Atmadharma magazine - Ank 165
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૮૩ :
આત્મામાં નાસ્તિપણું છે? –કે હા; પર અપેક્ષાએ આત્મામાં નાસ્તિપણું છે. એ જ રીતે તત્પણું, અતત્પણું
વગેરેમાં પણ સમજવું. આ રીતે અનેકાન્તસ્વરૂપ આત્મા એકસાથે પરસ્પર વિરુદ્ધધર્મોને ધારણ કરે છે–એવી
વિરુદ્ધધર્મત્વ શક્તિ તેનામાં છે. જે સમયે તત્રૂપ છે તે જ સમયે તેનાથી વિરુદ્ધ અતત્રૂપ પણ છે, જે સમયે
અસ્તિરૂપ છે તે જ સમયે તેનાથી વિરુદ્ધ નાસ્તિરૂપ પણ છે, આવું વિરુદ્ધધર્મપણું આત્મામાં છે.
એક જ વસ્તુમાં અસ્તિપણું ને નાસ્તિપણું ઈત્યાદિ વિરુદ્ધધર્મો એક સાથે રહેલા છે; “વિરોધ છે રે વિરોધ
છે...” એમ અજ્ઞાની લોકો પોકાર કરે તો ભલે કરે, વસ્તુસ્વરૂપ જાણનારને તો કાંઈ વિરોધ નથી, તે તો જાણે છે
કે વસ્તુસ્વરૂપમાં જ વિરુદ્ધધર્મત્વ નામની શક્તિ છે, વસ્તુ પોતે જ એવી છે કે પરસ્પર કથંચિત વિરુદ્ધ ધર્મોને
પોતામાં ધારી રાખે છે. આવું વસ્તુસ્વરૂપ જાણતાં, પરથી પરાંગ્મુખ થઈને સ્વમાં વળવાનું થાય છે, પર સાથેની
એકતા છૂટીને સ્વ સાથે એકતા થાય છે, મિથ્યાબુદ્ધિ છૂટીને સમ્યગ્બુદ્ધિ થાય છે, પરાશ્રય છૂટીને સ્વાશ્રય થાય
છે, વીતરાગતા અને કેવળજ્ઞાન તેનું ફળ છે.
આત્મા પોતાપણે રહે ને પરપણે ન થાય, પોતાના સ્વભાવ સાથે સદા એકરૂપ રહે ને પરની સાથે ત્રણ
કાળમાં કદી એકરૂપ ન થાય–એવું તદ્રૂપપણું અને અતદ્રૂપપણું તેનામાં એકસાથે છે. વળી સૂક્ષ્મતાથી લઈએ તો
આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે સ્વભાવો સાથે સદા એકરૂપ છે ને રાગ સાથે એકરૂપ કદી થતો નથી–એવો
તેનો સ્વભાવ છે; આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ રાગ સાથે કદી એકમેક થઈ ગયો નથી પણ જુદો જ છે. આવા
સ્વભાવને ઓળખીને તેની સન્મુખ થતાં પર્યાયમાં પણ તેવું (રાગથી ભિન્નતાનું) પરિણમન થાય છે; એટલે
સ્વભાવમાં વળેલી તે પર્યાયમાં પણ જ્ઞાનઆનંદ સાથે તદ્રૂપતા ને રાગાદિ સાથે અતદ્રૂપતા–એવું અનેકાંતપણું
પ્રકાશે છે. એ જ ધર્મ છે ને એ જ મોક્ષમાર્ગ છે.
“એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે.”
જુઓ, આચાર્યદેવે અલૌકિક વ્યાખ્યા બાંધીને અનેકાન્તનું સ્વરૂપ સમજાવ્યું છે. આ અનેકાન્તથી જ વીતરાગી
જૈનશાસન અનાદિથી જયવંત વર્તે છે, કેમ કે વસ્તુ પોતે જ આવા અનેકાન્તસ્વરૂપ છે. અનેકાન્ત જ ધર્મનો
પ્રાણ છે. જેમ પ્રાણ વિના જીવન ન હોય તેમ અનેકાન્તસ્વરૂપને સમજ્યા વિના ધર્મ ન હોય; માટે અનેકાન્ત જ
ધર્મનો પ્રાણ છે. અનેકાન્તને અમૃત પણ કહેવાય છે, કેમ કે અમૃતમય એવું જે મોક્ષપદ તે અનેકાન્તવડે પમાય
છે. અનેકાન્તમય વસ્તુસ્વરૂપ જીવ અનંતકાળમાં એક ક્ષણ પણ સમજ્યો નથી, ને પોતાની મિથ્યા કલ્પનાવડે
અનેકાન્તને વિપરીતપણે માનીને “રાગથી પણ ધર્મ થાય. આત્મા પરનું પણ કરે” એમ માને છે. પરંતુ
અનેકાન્તનું એવું સ્વરૂપ નથી. વીતરાગતા તે ધર્મ ને રાગ પણ ધર્મ એવો અનેકાન્ત નથી, પણ વીતરાગતા તે
ધર્મ, અને રાગ તે ધર્મ નહિ–એવો અનેકાન્ત છે. અનેકાન્ત, વસ્તુસ્વરૂપમાં પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ કહે છે,
પણ કેવી? –કે વસ્તુસ્વરૂપને નીપજાવનારી. “વીતરાગતા તે ધર્મ ને રાગ પણ ધર્મ” એમ કહેવામાં ધર્મનું સ્વરૂપ
સિદ્ધ નથી થતું, પરંતુ “વીતરાગતા તે જ ધર્મ છે ને રાગ તે ધર્મ નથી” એમ કહેતાં ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સિદ્ધ
થાય છે, ને તે જ અનેકાન્ત છે.
અનેકાન્ત તો વસ્તુસ્વરૂપમાં સ્વયમેવ પ્રકાશે છે. કઈ રીતે? કે જે વસ્તુ તત્ છે તે જ અતત્ છે, જે એક
છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે–એમ એક વસ્તુમાં વસ્તુપણાની
નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ સ્વયમેવ પ્રકાશે છે, તેનું નામ અનેકાન્ત છે. આ જ્ઞાન માત્ર
આત્મવસ્તુને પણ સ્વયમેવ અનેકાન્તપણું પ્રકાશે જ છે–આવા આત્માને ઓળખે તો ધર્મ થાય.
આત્મા પોતાની ક્રિયા કરે, ને પરની ક્રિયા ન કરે, –એમાં જ આત્માની પરથી ભિન્નતા સિદ્ધ થાય છે,
એટલે તે અનેકાન્ત છે. પણ આત્મા પોતાની ક્રિયા કરે ને પરની ક્રિયા પણ કરે–એમાં પરથી ભિન્ન આત્મા સિદ્ધ
થતો નથી એટલે તે અનેકાન્ત નથી. એ જ રીતે સ્વભાવના આશ્રયે ધર્મ થાય ને પરના આશ્રયે ધર્મ ન થાય,
એમ અનેકાન્ત છે કેમકે તેમાં પરથી ભિન્ન આત્માનું જેવું સ્વરૂપ છે તેવું પ્રસિદ્ધ થાય છે; પણ સ્વભાવના આશ્રયે
ધર્મ થાય અને પરના આશ્રયે પણ