છે. શાસ્ત્રોમાં તો આ દસલક્ષણી પર્વ વર્ષમાં ત્રણ વાર આવવાનું વર્ણન
છે, પરંતુ વર્તમાનમાં ભાદરવા માસમાં જ તેની પ્રસિદ્ધિ છે, વીતરાગી જિનશાસનમાં આ ધાર્મિક
પર્વનો અપાર મહિમા છે. પ્રસિદ્ધ ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો, જો કે મુખ્યતઃ મુનિઓના ધર્મો છે, તોપણ
ગૃહસ્થ–શ્રાવકોને પણ સમ્યગ્દર્શનપૂર્વક તે ધર્મોની આરાધના આંશિકરૂપે હોઈ શકે છે. (વિશેષ
સમજણ માટે પૂ. ગુરુદેવના “દસલક્ષણધર્મ–પ્રવચનો” વાંચવા ભલામણ છે.)
શ્રી દશલક્ષણાધિરાજ..... રૂડા
આજ રત્નત્રય દિન દિપતા રે.....
સૌ રત્નત્રય પ્રગટ કરો આજ.....રૂડા
શુક્લધ્યાને જિનેશ્વર લીન થયા રે.....
એવી લીનતા કરવાનો દિન આજ..... રૂડા
ધર્મધ્યાને મુનિવરો રાચતા રે.....
ભવ્યોને દેખાડે એ રાહ..... રૂડા
ક્ષમા નિર્લોભતા આદિ ગુણમાં રે.....
રમી રહ્યા જિનેશ્વર દેવ..... રૂડા
આ અષ્ટમી ચતુરદશી દિનમાં રે.....
થયા પુષ્પદંત વાસુપૂજ્ય સિદ્ધ..... રૂડા
એવા નિર્મળ દિવસ છે આજના રે.....
સહુ નિર્મળ કરો આત્મદેવ..... રૂડા
પ્રભુ વીર એ માર્ગ બતાવીયો રે.....
કુંદકુંદે રોપ્યા રાજથંભ..... રૂડા
કહાન ગુરુએ કાદવમાંથી કાઢિયા રે.....
ચડાવ્યા એ રાજમાર્ગ દ્વાર..... રૂડા
સીમંધરના નાદ કુંદ લાવીયા રે.....
રણશીંગા વગાડયા ભરતમાંય....રૂડા
ગુરુકહાને રણશીંગા સાંભળ્યા રે...
વગાડનાર એ છે કોણ..... રૂડા
ગુરુ કહાને એ કુંદકુંદ શોધિયા રે....
શોધી લીધો શાસનનો થંભ...રૂડા
ગુરુ કહાને ભરતને જગાડિયું રે.....
જાગો! જાગો! એ ઊંઘતા અંધ...રૂડા
ગુરુ કહાને ચિદાત્મ બતાવીઓ રે...
રોપ્યા છે મુક્તિકેરા થંભ..... રૂડા
એવા શાસનસ્તંભમારા નાથ છે રે.....
તેને જોઈ જોઈ અંતર ઊભરાય..... રૂડા
ગુરુ–હદયે જિનેશ્વર વસી રહ્યા રે.....
ગુરુના શિરે જિનેશ્વરનો હાથ..... રૂડા
પ્રભુ સેવક રત્નત્રય માગતા રે.....
એ તો લળી લળી લાગે પાય.....
રૂડા પર્યુષણ દિન આજ દીપતા રે