સ્વરૂપનું તેમને
ભાન હતું. અહીં તો આ ચોવીસીના ૨૩ તીર્થંકર ભગવંતોના સમવસરણ આવેલા છે. ૨૩–૨૩ તીર્થંકરોના ચરણોથી
સ્પર્શાયેલી આ મહાપવિત્ર ભૂમિ છે, તેથી આ તીર્થ છે. અનેક સંતોએ આત્માનું જ્ઞાન–ધ્યાન કરીને ભવથી તરવાનો
ઉપાય આ ભૂમિમાં કર્યો છે.
અષાડ વદ એકમના રોજ સર્વજ્ઞ ભગવાન મહાવીર પરમાત્માની દિવ્યધ્વનિ આ વિપુલાચલ ઉપર સૌથી
પહેલી નીકળી હતી, તે જ આ ક્ષેત્ર છે. ગૌતમસ્વામીનું ગણધર પદ પણ અહીં જ થયું હતું ને ભગવાનની દેશના
ઝીલીને બાર અંગરૂપ શાસ્ત્રોની રચના પણ અહીં જ ગૌતમસ્વામીએ કરી હતી. વૈશાખ સુદ દસમે ભગવાનને
કેવળજ્ઞાન થયું પણ ૬૬ દિવસ સુધી દિવ્યધ્વનિ ન નીકળ્‌યો; અહીં ભગવાનનું સમવસરણ આવ્યું, ને ગૌતમસ્વામી
સભામાં આવતાં ૬૬ દિવસે પહેલવહેલી દિવ્યધ્વનિની અમૃતવર્ષા અહીં થઈ. એવી આ તીર્થભૂમિ છે. અહીં જ
ભગવાનના સમવસરણમાં શ્રેણિક રાજા ક્ષાયક સમ્યક્ત્વ પામ્યા હતા.
વળી ભગવાન મુનિસુવ્રતનાથના ગર્ભ–જન્મ તપ