સંસારથી સંતૃપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
ॐ
વર્ષ ૧૪ મું
અંક ૧૦ મો
શ્રાવણ
વી સં. ૨૪૮૩
૧૬૬
ઝ ગ ઝ ગ તો સૂ ર જ
જ્યાં નિઃશંકતા અને નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ ઊગ્યો ત્યાં તે સૂરજનો
પ્રતાપ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી અલ્પકાળમાં જ સર્વ કર્મનો ક્ષય કરીને
પરમ સિદ્ધપદને પામે છે, તે તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે.
સમ્યગ્દર્શન શું સંયોગના અવલંબને થયું છે કે સંયોગ તેનો નાશ કરે? નહિ; સમ્યગ્દર્શન
તો સ્વભાવના અવલંબને થયું છે, તેથી જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે,
બાહ્યસંયોગના ભયથી તે કદી નિજસ્વરૂપમાં શંકિત થતા નથી.
–હવે પછી પ્રસિદ્ધ થનાર એક લેખમાંથી
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)