: અષાડ : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૭ :
આવા સ્વભાવને ઓળખે તેને તેવું પરિણમન થયા વગર રહે નહિ.
જ્ઞાન–આનંદ સ્વભાવમાં એકતા (–તદ્રૂપતા), અને રાગાદિથી ભિન્નતા (–અતદ્રૂપતા), –આમ પરસ્પર
વિરુદ્ધધર્મો આત્મામાં છે. જુઓ, આ આત્માની વિરુદ્ધધર્મત્વ શક્તિ! આ વિરુદ્ધધર્મત્વ શક્તિ પણ એવી છે કે જે
આત્માને પરથી ભિન્ન પરિણમાવીને અને સ્વભાવમાં એકતા કરાવીને આત્માને લાભરૂપ થાય.
વિરુદ્ધધર્મત્વશક્તિ કાંઈ વિરોધ ઊપજાવનારી નથી, પરંતુ તે તો રાગાદિ વિરોધી ભાવોનો નાશ કરીને અવિરુદ્ધ
શાંતિની આપનાર છે.
આત્માની અનંત શક્તિઓમાં એવી તો કોઈ શક્તિ નથી કે જેની સાથેના અભેદ પરિણમનથી આત્માને
અહિત થાય! આત્માના ગુણ સાથે અભેદ પરિણમન થતાં લાભ જ થાય છે. અને તેને જ આત્મા કહ્યો છે, વચ્ચે
વિકારનું પરિણમન થાય તે ગુણ સાથે અભેદ નથી એટલે તે આત્મા નથી, આત્માના ગુણોનું તે ખરુ પરિણમન
નથી ગુણ સાથે એકતાથી ગુણની (એટલે કે નિર્મળ પર્યાયની) જ ઉત્પત્તિ થાય. ગુણ સામે જોતાં લાભ જ થાય
અને ગુણ સામે ન જુએ તેને વિકાર થાય, તે વિકાર કાંઈ ગુણના કારણે નથી, તે તો તે પર્યાયનો જ અપરાધ
છે. આ રીતે નિર્દોષ ગુણોથી ભરેલા આત્માનું ભાન કરે તો મુક્તિ થાય. સમકિતીને દ્રષ્ટિ અપેક્ષાએ તો મુક્ત જ
કહ્યો છે.
પ્રશ્ન:– નરકમાં પણ મુક્તિ?
ઉત્તર:– હા; નરકમાં પણ આવા શુદ્ધસ્વભાવની દ્રષ્ટિવાળો સમકિતી દ્રષ્ટિ અપેક્ષાએ મુક્ત જ છે. કેમ કે
નરક ને નરક તરફનું જરાક વેદન તે બંનેથી પોતાના સ્વભાવને અતત્પણે તે અનુભવે છે, માટે સ્વભાવદ્રષ્ટિની
અપેક્ષાએ તો સમકિતી સર્વત્ર મુક્ત જ છે; અને તે દ્રષ્ટિના બળે એકાદ ભવમાં જ તે સાક્ષાત્ મુક્ત
સિદ્ધપરમાત્મા થઈ જશે.
અહો! પહેલાંં આત્માના આવા સ્વભાવનો પ્રેમ આવવો જોઈએ... એની વાત સાંભળતાં પણ ઉત્સાહ
આવવો જોઈએ... ભાઈ, તને જે પ્રેમની વાત છે તે જ કહેવાય છે, પ્રેમપૂર્વક તું શ્રવણ કર! બહારના પદાર્થો ઉપર
પ્રેમ કરી કરીને તું અનંતકાળથી દુઃખી થયો, હવે તારા આત્માને પ્રેમ કર; જગતના પદાર્થો કરતાં તારા આત્માને
જ સૌથી વહાલો કર, ‘જગત ઈષ્ટ નહીં આત્મથી,’ –તો તારું અપૂર્વ કલ્યાણ થાય.
–૨૮ મી વિરુદ્ધધર્મત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
कुन्थुसागर दिगंबर जैन विद्यालय – प्रबन्धसमिति, अध्यापकगण व
छात्रसंघ की अोरसे परमश्रद्धेय, अात्मतत्त्वेत्ता, संतिशरोमिण,
श्रीमन्मानीय पू० श्री कानजीस्वामीके पुनीत करकमलोंमें
सादर समर्पित
सम्मान – पत्र
परम श्रद्धेय!
चिर प्रतीक्षाके पश्चात् आपका पदार्पण मदनगंज किशनगढ़में हुआ। आप
सदश भव्यात्मन् संतप्रवर के दर्शन कर हम सब अपने आपको अत्यधिक कृतकृत्य
एवं गौरवान्वित अनुभव कर रहे हैं। जबसे आपका शुभागमन–संदेश हम लोगों को
प्राप्त हुआ; तभी