Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
(૩) દેશનાલબ્ધિ
પૂ. ગુરુદેવ કહે છે કે એક વાર પણ જ્ઞાની ગુરુના ઉપદેશનું સીધું શ્રવણ કર્યા વગર કોઈ પણ જીવને
દેશનાલબ્ધિ થઈ શકતી નથી–એ જિનસિદ્ધાંતનો નિયમ છે. અજ્ઞાનીના ઉપદેશવડે કદી દેશનાલબ્ધિ થઈ શકતી નથી.
સમ્યક્ત્વપ્રાપ્તિને માટે દેશનાલબ્ધિમાં અજ્ઞાનીને નિમિત્ત માનવું અથવા તો એકલા શાસ્ત્રને નિમિત્ત માનવું તે એક
બહુ મોટી ભૂલ છે.
(૪) ચારિત્રમય મુનિદશાનો અચિંત્ય મહિમા
તેઓશ્રીના પ્રવચનમાં વારંવાર દિગંબર સંત મુનિવરો પ્રત્યે ભક્તિભરેલા ઉદગારો નીકળે છે. णमो लोए
सव्वसाहूणं પદનું જ્યારે તેઓ વિવેચન કરે છે ત્યારે શ્રોતાજનો મુનિવરોની ભક્તિથી ગદગદ રોમાંચિત થઈ જાય
છે ભગવાન કુંદકુંદાચાર્યદેવ, ધરસેનાચાર્યદેવ, વીરસેનાચાર્યદેવ, જિનસેનાચાર્યદેવ, સમન્તભદ્રાચાર્યદેવ,
નેમીચન્દ્રાચાર્યદેવ વગેરે દિગંબર સંતોનું સ્મરણ કરીને જ્યારે આપશ્રી ભક્તિથી કહો છો કે ‘અહો! છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને આત્માના આનંદમાં ઝૂલનારા....ને...વનજંગલમાં વસનારા એ વીતરાગી સંત મુનિવરોની શી વાત
કરીએ!! અમે તો તેમના દાસાનુદાસ છીએ. હજી અમારી મુનિ દશા નથી, અત્યારે તો તેની ભાવના ભાવીએ છીએ.
એ મુનિદશાની તો શી વાત! પરંતુ એના દર્શન થવા તે પણ મહાધનભાગ્ય છે.
આપ સ્પષ્ટ કહો છો કે જિનશાસનમાં વસ્ત્રસહિત મુનિદશા કદી હોતી નથી, અને અંતરમાં આત્મજ્ઞાન વગર
એકલા દિગંબરપણાથી પણ મુનિપદ હોતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત અંતરમાં લીનતારૂપ
ચારિત્રદ્વારા જ મુનિપદ હોય છે, અને જ્યારે આવું મુનિપદ થાય ત્યારે વસ્ત્રાદિકનો ત્યાગ પણ સહેજે હોય જ છે.
(પ) ઉપાદાન – નિમિત્ત
કોઈ પણ વસ્તુમાં પોતાની યોગ્યતાના સામર્થ્યથી જ્યારે કાર્ય થાય ત્યારે બીજા નિમિત્તની ઉપસ્થિતિ
નિયમરૂપે હોવા છતાં પણ, કાર્યમાં તેનું અકિંચિત્કરપણું છે; ઉપાદાન અને નિમિત્ત બંનેનું પરિણમન એકબીજાથી
સ્વતંત્ર છે–આ વાત તેઓ અનેક દ્રષ્ટાંત, યુક્તિ અને શાસ્ત્રીય પ્રમાણોથી સારી રીતે સમજાવે છે; અને કહે છે કે જીવ
નિમિત્તાધીન–પરાશ્રિત બુદ્ધિથી જ સંસારમાં ભટકી રહ્યો છે. નિમિત્તાધીન દ્રષ્ટિનું પરિણમન છોડીને પોતાના
સ્વાધીનસ્વભાવની સન્મુખ પરિણમન કરવું તે જ મુક્તિનો માર્ગ છે.
(૬) નિશ્ચય – વ્યવહાર
નિશ્ચય–વ્યવહાર સંબંધમાં પણ આપની વિવેચન શૈલી અજોડ છે. નિશ્ચય–વ્યવહારનું રહસ્ય આપ જે ઢંગથી
સમજાવો છો તે સમજતાં જ સમસ્ત જિનસિદ્ધાંતનું રહસ્ય ખોલવાની ચાવી હાથમાં આવી જાય છે. આપ કહો છો કે
નિશ્ચયસ્વભાવના આશ્રયથી જ મુક્તિમાર્ગ છે, વ્યવહારના–શુભરાગના આશ્રયથી કદાપિ મુક્તિ થતી નથી. વળી
એમ પણ નથી કે મુક્તિમાર્ગમાં પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય. નિશ્ચય વિના સાચો વ્યવહાર હોતો નથી.
વ્યવહાર કરતાં કરતાં તેના અવલંબનથી નિશ્ચય થઈ જશે–એવી જેની માન્યતા છે તેને દિ. જૈનસિદ્ધાંતમાં
‘વ્યવહારમૂઢ’ કહ્યો છે. નિશ્ચય–વ્યવહારના આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને તેઓ ઘણા વિવેચનથી સમજાવે છે અને
ભારપૂર્વક કહે છે કે આ જૈનધર્મની મૂળ ચીજ છે; આમાં જેની ભૂલ છે તે જૈનધર્મના રહસ્યને સમજી શકતો નથી.
નિશ્ચયના આશ્રય વગર કદી ધર્મની શરૂઆત પણ થતી નથી.
() રુસ્ત્ર િક્તજા
જે જીવને ધર્મની પ્રીતિ છે તેને સમ્યગ્દર્શન પહેલાં તેમજ સમ્યગ્દર્શન પછી પણ, જ્યાં સુધી રાગ રહે છે
ત્યાંસુધી, ‘રાગ તે ધર્મ નથી’ એવું ભાન હોવા છતાં, વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે અતિશય ભક્તિ–બહુમાન–
પૂજનાદિનો રાગ આવ્યા વિના રહેતો નથી. જો દેવ–ગુરુ–શાસ્ત્રના દર્શન–પૂજનાદિનો ભાવ ન આવે તો તે સ્વચ્છંદી
છે. અને જો તે રાગમાં જ ધર્મ માનીને રોકાઈ જાય ને સમ્યગ્દર્શનાદિનો પ્રયત્ન ન કરે તો તે પણ અજ્ઞાની છે, માટે
કઈ ભૂમિકામાં કેવો રાગ હોય છે અને ધર્મનું શું સ્વરૂપ છે; એ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ. પૂ.
ગુરુદેવ જ્યારે ચરણાનુયોગ દ્વારા ગૃહસ્થોનું
શ્રાવણઃ ૨૪૮૩
ઃ પઃ