જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ છે તેનું વર્ણન ચાલે છે; તેમાં “વિલક્ષણ અનંત સ્વભાવોથી
જુદા લક્ષણવાળા અનંતધર્મોને ધારણ કરે છે–એવી તેની અનંતધર્મત્વ શક્તિ છે. આત્મામાં શક્તિઓ કેટલી? –કે
અનંત; તે અનંત શક્તિઓથી અભિનંદિત (અભિમંડિત) આત્મા એક સ્વરૂપ છે, એક જ સ્વરૂપ અનંત ધર્મરૂપ
છે, એ રીતે અનંતધર્મત્વ નામની એક શક્તિ આત્મામાં છે.
અનુભવ થવો તે આનંદનું લક્ષણ, અનાકુળતા તે સુખનું લક્ષણ, અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી
શોભાયમાનપણું તે પ્રભુત્વનું લક્ષણ, ત્રિકાળ હોવાપણું તે અસ્તિત્વનું લક્ષણ, જણાવું તે પ્રમેયત્વનું લક્ષણ–એમ
દરેક શક્તિના જુદા જુદા લક્ષણ છે; એ રીતે અનંતી શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે, છતાં આત્મા તે અનંત
શક્તિઓથી ખંડિત નથી થઈ જતો, આત્મા તો અનંત શક્તિઓથી અભેદ એવા એક ભાવસ્વરૂપ છે. ગુણો
એકબીજાથી જુદા હોવા છતાં વસ્તુથી કોઈ ગુણ જુદો નથી; ભિન્ન ભિન્ન અનંતધર્મો હોવા છતાં એક ભાવસ્વરૂપે
રહેવાની આત્માની શક્તિ છે, તેનું નામ અનંતધર્મત્વ શક્તિ છે.
શક્તિઓ પરથી તો જુદી છે ને વિકારથી પણ ખરેખર જુદી છે.
અનંત ધર્મો પરસ્પર વિલક્ષણ હોવા છતાં એક ભાવસ્વરૂપ છે, એટલે જ્ઞાનલક્ષણવડે અભેદ