Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image

વર્ષ ચૌદમું : અંક ૧૧ મો
સમ્પાદક : રામજી માણેકચંદ દોશી ભાદરવો : ૨૪૮૩
આત્મવાત્સલ્ય
અહો! જેણે આત્માનું હિત કરવું હોય, ખરું સુખ જોઈતું
હોય, તેણે આત્માનો પરમપ્રેમ કરવા જેવો છે. શ્રીમદ્
રાજચંદ્ર પણ કહે છે કે :– –
“જગત ઈષ્ટ નહીં આત્મથી”
––એટલે જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે
તેને જગત કરતાં આત્મા વહાલો છે, આત્મા કરતાં જગતમાં
કાંઈ તેને વહાલું નથી. આચાર્ય ભગવાન કહે છે કે: હે
ભવ્ય!
“આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.”
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ
આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય
નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને પોતાના
રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી
પરમવાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમવાત્સલ્ય
હોવાથી બીજા જે જે જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના
પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઉભરો આવ્યા વિના રહેતો નથી.