આમ જ્યાં નિર્ણય કર્યો ત્યાં તો સ્વસન્મુખ અપૂર્વ પુરુષાર્થથી તે શક્તિઓ પર્યાયમાં ઊછળવા માંડી... અનંતી
શક્તિઓ નિર્મળપણે વેદનમાં આવી... અનંતશક્તિવાળો ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો. –ત્યારે જ
અનંતશક્તિના ખરા મહિમાની ખબર પડી.
શક્તિઓને પૃથક્ પૃથક્ લક્ષણ સહિત પ્રત્યક્ષ જાણે એવી બેહદ તાકાતવાળું કેવળજ્ઞાન ખીલી જાય છે. શક્તિના
ભેદ ઉપર લક્ષ છે ત્યાં બધી શક્તિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ શકતું નથી, પણ જ્યાં ભેદનું લક્ષ છૂટીને, અભેદ
આત્માના અવલંબને કેવળજ્ઞાન થયું ત્યાં બધી શક્તિનું ભિન્ન ભિન્ન જ્ઞાન પણ થઈ જાય છે. આ રીતે અંતરના
અભેદ સ્વભાવના અવલંબન તે જ માર્ગ છે. સમ્યગ્દર્શન પણ અંતરના અભેદ સ્વભાવના અવલંબને જ થાય છે,
સમ્યગ્જ્ઞાન પણ તેના જ અવલંબને થાય છે, ને સમ્યક્ચારિત્ર પણ તેના જ અવલંબને થાય છે. બધાયમાં
અંતર્મુખ વલણની એક જ ધારા છે.
આચાર્યદેવ આત્માનો વૈભવ બતાવે છે. ભાઈ! જુદા જુદા સ્વરૂપવાળી અનંતી શક્તિનો વૈભવ તારામાં છે, તેને
સંભાળીને સિદ્ધપદમાં તે વૈભવને સાથે લઈ જવાનો છે.
શુદ્ધ ચૈતન્ય પ્રાણને ધારણ કરવું તે આત્માના જીવત્વનું લક્ષણ છે.
સ્વરૂપની રચનાનું સામર્થ્ય તે વીર્યશક્તિનું લક્ષણ કહ્યું;
અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભીતપણું તે પ્રભુતાનું લક્ષણ કહ્યું.
પ્રકાશ શક્તિનું લક્ષણ સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવેદન કહ્યું;
વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ તે અનંતધર્મત્વ શક્તિનું લક્ષણ કહ્યું;
વળી તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું તે વિરુદ્ધ ધર્મત્વશક્તિનું લક્ષણ કહેશે.
–આ પ્રમાણે દરેક શક્તિઓ વિલક્ષણ છે, એટલે કે તેમના લક્ષણો એક બીજી સાથે મળતા નથી. હજી તો
વિકાર સાથે તો એકતા ક્યાંથી હોય? શક્તિઓને તો લક્ષણભેદ હોવા છતાં આત્મસ્વભાવની અભેદતાની
અભેદ નથી. આત્મામાં અનંત શક્તિઓ હોવા છતાં તેમનામાં એક ભાવપણું છે–એવા આત્માને લક્ષમાં લેતાં
વિકાર કે પર તેમાં નથી આવતા, એટલે વિકાર અને પર સાથેની એકતાબુદ્ધિ રહેતી નથી; અનંત શક્તિવાળા
એક સ્વભાવમાં જ એકતાબુદ્ધિ થઈને, તેના આશ્રયે શક્તિઓ નિર્મળપણે ખીલી જાય છે.
ભાન વગર ધર્મ કેવો? ને સાધુપણાં કેવા?