ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
હે જીવ
તું તારાથી જ આનંદિત થા.
હે જીવ,
તારો આનંદ તારા આત્મસ્વરૂપમાં જ છે. તે સ્વરૂપમાં ઊતરીને (અંતર્મુખ
થઈને) જ્યાં તેં તારા આનંદનું વેદન કર્યું ત્યાં, બહારના દેહ–ઇન્દ્રિયાદિ પદાર્થો કદાચ
હણાઈ જતા હોય, સિંહ અને સર્પ આવીને શરીરને કરડી ખાતા હોય, તો પણ તેથી
તારો આનંદ હણાતો નથી; કેમકે તારો આનંદ પરના આધારે નથી. આત્મા જ
આનંદસ્વરૂપ છે તેથી આત્માના આધારે જ્યાં આનંદનું વેદન પ્રગટયું ત્યાં બીજું કોઈ
તારા આનંદને હણવા કે રોકવા સમર્થ નથી.
– અને –
આત્માના આનંદસ્વભાવને ભૂલીને, તેનાથી વિમુખ થઈને જો તેં બહારમાં
આનંદ માન્યો, તો તે મિથ્યા માન્યતાથી તું તારા આનંદને હણી રહ્યો છે. તારો આનંદ
હણાતા છતાં બહારની ચીજો ન હણાય ને અખંડ રહે તો પણ તે કોઈ ચીજો તને
આનંદ આપવા સમર્થ નથી; કેમકે તારો આનંદ તેમનામાં નથી, તારો આનંદ તારામાં
જ છે.
– માટે –
હે જીવ! તું તારાથી જ આનંદિત થા.
સ. ગા. ૩૬૬–૭૧ના પ્રવચનમાંથી
મુદ્રકઃ હરિલાલ દેવચંદ શેઠ,–આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.
પ્રકાશકઃ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર.