Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૧
શરીરથી જુદો છે, તે જાણનાર પોતે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જે જાણે છે તેને બાહ્ય
ઇન્દ્રિયવિષયોમાં ગૃદ્ધતા હોતી નથી, પુણ્યના ઠાઠ હોય તેમાં સુખબુદ્ધિ થતી નથી, ને પ્રતિકૂળતા હોય તેને દુઃખનું
કારણ માનતા નથી. સંયોગથી જુદો હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું–એમ ધર્મી જાણે છે. અલ્પ હર્ષ–શોક થાય પણ તે
કોઈ સંયોગને પોતાના માનીને હર્ષ–શોક થતા નથી. અજ્ઞાની ચૈતન્યસ્વરૂપને ચૂકીને આ જડ શરીરને જ પોતાનું
માને છે. આ શરીર તો જડ–કલેવર–મડદું છે, અજ્ઞાની તે મડદાને જ પોતાનું સ્વરૂપ માનીને અનાદિકાળથી
મડદાને સાથે લઈને ફરે છે,–પણ ‘આ શરીર તો જડ મડદું છે ને હું ચિદાનંદસ્વરૂપ જીવતો જીવ છું’–એમ ભાન
કરીને જડ–મડદાની મૂર્છા છોડતો નથી; તેને શરીર વહાલું લાગે છે, પણ ચૈતન્ય ભગવાન વહાલો લાગતો નથી.
જ્ઞાનીને તો એક પોતાનો ચૈતન્ય ભગવાન જ વહાલો છે. એ સિવાય સમસ્ત બાહ્ય પદાર્થોને પોતાથી ભિન્ન જાણે
છે, તેમાં ક્યાંય મૂર્છાતા નથી.
જુઓ, આ રામચંદ્રજી ધર્માત્મા છે, ચરમશરીરી આ જ ભવે મોક્ષ જનારા છે. અંતરમાં ભાન છે કે આ લક્ષ્મણ
વગેરેથી મારો આત્મા ભિન્ન છે. પણ હજી રાગ છે એટલે લક્ષ્મણના મડદાને છ મહિના સુધી સાથે લઈને ફરે છે. તેમના
પુત્રો (લવ–અંકુશ) આવીને પિતાજીને પગે લાગીને દીક્ષા લેવા ચાલ્યા જાય છે, પણ રામ તો લક્ષ્મણની પ્રીતિ આડે
કાંઈ બોલતા નથી. લક્ષ્મણના મડદાને ખવરાવવા–પીવરાવવા–નવરાવવાની ચેષ્ટા કરે છે.–ત્યાં બાહ્યદ્રષ્ટિવાળાને તો
એમ જ શંકા થાય કે શું આ જ્ઞાની!! પણ તેને જ્ઞાનીની દ્રષ્ટિની ખબર નથી. ખભે લક્ષ્મણનું મડદું પડયું છે ત્યારે પણ
દ્રષ્ટિ ચિદાનંદસ્વરૂપ ઉપર જ પડી છે, અમે તો ચિદાનંદસ્વરૂપ આત્મા છીએ. આ શરીર પણ અમે નથી તો પછી બીજાની
શી વાત!! અને આ રાગ પણ અમારું વાસ્તવિક સ્વરૂપ નથી. અમે તો અનંત જ્ઞાનઆનંદની શક્તિસ્વરૂપ જ છીએ.–
આવું અંર્તભાન જ્ઞાનીને નિરંતર વર્તે છે.
જુઓ, રાવણ જ્યારે સીતાને ઉપાડી ગયો ત્યારે સીતાજીના વિરહમાં રામચંદ્રજી ઝાડને અને પર્વતને પૂછે
છે કે અરે ઝાડ! તેં ક્યાંય મારી સીતાને દેખી!! અરે! સીતા ધર્માત્મા! પતિવ્રતા! એનું શું થયું હશે! અરે પર્વત!
તેં ક્યાંય મારી જાનકીને જોઈ!–એમ પહાડને પૂછે છે, પણ પર્વત કાંઈ બોલે?–છતાં આ પ્રસંગેય અંતરમાં દેહથી
પાર ને શોકથી પાર ચિદાનંદસ્વરૂપનું ભાન તેમને વર્તે છે. અજ્ઞાની તો પોતાના શરીરને આત્મા માને છે, ને
બીજામાં પણ શરીરને જ આત્મા તરીકે દેખે છે, પણ શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી.
આત્મા તો સદા જ્ઞાન– આનંદસ્વરૂપ જ છે–એમ પોતાના અંર્તવેદનથી જ જણાય છે. આત્મા પોતે અંતર જ્ઞાન–
આનંદસ્વરૂપ પરિણમ્યો તે પછી અચલપણે સ્થિર રહે છે, તેમાંથી કદી ચ્યૂત થતો નથી. માટે જ્ઞાન–આનંદસ્વરૂપ
આત્મા જાણવા જેવો છે. .. ૮–૯..
મૂઢ બહિરાત્મા અતીન્દ્રિય જ્ઞાનથી આત્માને જાણતો નથી, ને ઇન્દ્રિયજ્ઞાનથી માત્ર શરીરને જ જાણે છે ને તેને
જ આત્મા માને છે. આ શરીર તે જ હું છું, શરીરની બોલવાની–ચાલવાની ચેષ્ટાઓ તે બધી મારા આત્માની ચેષ્ટા છે–
એમ અજ્ઞાની માને છે; અને બીજામાં પણ બીજાના શરીરને જ આત્મા માને છે તથા તે આત્માથી અધિષ્ઠિત એવા
અચેતન શરીરની ચેષ્ટાઓને આત્માની જ ચેષ્ટા માને છે, પણ દેહ તો ચેતનરહિત છે ને આત્મા ચેતન સહિત છે–તેને
અજ્ઞાની જાણતો નથી;–એ વાત હવે દસમી ગાથામાં કહે છે–
स्वदेहसद्रशं द्रष्ट्वा परदेहमचेतनम्।
परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति।।१०।।
અતીન્દ્રિયજ્ઞાન વડે ચૈતન્યસ્વરૂપ આત્માને તો જાણ્યો નહિ, ને ઇન્દ્રિયજ્ઞાન વડે માત્ર અચેતન શરીરને જ જાણ્યું
ત્યાં અજ્ઞાનીને ‘શરીર જ હું છું’ એવી દેહબુદ્ધિ થઈ ગઈ; અને જેમ પોતામાં શરીરને આત્મા માને છે તેમ બીજાના
અચેતન શરીરને દેખીને તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન શરીરને
જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી.
જે દેહને જ આત્મા માનીને મૂર્છાઈ ગયો તેને અસમાધિ છે. અહીં સમાધિનો ઉપાય બતાવે છે. દેહાદિથી ભિન્ન
મારો આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપે જ ત્રિકાળ છે–એવા શ્રદ્ધા–જ્ઞાન કરવા તથા તેમાં એકાગ્રતા કરવી તે સમાધિ છે.
જ્ઞાની તો જાણે છે કે હું ચૈતન્ય–