આત્મધર્મનું લવાજમ વધે છે
આત્મધર્મ માસિકનું વાર્ષિક લવાજમ જે આજ સુધી રૂા. ત્રણ લેવામાં આવતું હતું, તે
મોંઘવારી આદિ કારણોને અંગે આવતા વરસથી રૂા. ૪–૦–૦ (ચાર) લેવાનું નક્કી
કરવામાં આવેલ છે.
સૌ ગ્રાહક બન્ધુઓ સહકાર આપીને પોતાનું લવાજમ સમયસાર મોકલી આપશે
એવી આશા રાખીએ છીએ.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
आत्मधर्मना ग्राहकोने
આત્મ–ધર્મસંબંધી જે કંઈ ફરિયાદ કરવાની હોય તે એક માસ સુધીમાં જ કરવી.
આત્મ–ધર્મ અંગેનો પત્ર–વ્યવહાર કરતી વખતે, ગ્રાહકોએ પોતાનો ગ્રાહક નંબરઅવશ્ય પ્રગટ કરવો.
આપણું આત્મધર્મ માસિક દરેક અંગ્રેજી મહિનાની આખર તારીખે પોસ્ટ કરવામાં આવતું હતું. એટલે તે
ગુજરાતી મહિનાની વદ અમાસ લગભગમાં આપને મળતું હતું શ્રાવણ માસનો આ અંક એ રીતે આપના તરફ
રવાના કરવામાં આવેલ છે.
હવે ભાદ્રપદ માસનો અંક આપના તરફ ભાદ્રપદ વદિ પાંચમના રવાના કરવામાં આવશે, અને ત્યારબાદ
આસો માસનો અંક આસો સુ. ૧૦ ના રવાના કરવામાં આવશે અને ત્યારબાદ નવા વરસમાં આપને આત્મધર્મ
વેલાસર મળે તે માટે દરેક ગુજરાતી માસના પહેલા અઠવાડીયામાં અંક રવાના કરવામાં આવશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
*
પરમાત્માની ઘોષણા
ભગવાને સમવસરણમાં એવી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા
આત્મામાં પરમાત્મશક્તિ ભરી છે, તે શક્તિનો વિશ્વાસ કરો. જે જીવો પોતાની
પરમાત્મશક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને પછી
તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
આ રીતે સર્વજ્ઞ પરમાત્માએ પરમાત્મા થવાનો માર્ગ બતાવ્યો છે.
*
પહેલાં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની આત્મશક્તિના
અવલંબને અંતરાત્મા થઈને પરમાત્મા થયા.
*
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃઃઃ છૂટક નકલ પાંચ આના