
પૂછયું કે આત્માનું લક્ષણ શું? –તો તે કહે કે “આત્માનું લક્ષણ શરીર! ” પછી પૂછયું કે આત્માનો ગુણ શું? તો
કહે કે શરીરને ટકાવી રાખવું તે. જુઓ આ દશા! વળી એક વ્રત અને પડિમાનું નામ ધરાવનારને પૂછયું કે
આત્મા કેવા રંગનો હશે? –તો વિચાર કરીને કહે કે “ધોળા રંગનો! ” શરીર અનંત પરમાણુનું બનેલું છે–એમ
સાંભળીને એક માણસે પૂછયું કે ‘મહારાજ! આત્મા કેટલા પરમાણુનો બનેલો હશે!!’ –અરે! રોજ સામાયિક ને
પ્રતિક્રમણ કરવાનું માને, પોતાને, વ્રતી કે સાધુ માને, અને તત્ત્વનું જરાય ભાન પણ ન હોય–એનું તો બધું થોથે
થોથાં છે. ભલે કદાચિત્ બીજાં થોથાં જાણે, પણ ચૈતન્યસ્વરૂપ આત્મા શું છે તે ન જાણે–તો તેની ઓળખાણ વિના
ધર્મ થાય નહીં.
કોઈ ગુણો કે તેની કોઈ પર્યાયો કદી પરપણે થતી નથી, બીજાના દ્રવ્ય–ગુણ કે પર્યાયને કરે એવી શક્તિ જગતના
કોઈ તત્ત્વમાં નથી; દરેક દ્રવ્ય પોતાની અનંત શક્તિથી પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયપણે ટકી રહ્યું છે. વિકાર પરને
લીધે થાય, એમ માનનાર પોતાના તત્ત્વને પરથી ભિન્ન જાણતો નથી; તેમજ વિકાર થાય તેને જ આત્મા માનીને
અનુભવનાર પોતાના શુદ્ધ અનંત શક્તિસંપન્ન ચૈતન્યતત્ત્વને વિકારથી ભિન્ન જાણતો નથી. મારામાં અનંતધર્મત્વ
શક્તિ છે એટલે મારા એક સ્વભાવપણે રહીને અનંત શક્તિઓને હું ધારણ કરનાર છું–એ જ મારું સ્વતત્ત્વ છે.
વિકારને કે પરને હું મારા સ્વભાવમાં ધારણ કરતો નથી, –આ પ્રમાણે અનંત ધર્મવાળા શુદ્ધ ચૈતન્ય તત્ત્વને
અંતરમાં દેખવું તે સમ્યગ્જ્ઞાન છે, ને તે મોક્ષનું કારણ છે.
સમ્યગ્જ્ઞાન છે, તે જયવંત રહો, એટલે કે સાધકદશામાં થયેલું સમ્યગ્જ્ઞાન અપ્રતિહતભાવે આગળ વધીને
કેવળજ્ઞાન થાઓ–એવી ભાવના છે. દરેક આત્મામાં જ્ઞાનાદિ ગુણો સરખા હોવા છતાં, એક આત્માનું જે જ્ઞાન છે
તે બીજા આત્માનું નથી–એ અપેક્ષાએ તેમનામાં અસાધારણપણું પણ છે, દરેક આત્માના ગુણો જુદા જુદા છે,
દરેક આત્માનું અસ્તિત્વ જુદું જુદું છે. પરથી ભિન્ન ને પોતાના અનંત ધર્મો સાથે એકરૂપ એવા આત્માના
અસ્તિત્વને દેખવું તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, તે જ સાચી વિદ્યા હોવાથી સરસ્વતી છે.
ભગવાન જિનદેવના મત સિવાય બીજે ક્યાંય આવું યથાર્થ વસ્તુસ્વરૂપ છે જ નહિં. આવું યથાર્થ વસ્તુસ્વરૂપ
અજ્ઞાની લોકોને ખ્યાલમાં ન આવ્યું એટલે એકાંત નિત્ય અથવા એકાંત અનિત્ય કે ઈશ્વરકર્તા એમ અનેક પ્રકારે
ઊંધુંં માની લીધું છે, ને તેથી જ સંસાર પરિભ્રમણ છે. અહીં આચાર્યદેવે અનેકાન્તના વર્ણનવડે યથાર્થ
આત્મસ્વરૂપ અદ્ભુત શૈલીથી પ્રસિદ્ધ કર્યું છે. આત્મા વસ્તુપણે એક હોવા છતાં તેનામાં ગુણો અનંત છે.
આનંદનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું જુદું, જ્ઞાનનું જુદું–એમ ગુણના લક્ષણ જુદા છે; પરંતુ જ્ઞાનની વસ્તુ જુદી, આનંદની
જુદી, શ્રદ્ધાની જુદી–એમ કાંઈ જુદીજુદી વસ્તુઓ નથી, વસ્તુ તો એક જ છે. એક સાથે અનંત ગુણસ્વરૂપે એક
જ વસ્તુ ભાસે છે. જો એક ગુણનું લક્ષણ બીજા ગુણોમાં આવી જાય–તો તે લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય ને
ભિન્નભિન્ન અનંત ગુણો સિદ્ધ થઈ શકે નહિ; તેમજ ગુણભેદ ન હોય તો ક્ષાયક સમ્યગ્દર્શન થતાં બીજા બધા
ગુણો પણ પૂર્ણ શુદ્ધ ક્ષાયકભાવે ઊઘડી જવા જોઈએ! પણ એમ તો બનતું નથી. સાધક દશામાં શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે ગુણના વિકાસનો ક્રમ પડે છે, કેમ કે ગુણોનું લક્ષણ ભિન્નભિન્ન હોવાથી કાર્ય ભિન્નભિન્ન છે. તેમજ
એકાંતે ગુણભેદ જ છે–એમ પણ નથી, વસ્તુપણે અનંત ગુણની અભેદતા પણ છે, એટલે વસ્તુના આશ્રયે
પરિણમન થતાં બધાય ગુણોની નિર્મળતાનો અંશ એક સાથે ખીલી જાય છે. સમ્યગ્દર્શન થતાં કેવળજ્ઞાન તે જ
વખતે ભલે ન થાય, પરંતુ સમ્યગ્જ્ઞાન પણ ન થાય–એમ બનતું નથી. એ પ્રમાણે બધા ગુણનો એક અંશ