Atmadharma magazine - Ank 165
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: અષાડ : ૨૪૮૩ : આત્મધર્મ : ૫ :
છે. આવી કૃતકૃત્ય પરમાત્મદશા જ જીવને પરમ હિતરૂપ છે અને તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે.
એ રીતે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માનું સ્વરૂપ કહ્યું. ।। ।।
(૬)
વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૯, સમાધિશતક ગા. ૬ હવે છઠ્ઠી ગાથામાં પરમાત્માના બીજાં નામો કહે છે–
निर्मलः केवलः शुद्धो विविक्तः प्रभुरव्ययः।
परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः।।
६।।
નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિક્ત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરાત્મા, પરમાત્મા, ઈશ્વર અને જિન ઈત્યાદિ
નામો પરમાત્માના વાચક છે.
ભગવાન પરમાત્મા દ્રવ્યકર્મ તેમજ ભાવકર્મરૂપ મલથી રહિત હોવાથી ‘નિર્મળ’ છે. શરીરાદિના સંબંધ
રહિત હોવાથી ‘કેવળ’ છે. અરહંત પરમાત્મા પણ ખરેખર શરીરાદિના સંબંધ રહિત છે કેમકે શરીર કે
ઈન્દ્રિયોજનિત સુખ–દુઃખ કે જ્ઞાન તેમને નથી, તેઓ અતીન્દ્રિય થઈ ગયા છે. દ્રવ્યકર્મ–ભાવકર્મનો અભાવ
હોવાથી તેઓ ‘શુદ્ધ’ છે. ચાર ઘાતી કર્મો ટળ્‌યાં ત્યાં બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય જ થતો જાય છે,
તે રાગાદિ અશુદ્ધતા ઉપજાવતા નથી; માટે અરહંતભગવાન પણ પરમવિશુદ્ધિને પામેલા હોવાથી ‘શુદ્ધ’ છે.
રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી ભગવાન ‘વિવિક્ત’ છે. ઈન્દ્ર વગેરેના પણ સ્વામી હોવાથી ‘પ્રભુ’
છે. કેવળજ્ઞાનાદિ જે અનંતચતુષ્ટય પ્રગટ્યા તેનાથી કદી ચ્યૂત થતા નથી તેથી તે ‘અવ્યય’ છે. ઈન્દ્રાદિકથી વંદ્ય
એવા પરમ ચૈતન્યપદમાં સ્થિત હોવાથી તેઓ ‘પરમેષ્ઠી’ છે. સંસારના જીવોથી પર એટલે ઉત્કૃષ્ટ આત્મા
હોવાથી તે ‘પરાત્મા’ છે; અને તે જ ઉત્તમ હોવાથી ‘પરમાત્મા’ છે. ઈન્દ્રાદિને : પણ ન હોય એવા અંતરંગ–
બહિરંગ દિવ્ય ઐશ્વર્યસહિત હોવાથી તે જ ‘ઈશ્વર’ છે. અને સમસ્ત દ્રવ્યકર્મ–ભાવકર્મનું ઉન્મૂલન કરી નાંખ્યું
હોવાથી તેઓ જ ‘જિન છે.’ આ પ્રમાણે આ બધા નામો પરમાત્માના– ‘શુદ્ધ’ આત્માના–વાચક છે.
પરમાત્માના આવા સ્વરૂપને ઓળખીને પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે ચિંતવવો તે પરમાત્મા
થવાનો ઉપાય છે.
ઈન્દ્ર એક હજાર ને આઠ નામોથી ભગવાનની સ્તુતિ કરે છે; અને સંત–મુનિવરો પણ અનેકઅનેક
નામોથી ભગવાનની સ્તુતિ કરે છે. સંતો અંદરમાં કર્મના સંબંધ રહિત ને રાગાદિરહિત પોતાના શુદ્ધ
પરમાત્મસ્વરૂપને લક્ષમાં લઈને તેને સાધે છે, ત્યાં પરમાત્મસ્વરૂપને પામેલા એવા અરહંત–સિદ્ધભગવંતો પ્રત્યે
બહુમાનનો ભાવ આવતાં અનેક પ્રકારે સ્તુતિ કરે છે. જેને આવા શુદ્ધ આત્માનું લક્ષ હોય તે જ પરમાત્માની
વાસ્તવિક સ્તુતિ કરી શકે.
જેને શુદ્ધ આત્માની દ્રષ્ટિ છે એવા અંતરાત્મા તો પરમાત્માની ભાવના ભાવે છે, ને બહિરાત્મા તો
રાગાદિની ભાવના ભાવે છે. ભગવાન પરમાત્માને રાગાદિનો કે કર્મોનો સંબંધ છૂટી ગયો છે તેથી તે ‘કેવલ’ છે,
તેમ મારો આત્મા પણ પરમાર્થે રાગાદિના સંબંધ વગરનો ને કર્મના સંબંધ વગરનો છે–એમ પોતાના આત્માને
‘કેવળ’–પરસંબંધરહિત શુદ્ધ અનુભવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
સમયસારમાં પણ કહ્યું છે કે અબદ્ધ સ્પૃષ્ટ આત્માનો અનુભવ તે જૈનશાસન છે. કર્મના બંધન વિનાનો ને
પરના સંબંધ વગરનો એવો જે જ્ઞાયકસ્વભાવ તેની સન્મુખ થઈને તેનો અનુભવ કરવો તે જ જૈનશાસન છે.
અને જે પોતાના આવા આત્માનો અનુભવ કરે તેને જ પરમાત્માની પરમાર્થ ઓળખાણ થાય કે અહો! રાગથી
જુદો પડીને જે અતીન્દ્રિય આનંદનો અંશ મને વેદનમાં આવ્યો તે જ જાતનો (પણ તેથી અનંતગુણો) પરિપૂર્ણ
આનંદ પરમાત્માને પ્રગટી ગયો છે, ને તેઓ સર્વથા રાગરહિત થઈ ગયા છે. આ રીતે અંશના વેદનપૂર્વક પૂરાનું
ભાન થતાં સાધકને તે પ્રત્યે ખરી ભક્તિ અને બહુમાન આવે છે. પરમાત્મા પ્રત્યે જેવા ભક્તિ–બહુમાન જ્ઞાનીના
અંતરમાં હોય તેવા અજ્ઞાનીને ન હોય.
ભગવાન પરમાત્માનું ‘વિવિક્ત’ એવું પણ એક નામ છે. વિવિક્ત એટલે ભિન્ન આત્માનો સ્વભાવ
રાગાદિથી વિવિક્ત છે એમ પહેલાંં જાણીને, ભગવાન રાગથી ખાલી વિવિક્ત થઈ ગયા. જુઓ, આ પરમાર્થ
‘વિવિક્તશય્યાસન’ ! બ્રહ્મચર્યની રક્ષા માટે વિવિક્તશય્યાસન કરવું એટલે કે સ્ત્રી–પશુ વગેરેથી ખાલી એકાંત
સ્થાનમાં રહેવું એમ કહ્યું છે તેમાં તો વ્યવહારમાં