Atmadharma magazine - Ank 165
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: અષાડ : ૨૪૮૩ : આત્મધર્મ : ૯ :
કરતા નથી. પરની વાત તો દૂર રહો, પરંતુ પોતાનામાં ને પોતામાં એક ગુણ બીજા ગુણનું કામ કરતો નથી,
જાણવું તે જ્ઞાન–ગુણનું કામ છે, તે કાર્ય શ્રદ્ધા વગેરે ગુણો ન કરે. અહો, પોતાનો એક ગુણ પોતાના જ બીજા
ગુણનું કાર્ય નથી કરતો તો પછી તે બીજા પર દ્રવ્યોનું શું કાર્ય કરે? જ્ઞાનનું લક્ષણ ‘જાણપણું’ તે શું પુણ્ય–પાપને
કરે? –પરને કરે? એ જ પ્રમાણે શ્રદ્ધાનું કાર્ય પ્રતીતિ, આનંદનું કાર્ય આહ્લાદ, એમ દરેક ગુણ પોતપોતાના
કાર્યને કરે છે; કોઈ ગુણનું એવું કાર્ય નથી કે વિકારને કરે કે પરને કરે!
પ્રશ્ન:– રાગ–દ્વેષ તે ચારિત્ર ગુણનું તો કાર્ય છે ને?
ઉત્તર:– જેને ગુણ–ગુણીની એકતાની ખબર નથી એવો અજ્ઞાની જીવ વિકારને પોતાના ગુણનું કાર્ય માને
છે, તેને સ્વભાવ અને વિકારનું ભેદજ્ઞાન નથી. જ્ઞાની તો ગુણ–ગુણીની એકતાની દ્રષ્ટિથી, ગુણસ્વભાવના
આશ્રયે નિર્મળતા–રૂપે જ પરિણમે છે; ત્યાં સાધકને જે થોડોક વિકાર રહ્યો છે તેને, સ્વભાવની દ્રષ્ટિમાં ગુણના
કાર્ય તરીકે તે સ્વીકારતો નથી, પણ તેને ગુણથી ભિન્ન જાણે છે. ગુણ સાથે એકતા થઈને જેટલી નિર્મળ પરિણતિ
થઈ તે જ ગુણનું કાર્ય છે. જેને ગુણના શુદ્ધ સ્વભાવની ખબર જ નથી તેને ગુણનું શુદ્ધ કાર્ય ક્યાંથી થાય?
વિકાર કરવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને ગુણ ઉપર દ્રષ્ટિ નથી.
આત્માનો કોઈ ગુણ પરને કરે એ તો વાત નથી, અને આત્માનો કોઈ ગુણ વિકારને કરે એ વાત પણ
નથી. તે ઉપરાંત અહીં તો કહે છે કે એક ગુણના નિર્મળ કાર્યને પણ બીજો ગુણ કરતો નથી કેમકે દરેક ગુણો
વિલક્ષણ છે. અખંડ આત્માના આશ્રયે તેના બધાય ગુણોનું નિર્મળ કાર્ય એક સાથે થવા માંડે છે. એક વસ્તુમાં
રહેલા અનંત ગુણોમાં પણ સર્વ ગુણ પરસ્પર અસહાય છે, એક ગુણ બીજા ગુણને સહાયરૂપ નથી; જો એક ગુણ
બીજાને સહાય કરે તો વસ્તુના અનંત ગુણો સિદ્ધ ન થાય; ગુણોનું વિલક્ષણપણું ન રહે. કોઈને શ્રદ્ધા ક્ષાયક થાય
છતાં જ્ઞાન ક્ષાયક ન થાય, કેમકે બંને ગુણ જુદા છે, ને બંનેના કાર્ય જુદા છે. એ પ્રમાણે બધા ગુણોમાં સમજી
લેવું. ભાઈ! તારો એક ગુણ તારા બીજા ગુણના કાર્યને પણ મદદ નથી કરતો, તો પછી તારો આત્મા પરનાં કે
વિકારનાં કામને કરે એ માન્યતા ક્યાં રહી? અને શરીર કે પુણ્ય તને ધર્મમાં મદદ કરે એ વાત પણ ક્યાં રહી?
તારો એકલો જ્ઞાનનો ઉઘાડ તે પણ સમ્યક્શ્રદ્ધાને મદદગાર નથી થતો (–કેમકે એકલા જ્ઞાનના ઉઘાડથી
સમ્યક્શ્રદ્ધા નથી થતી,) તો પછી રાગ કે બહારની ચીજ તને સમ્યક્શ્રદ્ધા વગેરેમાં મદદગાર કેમ થાય?
અનંતધર્મવાળા આત્માને જે ખરેખર માને તે પોતાના ધર્મમાં બહારની ચીજને કે રાગને મદદગાર માને
જ નહીં, અને એકલા એક ગુણના આધારે પણ ધર્મ ન માને એટલે ભેદ ઉપર દ્રષ્ટિ ન રાખે; પણ અનંત ગુણના
અભેદપિંડરૂપ આત્મા ઉપરની દ્રષ્ટિથી તેને પર્યાયે પર્યાયે ધર્મ થાય છે.
આત્માના અનંત ધર્મોમાં દરેક ગુણનું લક્ષણ સ્વતંત્ર છે, છતાં બધા ગુણોનું કાર્ય તો અભેદ આત્માના જ
આશ્રયે થાય છે. અનંત ગુણોથી જુદો પડીને એકેક ગુણ પોતાનું કામ નથી કરતો, પણ આત્મા પરિણમતાં એક
સાથે તેના બધા ગુણો પરિણમે છે.
જ્ઞાનના લક્ષણવડે શ્રદ્ધા ન ઓળખાય, શ્રદ્ધાના લક્ષણવડે જ્ઞાન ન ઓળખાય, એમ અનંત ગુણો ભિન્ન
ભિન્ન લક્ષણવાળા હોવા છતાં ‘આત્મા’ કહેતાં તેમાં બધા ગુણો એક સાથે સમાઈ જાય છે; એટલે આવા અભેદ
આત્મામાં અંતર્મુખ થઈને જે અનુભવ કરે તેને આત્માના અનંત ધર્મોની ખબર પડે. બધાય આત્મા અનંત
ગુણથી ભરેલા હોવા છતાં સ્વસન્મુખ થઈને જે તેની સંભાળ કરે તેને માટે જ તેનું ખરું અસ્તિત્વ છે; અનંત
શક્તિવાળા આત્માનો જેને નિર્ણય નથી તેને, અનંત શક્તિ હોવા છતાં તેનો શું લાભ? એટલે તેને તો તે નહિ
હોવા સમાન જ છે. જેમ ઘરમાં રત્ન વગેરેના ભંડાર ભર્યા હોય પણ તેની ખબર ન હોય તો તે નહિ હોવા
સમાન જ છે. ઘરમાં અનાજની કોઠી ભરી હોય પણ તેની ખબર ન હોય ને ભૂખે મરતો હોય તો, તેને તો તે
અનાજ હોવા છતાં તે ન હોવા જેવું જ છે. તેમ આત્મામાં અનંત શક્તિ સિદ્ધ ભગવાન સમાન ભરી હોવા છતાં,
તેની જેને ખબર નથી–તેની સન્મુખ થઈને આનંદનો અનુભવ કરતો નથી ને એકલા વિકારને જ સર્વસ્વ માનીને
અનુભવી રહ્યો છે, તેને તો તે શક્તિઓ ન હોવા સમાન જ છે, –તેને તે શક્તિઓ પર્યાયમાં