Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧પઃ
સાથે કર્તા–કર્મપણું નથી, તે કરણ નથી–સાધન નથી, સંપ્રદાન નથી, અપાદાન નથી, આધાર નથી, ને તેની સાથે
આત્માને સ્વસ્વામીપણાનો સંબંધ પણ નથી.
પ્રશ્નઃ– ત્યારે રાગદ્વેષ કોણે કર્યો?
ઉત્તરઃ– જેની દ્રષ્ટિ આત્મા ઉપર નથી તેણે! એટલે એક સમયપૂરતી ઊંધી માન્યતાએ આત્માને રાગ–દ્વેષરૂપ જ
માનીને, તે રાગાદિને પોતાનાં કરીને માન્યા છે. સમકિતી તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવને એકને જ પોતાનો માને છે.
સમ્યગ્દર્શન થયા પછી પરમાર્થે રાગ–દ્વેષનું કર્તૃત્વ ગણ્યું જ નથી, કેમ કે સમકિતી પોતાના શુદ્ધાત્મસ્વરૂપ સાથે રાગાદિને
એકમેક કરતો નથી.
‘જૈનદર્શનમાં તો બસ! કર્મની જ વાત છે, ને કર્મથી જ બધુંય થાય છે–એમ ભગવાને કહ્યું છે’–આમ
અજ્ઞાનીઓ માને છે, પણ તેને જૈનદર્શનની ખબર નથી. જૈનદર્શનમાં તો અનંતશક્તિસંપન્ન અનેકાન્તસ્વરૂપ શુદ્ધ
આત્માની જ મુખ્યતા છે; અને વિકાર વખતે તેને નિમિત્ત તરીકે કર્મ હોય છે–એમ ભગવાને બતાવ્યું છે. કર્મરૂપ
થવાની તાકાત પુદ્ગલની છે. આત્મા જડકર્મને બાંધે કે છોડે, અથવા જડ કર્મ આત્માને હેરાન કરે–એમ કહેવાનો
ભગવાનનો આશય નથી. આત્મા પરની અવસ્થા કરે નહિ, ને પર પદાર્થો આત્માની અવસ્થા કરે નહિ,–
પોતપોતાના છ કારકોથી જ દરેક દ્રવ્યની અવસ્થા થાય છે. પર્યાયમાં વિકાર અને તેના નિમિત્તરૂપ કર્મ છે તે
જાણવા યોગ્ય છે, પણ તેટલો જ આત્મા માનીને તેના આશ્રયમાં રોકાય તો મિથ્યાત્વ છૂટતું નથી, માટે
વ્યવહારનય જ્ઞાનમાં જાણવા યોગ્ય છે, પણ તે આદરવા યોગ્ય નથી–એમ જિનશાસનમાં આચાર્યદેવે દાંડી પીટીને
પ્રસિદ્ધ કર્યું છે.
જીવ અને પુદ્ગલ બંને એકબીજાથી નિરપેક્ષપણે સ્વયમેવ છ કારકરૂપ થઈને પરિણમે છે. પંચાસ્તિકાયની ૬૨
મી ગાથામાં આ સંબંધમાં સ્પષ્ટ કહ્યું છે કે નિશ્ચયથી અભિન્ન કારક હોવાથી જીવને તેમજ કર્મને બંનેને સ્વયં
પોતપોતાના સ્વરૂપનું જ કર્તૃત્વ છે. “...
स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानं न कारकांतरमपेक्षत
..” પુદ્ગલ દ્રવ્ય
પોતે જ સ્વયમેવ છ કારકરૂપ થઈને, અન્ય કારકોની અપેક્ષા વિના જ કર્મરૂપે પરિણમે છે. તેમજ જીવ પણ પોતાના
ઔદયિકાદિ ભાવોરૂપે “...
स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकांतरमपेक्षते..” સ્વયમેવ છ કારકરૂપ
થઈને, અન્ય કારકોની અપેક્ષા વિના જ પરિણમે છે. એ ગાથાનો ભાવાર્થ જણાવતાં શ્રી જયસેનાચાર્યદેવ લખે છે કે–
अयमत्र भावार्थः। यथैवाशुद्धषट्कारकीरूपेण परिणममानः सन्नशुद्धमात्मानं करोति तथैव
शुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेणाभेदषट्कारकी स्वभावेन परिणममानः शुद्धमात्मानं करोतीति” જેમ
અશુદ્ધ છ કારકોરૂપે પરિણમતો થકો અશુદ્ધ આત્માને કરે છે તેમ શુદ્ધ આત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપે
અભેદ છ કારક સ્વભાવથી પરિણમતો થકો શુદ્ધ આત્માને કરે છે. આ રીતે અશુદ્ધતામાં તેમજ શુદ્ધતામાં અન્ય કારકોથી
નિરપેક્ષપણું છે.
બીજું નિમિત્ત હો ભલે, પણ તે વખતે તેનાથી નિરપેક્ષપણે જ વસ્તુ પરિણમે છે. ‘પોતાને યોગ્ય જીવના
પરિણામ પામીને, જ્ઞાનાવરણાદિ અનેક પ્રકારનાં કર્મો અન્યકર્તાથી નિરપેક્ષપણે જ ઊપજે છે–
‘..
कर्क्रेतरनिरपेक्षाण्येवोत्पद्यंत
’ એમ પંચાસ્તિકાયની ૬૬મી ગાથામાં કહ્યું છે. (વિશેષ માટે જુઓ ગા. ૬૨ તથા
૬૬)
અન્ય કારકોથી નિરપેક્ષપણું બતાવીને આચાર્યદેવે ઘણો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. વ્યવહારથી બીજા જેટલા કારકો
કહેવામાં આવતા હોય તે બધાયથી નિરપેક્ષપણે જ જીવ–પુદ્ગલનું પરિણમન છે. આવું નિરપેક્ષપણું જાણે તો પરાશ્રય
છૂટીને સ્વાશ્રયે શુદ્ધતારૂપ પરિણમન થયા વિના રહે નહિ.
વળી પ્રવચનસારની ૧૨૬મી ગાથામાં પણ આચાર્યદેવે કહ્યું છે કેઃ સંસાર અવસ્થામાં કે સાધક અવસ્થામાં પણ
આત્મા એકલો જ પોતે કર્તા–કર્મ–કરણ અને કર્મફળ છે, બીજું કોઈ તેનું સંબંધી નથી. તેમજ ૧૬મી ગાથામાં કહ્યું છે કે
શુદ્ધોપયોગની ભાવનાના પ્રભાવથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા પોતે સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી ‘સ્વયંભૂ’
છે. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. (આ બંને ગાથાનાં અવતરણો વિસ્તારથી આ જ લેખમાં
આગળ આવશે.)
પોતે શુદ્ધભાવરૂપ પરિણમીને પછી એમ જાણે છે કે પૂર્વે રાગાદિરૂપે પણ હું જ એકલો પરિણમતો હતો, કોઈ
પરના કારણે મારું તે પરિણમન ન હતું; અને હવે સ્વભાવરૂપ પરિણમતાં એમ પણ ભાન થયું કે પૂર્વે જે રાગાદિરૂપ
પરિણમન હતું તે મારો સ્વભાવ