Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
મોક્ષમાર્ગ
હે ભવ્ય! આવા મોક્ષમાર્ગમાં તારા આત્માને જોડ.
સમયસાર ગા. ૪૧૦–૧૧–૧૨માં આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ!! શુદ્ધ આત્માના આશ્રયે
વર્તતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે તેમાં જ તું તારા આત્માને જોડ, ને અન્ય
દ્રવ્યોમાં તારા આત્માને ન જોડ.
હે શ્રાવકો! કે હે શ્રમણો! અણુવ્રત કે મહાવ્રત સંબંધી જે શુભરાગ છે તે પરદ્રવ્યાશ્રિત છે, તે
આત્માને મોક્ષનું કારણ નથી; માટે તે શુભરાગને કે શ્રાવક અગર શ્રમણના બાહ્ય લિંગોને તમે મોક્ષનું
કારણ ન માનો; પણ સમ્યગ્દર્શન – જ્ઞાન–ચારિત્રને જ મોક્ષનું કારણ જાણીને તેમાં જ આત્માને જોડો.
બધાય અર્હંત ભગવંતોએ શુદ્ધ આત્માના આશ્રય વડે રત્નત્રયને સાધીને, અને શરીરાશ્રિત
દ્રવ્યલિંગને તથા વ્રતાદિના શુભ વિકલ્પોને છોડીને, મોક્ષને સાધ્યો છે. આ રીતે બધાય અર્હંતદેવોએ
પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસ્યો છે; માટે તે જ એક મોક્ષમાર્ગ છે–એમ
નિર્ણય કરીને હે જીવ! તેમાં જ તારા આત્માને જોડ.
दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बिंति
‘ચારિત્ર–દર્શન–જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે.’
બધાય અર્હંત ભગવંતોએ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગ તરીકે ઉપાસ્યા છે ને તેને
જ મોક્ષમાર્ગ કહ્યો છે, તો હે જીવ! તું બીજી રીતે મોક્ષમાર્ગ ક્યાંથી લાવ્યો? બીજો કોઈ મોક્ષમાર્ગ નથી;
માટે સમ્યગ્દર્શન–જ્ઞાન– ચારિત્રમાં જ તારા આત્માને જોડ.–આમ સૂત્રની અનુમતિ છે, આમ સંતોનો
આદેશ છે, ને આવો જ ભગવાનનો માર્ગ છે
હે ભવ્ય! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં તારા આત્માને જોડ.–
दंसणणाणचरिते अप्पाणं जुंज मोक्खपह
‘ચારિત્ર–દર્શન–જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને.’
હે મુમુક્ષુઓ! આ જ મોક્ષમાર્ગ તમારે સેવવા યોગ્ય છે. કેમ કે–
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा
આત્માનું તત્ત્વ–દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ છે; ને તે રત્નત્રયસ્વરૂપ જ મોક્ષમાર્ગ છે, માટે
મોક્ષાર્થી મુમુક્ષુઓએ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ એક જ સદા સેવવા યોગ્ય છે.
આવો સ્પષ્ટ મોક્ષમાર્ગ બતાવીને આચાર્યદેવ પ્રેરણા કરે છે કે–હે ભવ્ય! આવા મોક્ષમાર્ગમાં તું
તારા આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય
દ્રવ્યોમાં વિહાર ન કર.
‘તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર; નહિ વિહર પરદ્રવ્યો વિષે.
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે જ નિયમથી મોક્ષમાર્ગ છે, માટે હે ભવ્ય
જીવો! નિરંતર તેનું સેવન કરો.
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.