દુઃખ છે છતાં મૂઢ જીવ ત્યાં પ્રેમ કરીને મિત્રતા કરે છે, એ કેવી વિચિત્રતા છે! –એમ જ્ઞાનીઓને કરુણા આવે છે,
તેથી કહે છે કે અરે જીવ! તારા જ્ઞાનરૂપી નેત્રને ઊઘાડીને તું નીહાળ રે નીહાળ! –સ્વભાવમાં સુખ છે ને
બહારમાં ક્યાંય સુખ નથી–એમ તું ન્યાયથી સમજ; અને બાહ્યમાં સુખની માન્યતારૂપ અજ્ઞાનથી તું શીઘ્ર નિવૃત્તિ
તેની સાથે પ્રેમ કર... તેની સાથે મિત્રતા કર... તેના આનંદમાં કેલિ કર. સ્વભાવ સાથે ગોષ્ઠી કરે અને ત્યાં ન
ગોઠે એમ બને નહિ. અનંતા સંતો પોતાના સ્વભાવ સાથે ગોષ્ઠી કરીને, તેના આનંદમાં કેલિ કરતાં કરતાં મુક્તિ
પામ્યા છે, માટે રાગાદિ સાથે એકતારૂપ મૈત્રી છોડીને અનંતશક્તિસંપન્ન આત્મા સાથે એકતારૂપ ગોષ્ઠી કર. –
જેથી તને જ્ઞાન–આનંદમય એવા મુક્તપદની પ્રાપ્તિ થશે. લોકોમાં પણ એમ કહેવાય છે કે મોટા સાથે મિત્રતા
કરવી; તેમ અહીં રાગાદિ તો તુચ્છ, સામર્થ્યહીન છે, ને ચિદાનંદસ્વભાવ મોટો અનંત શક્તિવાળો છે, તે મોટાની
સાથે મિત્રતા કરતાં મોક્ષપદ પમાય છે.
અનેકાન્ત જ ધર્મનો પ્રાણ છે. અનેકાન્તથી જ વીતરાગી
જિનશાસન અનાદિથી જયવંત વર્તે છે. અમૃતમય એવું મોક્ષપદ
તે અનેકાન્તવડે જ પમાય છે, તેથી અનેકાન્ત અમૃત છે.
શાંતિની આપનાર છે.
જ્ઞાયકસ્વરૂપ આત્મામાં “તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વ શક્તિ”
તદ્રૂપપણું જ હોય તો આત્મા જડ સાથે પણ તદ્રૂપ થઈ જાય એટલે જડ થઈ જાય; ને એકલું અતદ્રૂપપણું જ
હોય તો આત્મા પોતાના જ્ઞાન–આનંદથી પણ જુદો ઠરે; માટે તદ્રૂપ અને અતદ્રૂપ એવી બંને શક્તિઓ તેનામાં
એકસાથે છે, એનું નામ વિરુદ્ધધર્મપણું છે. પરંતુ સર્વથા વિરુદ્ધધર્મ પણું નથી એટલે કે આત્મા અરૂપી છે ને રૂપી
પણ છે, આત્મા ચેતન છે ને અચેતન પણ છે–એવું વિરુદ્ધધર્મપણું નથી. અસ્તિ–નાસ્તિપણું, તત્–અતત્પણું એવા
ધર્મોને પરસ્પર વિરુદ્ધતા હોવા છતાં, સ્વાદ્વાદના બળવડે તે વિરોધ દૂર થઈને બંને ધર્મો આત્મામાં એક સાથે
રહે છે. આત્મામાં અસ્તિપણું છે? –કે હા; આત્મામાં સ્વઅપેક્ષાએ અસ્તિપણું છે.