કર્તવ્ય સમજાવે છે. અને તેમાં પણ પુરાણોની કથાઓ દ્વારા જ્યારે સંતપુરુષોનું દ્રષ્ટાંત આપે છે ત્યારે, પુરાણપુરુષોનું
ચરિત્ર જાણે કે આપણી નજર સામે જ બની રહ્યું હોય–એવું લાગે છે.
(૮) પુણ્ય – પાપ અને ધર્મ
મિથ્યાત્વ–હિંસાદિ ભાવો પાપ છે; દયા–પૂજા વગેરે શુભરાગ પુણ્યબંધનું કારણ છે; અને ધર્મ તો આત્માનો
વીતરાગભાવ છે.–આ રીતે ત્રણેનું ભિન્નભિન્ન સ્વરૂપ આપ સારી રીતે સમજાવો છો. એજ પ્રમાણે નવતત્ત્વોમાં જીવ–
અજીવની ભિન્નતા, આસ્રવ અને સંવરની ભિન્નતા, વગેરેનું પણ તેઓ ઘણું સ્પષ્ટ વિવેચન કરે છે. રાગદ્વારા સંવર
થવાનું માનવું તે તત્ત્વની ભૂલ છે.
(૯) ક્રિયા
ક્રિયાના કેટલા પ્રકાર છે અને તેમાં કઈ ક્રિયાથી ધર્મ થાય છે તે સંબંધમાં આપ સમજાવો છો કે, ચેતન અને
જડ પદાર્થની ક્રિયા ભિન્નભિન્ન છે; ચેતનની ક્રિયા ચેતનમાં હોય છે ને જડની ક્રિયા જડમાં હોય છે. ચેતનની ક્રિયા જડ
કરતું નથી, અને જડની ક્રિયા ચેતન કરતું નથી. ક્રિયાના ત્રણ પ્રકાર છે. –
૧. ધર્મની ક્રિયા.
૨. વિકારની ક્રિયા
૩. જડની ક્રિયા.
(૧) આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ છે. તે જડથી અને રાગાદિથી પૃથક્ છે. એવા સ્વભાવમાં અંતર્મુખ
થઈને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ક્રિયા થાય છે તે ધર્મની ક્રિયા છે; આ જ ક્રિયા મોક્ષનું કારણ છે.
(૨) આત્મા પોતાના સ્વભાવથી બહિર્મુખ થઈને રાગ–દ્વેષ–મોહરૂપ જે ભાવ કરે છે તે વિકારની ક્રિયા છે,
અને તે ક્રિયા સંસારનું કારણ છે.
(૩) આત્માથી ભિન્ન દેહાદિની જે ક્રિયા છે તે બધી જડની ક્રિયા છે. તે જડની ક્રિયાથી આત્માને ન તો ધર્મ
થાય છે કે ન અધર્મ;–કેમ કે તેનો કર્તા આત્મા નથી.
આ રીતે ત્રણે ક્રિયાઓનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સમજવું જોઈએ.
(૧૦) સમ્યગ્દશન
પૂ. ગુરુદેવના સર્વ ઉપદેશનું મુખ્ય વજન “સમ્યગ્દર્શન” ઉપર છે. આપ કહો છો કેઃ સમ્યગ્દર્શન અલૌકિક
અને અપૂર્વ ચીજ છે; સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ સમકિતીએ પોતાના આત્મામાં ચાખી લીધો છે.
એક સેકંડના સમ્યગ્દર્શનમાં એટલી તાકાત છે કે અનંત ભવનો નાશ કરી નાંખે. સમ્યગ્દર્શન થતાં જ જીવ નિઃશંક
થઈ જાય છે કે બસ! હવે મારે અનંત ભવનો અભાવ થઈ ગયો, હવે હું સાધક થયો ને અલ્પકાળમાં જ મારી મુક્તિ
થશે. સમકિતીને સ્વયં પોતાથી જ પોતાનો નિર્ણય થાય છે, બીજાને પૂછવું નથી પડતું. જીવે સંસાર પરિભ્રમણમાં શુભ
રાગરૂપ વ્રત–તપ–ત્યાગ અનંત વાર કર્યા છે પરંતુ સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નથી; અને સમ્યગ્દર્શન વગર કદી
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા જ હોય છે, માટે સમ્યગ્દર્શન
જ ધર્મનું મૂળ છે–એમ જાણીને પહેલાં સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવો જોઈએ.
–આ રીતે પૂ. ગુરુદેવના ઉપદેશનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો. પૂ. ગુરુદેવની સાનુભવ પ્રવચન શૈલી
શ્રોતાજનોને મુગ્ધ કરી નાંખે છે. પ્રવચનમાં તેઓ અનેક યુક્તિઓ, દ્રષ્ટાંતો અને શાસ્ત્રના આધારો આપે છે. હજારો
શ્રોતાજનોની સભામાં પણ સંપૂર્ણ શાંત વાતાવરણ રહે છે અને સમયની બરાબર નિયમિતતા જળવાય છે તેઓશ્રીની
વાણી આત્મસ્પર્શી હોવાથી નિઃશંકરૂપે ધારાપ્રવાહ ચાલી જાય છે.
ઃ ૬ઃ
આત્મધર્મઃ ૧૬૬