Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
પર્યાયમાં હોય છે–તે કારકો અનુસાર પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પરને લીધે વિકાર થાય કે
પરને લીધે ગુણ થાય એમ જે માને તેણે તો બહારના કારકોને આત્મામાં માન્યા, તે તો મિથ્યાત્વી છે; તેમજ
ભેદરૂપ કારકોથી વિકારરૂપ પરિણમે એવો જ આત્મા માને ને શુદ્ધઆત્મા ન જાણે તો તેણે પણ આત્માના
વાસ્તવિક સ્વભાવને જાણ્યો નથી, તે પણ મિથ્યાત્વી છે. જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ થયો તે દ્રવ્ય સાથે અભેદ
થયો, ત્યાં કર્તા ને કર્મ તેમજ આધાર વગેરે બધા કારકો અભેદ થયા, કર્તા જુદો ને કર્મ જુદું ને સાધન કોઈ
બીજું,–એવો ભેદ ત્યાં ન રહ્યો, જ્ઞાતા પોતે જ છ કારકરૂપ થઈને શુદ્ધભાવરૂપ પરિણમ્યો છે ત્યાં ભેદરૂપ કારકોની
ક્રિયા અસ્ત થઈ ગઈ છે.
જુઓ, આમાં નિમિત્ત વગેરે કારકો તો કાઢી નાખ્યા, કેમકે તેનો તો આત્મામાં અભાવ છે–૧. વિકારી કારકો
પણ આત્માના સ્વભાવમાં નથી તેથી દ્રવ્યદ્રષ્ટિમાં તે પણ કાઢી નાખ્યા–૨. અને નિર્મળ છ કારકના ભેદની દ્રષ્ટિ પણ
કાઢી નાંખી–૩. આ રીતે અભેદસ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયા રહિત શુદ્ધ ભાવરૂપે આત્મા પરિણમે છે.
આત્મા નિર્મળ છ કારકપણે અભેદ પરિણમે છે; છ કારકના ભેદ ઉપર લક્ષ રહે તો રાગ થાય છે; અને અભેદ આત્માના
આશ્રયે શુદ્ધભાવરૂપે આત્માનું પરિણમન થઈ જાય છે, તેમાં ભેદરૂપ કારકોનું અવલંબન નથી. એટલે અભેદનું જ
અવલંબન છે–એમ આ ભાવશક્તિમાં બતાવ્યું.
(૧) શુદ્ધભાવરૂપ સમ્યક્ત્વાદિ કાર્ય થયું તે આત્માનું કર્મ;
(૨) આત્મા સ્વતંત્રપણે તે રૂપે પરિણમનાર હોવાથી તેનો કર્તા;
(૩) આત્મા વડે જ તે ભાવ કરાયો હોવાથી આત્મા સાધકતમ કરણ;
(૪) આત્મામાંથી જ તે ભાવ પ્રગટયો હોવાથી આત્મા સંપ્રદાન;
(પ) તે ભાવ પ્રગટીને આત્મામાં જ રહ્યો હોવાથી આત્મા અપાદાન;
(૬) આત્માના જ આધારે તે ભાવ થયો હોવાથી આત્મા જ અધિકરણ.
–આ રીતે શુદ્ધભાવમાં પોતાના જ છ કારકો અભેદરૂપ છે; પરંતુ ભેદરૂપ કારકોને આત્મા અનુસરતો નથી, તે
આ પ્રમાણે –
(૧) સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપ કાર્ય થયું તે રાગનું કાર્ય નથી, કેમકે રાગભાવ તે રૂપે પરિણમ્યો નથી.
(૨) સમ્યક્ત્વાદિ શુદ્ધભાવનો કર્તા રાગ નથી.
(૩) તે શુદ્ધભાવનું સાધન રાગ નથી માટે રાગ તેનું કરણ નથી;
(૪) તે શુદ્ધભાવ પ્રગટીને રાગમાં નથી રહ્યો માટે રાગ તેનું સંપ્રદાન નથી;
(પ) તે શુદ્ધભાવ રાગમાંથી નથી આવ્યો માટે રાગ તેનું અપાદાન નથી.
(૬) તે શુદ્ધભાવ રાગના આધારે નથી માટે સંગ તેનું અધિકરણ નથી.
–આ રીતે રાગાદિ કારકોને અનુસર્યા વગર જ શુદ્ધભાવરૂપે સ્વયં પરિણમવાનો આત્માનો સ્વભાવ છે, તેને
આ ભાવશક્તિ બતાવે છે. ભાવ એટલે શુદ્ધભાવરૂપે ભવવું– પરિણમવું; તે શુદ્ધભાવરૂપે સ્વયં ભવવાની (સ્વયં
પરિણમવાની) આત્માની શક્તિ છે; તેમાં આત્માથી ભિન્ન બીજા કોઈ કારકોનું અવલંબન નથી.
અહો! નિરાલંબી ચૈતન્યની અપૂર્વ વાત છે! પણ પોતે અંતર્મુખ થઈને પોતાના ચૈતન્યતત્ત્વનું અવલંબન કદી
કર્યું નથી. એક વાર આત્માની અચિંત્ય શક્તિને ઓળખે તો બહારમાં ક્યાંય મોહ ન રહે...ને અંતર્મુખ થતાં
અલ્પકાળમાં મુક્તિ થઈ જાય. આવો આત્મસ્વભાવ સમજવા માટે અંદરથી પ્રેમ આવવો જોઈએ; અંતરમાં ઘણી રુચિથી
–ઘણી દરકારથી–ઘણી પાત્રતાથી–ઘણા પ્રયત્નથી પોતાની કરીને આ વાત સમજવી જોઈએ. જેણે એક વાર પણ
પોતાના આત્મામાં આ વાતના સંસ્કાર બેસાડયા તેને તે સંસ્કાર ફાલીને સિદ્ધદશા થઈ જશે,–તેમાં કોઈ સંદેહ નથી. જે
આ વાત સમજે તેના આત્મામાંથી સંસાર તરફના (–મિથ્યાત્વાદિના) છએ કારકોનું પરિણમન છૂટી જાય, ને મોક્ષ
તરફના કારકોનું પરિણમન (સ્વભાવના આશ્રયે) થવા માંડે.