સ્વરૂપ અરૂપી છું ને બધાય આત્મા પણ એવા જ ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. આ શરીર દેખાય છે તે તો રૂપી–જડ–
અચેતન છે, તે હું નથી, અને બીજા શરીર દેખાય છે તે પણ આત્મા નથી, બીજા આત્માઓ તે શરીરથી જુદા છે.
અજ્ઞાની તો પોતાના આત્માને પણ શરીરરૂપ જ દેખે છે, શરીર તે હું જ છું એમ માને છે, અને બીજા આત્માઓને પણ
એ જ રીતે શરીરરૂપે જ દેખે છે. શરીર જડ છે ને આત્મા ચેતન છે–એમ તો બોલે, પણ વળી એમ માને કે ‘શરીરની
ક્રિયા આત્મા કરે છે, શરીરની ક્રિયાથી આત્માને લાભ–નુકસાન થાય’–તો તે શરીરને આત્મા જ માને છે, શરીરથી
ભિન્ન આત્માને ખરેખર તે માનતો નથી; અને તેને સમાધિ થતી નથી. દેહ તે જ હું–એમ દેહને જ જેણે આત્મા માન્યો
છે તેને દેહ છૂટતાં સમાધિ કેમ રહેશે? નજર તો દેહ ઉપર પડી છે એટલે તેને દેહ છૂટવાના અવસરે સમાધિ રહેશે નહિ.
જ્ઞાની તો પોતાના આત્માને દેહથી ભિન્ન જ જાણે છે, ચૈતન્યસ્વરૂપ જ હું છું, શરીર હું નથી–એવું તેને ભાન છે એટલે
દેહ છૂટવાના અવસરે પણ ચૈતન્યના લક્ષે તેને સમાધિ જ રહે છે. માટે ભેદજ્ઞાન કરીને અંતરમાં સ્વસંવેદનથી
ચિદાનંદસ્વરૂપ પોતાના આત્માને જાણવો તે જ સમાધિનો ઉપાય છે.
તથા બહારમાં સ્ત્રી–પુત્ર–ધન વગેરેને પણ પોતાના હિતરૂપ જાણીને ભ્રમથી વર્તે છે એમ હવે કહે છે–
वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः।।११।।
બાહ્યદ્રષ્ટિથી શરીરરૂપે જ દેખે છે, પણ શરીરથી ભિન્ન અંદરની ચૈતન્ય પરિણતિવાળો આત્મા છે તેને તે ઓળખતો
નથી. શરીરને જ અજ્ઞાની દેખે છે પણ આત્મા શું છે, આત્માના જ્ઞાનાદિ ભાવો શું છે તેને તે ઓળખતો નથી. જડ કર્મને
લીધે આત્માને વિકાર થાય–એમ માનનાર પણ ખરેખર આત્માને જડથી ભિન્ન ઓળખતો નથી. પોતાના આત્માને
જ્ઞાનાનંદસ્વરૂપે જાણ્યા વિના બીજાના આત્માની પણ વાસ્તવિક ઓળખાણ થતી નથી.