વસ્તુસ્વરૂપ છે. એ રીતે અનંતધર્મસ્વરૂપ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો તે મુક્તિનું કારણ છે.
શું, તારા ગુરુનું સ્વરૂપ શું, તારા ધર્મનું સ્વરૂપ શું–તેની પણ તને ઓળખાણ ન મળે તો તું કોના જોરે તરીશ?
ઊંધી માન્યતા ને કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન તે તો સંસારમાં ડુબાડનાર છે. તારો આત્મા જ કલ્યાણસ્વરૂપ
હોવાથી તું જ શંકર છો, તારો આત્મા જ તારી નિર્મળ પર્યાયરૂપ સૃષ્ટિનો સરજનહાર હોવાથી તું જ બ્રહ્મા છો,
તારો આત્મા જ સ્વત: તારું રક્ષણ કરનાર હોવાથી તું પોતે જ વિષ્ણુ છો, આ સિવાય બીજો કોઈ શંકર, બ્રહ્મા કે
વિષ્ણુ તારું કલ્યાણ કરનાર, સરજનહાર કે રક્ષણ કરનાર નથી. અન્ય કુદેવોની તો શી વાત? –સર્વજ્ઞ જિનેન્દ્રદેવ
પણ તારો કોઈ ધર્મ તને આપનાર નથી, ભગવાન તો એમ કહે છે કે અમારા જેવા જ બધાય ધર્મો તારા
આત્મામાં પણ છે, તેનો સ્વીકાર કર તો તું અમારા જેવો થા, ને તારું કલ્યાણ થાય. –આવા પોતાના સ્વભાવને
જે જીવ સ્વીકારે તેણે જ સર્વજ્ઞદેવનો અને સર્વજ્ઞદેવની વાણીનો સ્વીકાર કર્યો છે; આનાથી વિપરીત માને તેણે
ફસાઈ જાય, ને અવતાર નિષ્ફળ ગુમાવી દ્યે. જેમ રાખ તો ઘરેઘરે ચૂલામાં ભરી હોય, પણ રત્ન તો ક્યાંક
વિરલા જ હોય. તેમ બહારથી ને રાગથી ધર્મ મનાવનારા અજ્ઞાનીની સંખ્યા તો જગતમાં ઘણી છે, પણ
રાગરહિત ચૈતન્ય રત્નને પારખનારા ધર્માત્મા જીવો જગતમાં બહુ વિરલા છે; સત્ય કરતાં અસત્યને માનનારા
મૂઢ જીવોની સંખ્યા ઝાઝી હોય તેથી કાંઈ તે સાચું ન થઈ જાય, કેમ કે સત્ને કાંઈ સંખ્યાની જરૂર નથી અર્થાત્
સંખ્યા ઉપરથી સત્યનું માપ નથી. મનુષ્ય કરતાં કીડીના નગરોની સંખ્યા ઝાઝી હોય તેથી કાંઈ માણસ કરતાં
કીડી મોટી ન થઈ જાય. સિદ્ધ ભગવંતો કરતાં નિગોદના જીવોની સંખ્યા અનંતગુણી વધારે છે, તેથી શું સિદ્ધ
છે. જે ભાવમાં પોતાનું હિત હોય તે ઉત્તમ છે–પછી ભલે તેને માનનારા બહુ થોડા હોય; અને જે ભાવમાં પોતાનું
હિત ન હોય તે છોડવા જેવો છે, –પછી ભલે તેને માનનારા અનંતા હોય. તારા આત્માનો ધર્મ કરવામાં તને
બહારનો કોઈનો સાથ કામ આવે તેમ નથી, તારા આત્મામાં રહેલા અનંત ધર્મોનો જ તને સાથ છે. માટે તેની
ઓળખાણ અને શ્રદ્ધા કરીને, તેની સાથે એકતા કર, તો તારી પર્યાયમાં અધર્મ છૂટીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મ થાય.
પ્રશ્ન:– એમને એકલા એકલા કેમ ગમતું હશે?
ઉત્તર:– અહો! એકલા નથી પણ અંતરમાં અનંત ગુણોનો સાથ છે. બહારનો સંગ છોડીને અંતરમાં
આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી (એકતા) કરતાં તેમાં અનંત આનંદ છે, પણ અજ્ઞાનીને તે આનંદ ભાસતો
નથી; ને બહારમાં પરચીજ સાથે ગોષ્ઠી કરતાં તેમાં આકુળતાનું દુઃખ છે છતાં તેમાં અજ્ઞાનીને સુખ ભાસે છે.
અરે! કેવી વિચિત્રતા છે કે–
ઊઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”