Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
પરિણમતો નથી તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે
એવા શુદ્ધઆત્માને ઉપલબ્ધ કરે છે; પરંતુ અન્ય કોઈ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.”
વળી આ વાત વિશેષ સ્પષ્ટ સમજાવતાં આચાર્યદેવ કહે છે કે–“જ્યારે...હું...સંસારી હતો ત્યારે પણ
(–અજ્ઞાનદશામાં પણ) મારું કોઈ પણ સંબંધી નહોતું. ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે હું એકલો જ
ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવવડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો); હું એકલો જ કરણ હતો, કારણ કે હું
એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવવડે સાધકતમ (–ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ હતો, કારણ કે હું
એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય (–પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું
એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું ‘દુઃખ’ નામનું કર્મફળ હતો–કે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના
સ્વભાવવડે નિપજાવવામાં આવતું હતું.”
“...હમણાં પણ (– મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ નથી. હમણાં પણ હું એકલો
જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવવડે સ્વતંત્ર છું (અર્થાત્ સ્વાધીનપણે કરું છું); હું એકલો
જ કરણ છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવવડે સાધકતમ છું; હું એકલો જ કર્મ છું કારણ કે હું
એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય છું; અને હું એકલો જ
અનાકુળતાલક્ષણવાળું ‘સુખ’ નામનું કર્મફળ છું–કે જે (ફળ) સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવવડે
નિપજાવવામાં આવે છે.”
“આ રીતે બંધમાર્ગમાં તેમજ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ ભાવનાર આ પુરુષ પરમાણુની માફક
એકત્વ ભાવનામાં ઉન્મુખ હોવાથી (–અર્થાત્ એકત્વને ભાવવામાં તત્પર–લાગેલો–હોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ
બિલકુલ થતી નથી; અને, પરમાણુની માફક (અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમનાર પરમાણુ પર સાથે સંગ પામતો
નથી તેમ), એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપૃક્ત થતો નથી; તેથી પરદ્રવ્ય સાથે અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ
હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને આત્માપણે ભાવતો થકો તે પુરુષ પર્યાયોથી સંકીર્ણ (–ખંડિત) થતો
નથી; અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે સુવિશુદ્ધ હોય છે.”
વિકારદશા વખતે પણ તેના છએ કારક જો કે આત્મામાં છે, પરંતુ તે અશુદ્ધ છ કારકો અનુસાર
પરિણમવાનો આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી–એમ અહીં બતાવવું છે. આત્મામાં એક એવો
અનાદિઅનંતભાવ છે કે જે પરનો કે વિકારનો કર્તા થતો નથી. આત્માની અનંતશક્તિઓમાં વિકારની કર્તા–
કર્મ–કરણ –સંપ્રદાન–અપાદાન કે અધિકરણ થાય એવી તો કોઈ શક્તિ નથી, તે તો માત્ર ક્ષણિક પર્યાયનો ધર્મ
છે; તેથી અનંતશક્તિવાળા અખંડ આત્માની દ્રષ્ટિમાં તો તેનો અભાવ જ છે. આવા સ્વભાવની સન્મુખ થઈને
શુદ્ધભાવરૂપે પરિણમતાં ધર્મીને ભાન થયું કે અહો! વિકારી કારકોની ક્રિયાને અનુસાર પરિણમવાનો મારો
સ્વભાવ નથી. અભેદસ્વભાવમાં એકત્વપણે શુદ્ધભાવરૂપે પરિણમવાનો જ મારો સ્વભાવ છે. શરીર–મન–
વાણીનો, પરજીવનો કે પુણ્ય–પાપનો કર્તા થઈને પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં એક
સમયપૂરતી વિકારની અમુક લાયકાત છે તેને ધર્મી જાણે છે, પણ તેને શુદ્ધસ્વભાવમાં ખતવતા નથી, તેને
આદરણીય માનતા નથી. માટે શુદ્ધસ્વભાવના આદરની દ્રષ્ટિમાં વિકારનો અભાવ જ વર્તે છે. જો વિકારના
અભાવરૂપ ત્રિકાળ નિર્દોષ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા વિકાર ભાવને જ જાણવામાં રોકાય તો ત્યાં એકાંત
પર્યાયબુદ્ધિરૂપ મિથ્યાત્વ થાય છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૪૭ શક્તિઓમાં આખા સમયસારનું દોહન કરીને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આ
સૂક્ષ્મ અંતરનો વિષય છે. ટૂંકામાં ઘણું રહસ્ય ભરી દીધું છે. અંતરમાં ઊંડો ઊતરીને સમજે તેને તેની ગંભીરતાના
મહિમાની ખબર પડે.
આ ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે; તે બધી શક્તિઓ કેવી છે?–(૧) આત્માની કોઈપણ શક્તિ
એવી નથી કે શરીરાદિ પરનું કાર્ય કરે; એટલે જે પરનું કર્તાપણું માને છે તેણે આત્માની શક્તિને ઓળખી નથી. (૨)
પર્યાયમાં એક સમય પૂરતો જે