કરવાનો છે. જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે... તેના સંસારનો એક બે ભવમાં અંત આવી જશે. બાકી
જગતમાં તો સંસાર ચાલ્યા જ કરવાનો છે... ને સંસારમાં રખડવાનો યોગ્ય પરિણામવાળા જીવો પણ રહ્યા જ
કરવાના છે... જગતના બધાય જીવો સત્ય સમજીને મોક્ષ પામી જાય–એમ કદી બનવાનું નથી, માટે આ તો પોતે
સત્ય સમજીને પોતાનું હિત સાધી લેવા જેવું છે. અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો... પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ
તો ફરી નહિ જાય. વસ્તુસ્વરૂપ ન સમજતાં જેઓ વિરોધ કરે છે તેમના ઉપર જ્ઞાનીને કરુણા આવે છે.
ભાવના નથી કે અમારો વિરોધ કરે છે માટે તેને નિગોદમાં મોકલવો, પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે મિથ્યાત્વ
સેવનાર જીવ પોતાના ઊંધા પરિણામને લીધે નિગોદમાં જાય છે... એમ બતાવીને આચાર્યદેવ કરુણાબુદ્ધિથી
જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે છે... અરે જીવ! મુનિદશાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ અને સાચી શ્રદ્ધા કર,
કે જેથી આ સંસારના દુઃખોથી તારો આત્મા છૂટે ને મોક્ષસુખ પામે.
રહ્યા છે, પરંતુ વાસ્તવિક મોક્ષમાર્ગને ઓળખતા નથી; એવા જીવોને જોઈને કરુણા આવે છે.
ક્રિયાથી ધર્મ થાય કે રાગથી ધર્મ થાય એવી મિથ્યા શ્રદ્ધાનું ફળ ઘોર સંસાર છે, માટે જેઓ દુઃખથી છૂટવા માંગતા
હોય તેઓ એવી મિથ્યામાન્યતા છોડો ને આત્માનું રાગરહિત–દેહથી ભિન્ન વાસ્તવિક જ્ઞાનાનંદ સ્વરૂપ સમજો,
એમ જ્ઞાનીઓનો ઉપદેશ છે.
બાહ્ય વિષયોથી રહિત અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણીને તેને જે સાધે છે તે અંતરાત્મા છે.
અને આત્માનો પરિપૂર્ણઆનંદ જેમને પ્રગટી ગયો છે તે પરમાત્મા છે. તે પરમાત્મા પરિપૂર્ણ જ્ઞાનસહિત
અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ જાણે છે એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને
અનાદિઅનંત કાળને કે અનંત આકાશને પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો–એમ કાંઈ નથી;
જો છેડો આવી જાય તો અનાદિ–અનંતપણું ક્યાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને અનાદિઅનંતરૂપે જ જેમ
છે તેમ જાણ્યું છે. –આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે. અજ્ઞાનીને અનાદિઅનંતકાળની મહાનતા ભાસે છે, પણ
જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં અનંતગણી મહાનતા છે તે તેને ભાસતી નથી, અને જ્ઞાનસ્વભાવનો મહિમા
પ્રતીતમાં આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું તેને મોટું લાગે
છે પણ જ્ઞાનનું અનંતસામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ ‘અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે? ’ એમ
તેને શંકા પડે છે, તેમાં ખરેખર તો જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય
મોટું છે,