Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
પૂ. શ્રી કાનજીસ્વામી
શું કહે છે?
પૂ. ગુરુદેવના ઉપદેશ સંબંધમાં
“શાસનપ્રભાવ” નામની પુસ્તિકામાં થોડું દિગ્દર્શન
કરાવવામાં આવ્યું છે; જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી
તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
(૧) સર્વજ્ઞની શ્રદ્ધા અને સમ્યગ્દર્શન
આપ ભારપૂર્વક કહો છો કે જેને ધર્મ કરવો હોય તેને સર્વજ્ઞની શ્રદ્ધા અવશ્ય હોવી જોઈએ. સર્વજ્ઞની શ્રદ્ધા
વિના સમ્યગ્દર્શન હોતું નથી અને સમ્યગ્દર્શન વગર સર્વજ્ઞની સાચી ઓળખાણ પણ હોતી નથી,–આ રીતે એ બંને
એકબીજાના સહભાવી છે, તેથી “ધર્મનું મૂળ સર્વજ્ઞ છે” એમ કહો અથવા “ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે” એમ કહો–
એ બંને એક જ છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારની ગા. ૮૦–૮૨ તેમને બહુ પ્રિય છે, તેમાં કહ્યું છે કે–જે જીવ દ્રવ્ય–
ગુણ–પર્યાયથી અરહંતદેવને ઓળખે છે તે જીવ પોતાના આત્માને પણ અવશ્ય ઓળખે છે અને તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય થઈને તેને સમ્યગ્દર્શન થાય છે. પછી શુદ્ધોપયોગના બળથી રાગદ્વેષનો ક્ષય કરતાં ચારિત્રમોહનો પણ
ક્ષય થઈ જાય છે...બધાય તીર્થંકર ભગવંતોએ આ જ ઉપાયથી કર્મોનો ક્ષય કર્યો, અને આ જ પ્રકારનો ઉપદેશ કરીને
નિર્વાણ પામ્યા; તે અરહંત ભગવંતોને નમસ્કાર હો!
(૨) સમ્યક્ પુરુષાર્થ, સર્વજ્ઞનો નિર્ણય, અને ક્રમબદ્ધપર્યાય.
આ જગતમાં ‘સર્વજ્ઞ’ છે; સર્વજ્ઞે બધા પદાર્થોની ત્રણે કાળની પર્યાયો પ્રત્યક્ષ જાણી લીધી છે, અને એ જ
પ્રમાણે થવાનું પદાર્થનું સ્વરૂપ છે. આમાં કંઈ પણ ફેરફાર કરવાની જેની બુદ્ધિ છે તેને સર્વજ્ઞની શ્રદ્ધાનો, કે
વસ્તુસ્વરૂપના નિર્ણયનો, પુરુષાર્થ નથી. સર્વજ્ઞની શ્રદ્ધામાં અને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવામાં સ્વસન્મુખ અપૂર્વ
પુરુષાર્થ છે. આવા પુરુષાર્થ વિના સર્વજ્ઞનો કે ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય કદી થઈ શકતો નથી.
સર્વજ્ઞની શ્રદ્ધામાં ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ આવી જ જાય છે, અને મોક્ષમાર્ગનો સમ્યક્ પુરુષાર્થ પણ
તેમાં આવી જ જાય છે. આ વિષય પૂ. ગુરુદેવના શ્રીમુખથી સાંભળીને જરૂર સમજવા યોગ્ય છે. “સર્વજ્ઞે જે દેખ્યું છે
તે જ થશે, તેમાં ફેરફાર નહિ થાય,–એ રીતે સર્વજ્ઞની ઓથ લેતાં તો પુરુષાર્થ ઊડી જાય છે”–આ માન્યતામાં ઘણી
ગંભીર ભૂલ છે. પૂ. ગુરુદેવ કહે છે કેઃ હે ભાઈ! શું તેં સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે? “આ જગતમાં સર્વજ્ઞ છે,–જેને ભવ
નથી, રાગ નથી, દ્વેષ નથી” એમ સર્વજ્ઞનો નિર્ણય કરવામાં રાગાદિથી ભિન્ન જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ પણ
આવી જ જાય છે; માટે પહેલાં તું સર્વજ્ઞનો નિર્ણય કર. સર્વજ્ઞનો નિર્ણય કરવાથી–(તેમાં જ્ઞાનસ્વભાવનો
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ આવી જ જાય છે.) તને ખબર પડશે કે તેમાં સમ્યક્ પુરુષાર્થ આવે છે કે નથી આવતો!
ઃ ૪ઃ
આત્મધર્મઃ ૧૬૬