પોષઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર
પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૧૪ સમાધિશતક ગા. ૮–૯–૧૦)
આ આત્મા દેહથી ભિન્ન, જ્ઞાન–આનંદસ્વરૂપ છે. કર્મ, શરીર અને વિકાર એ ત્રણેની ઉપાધિથી રહિત પોતાનો
સહજ જ્ઞાનાનંદસ્વભાવ છે–તેને જ્ઞાની સ્વસંવેદનથી જાણે છે. જેને આત્માની મુક્તિ કરવી હોય તેણે સ્વસંવેદનથી આવો
આત્મા જાણવા યોગ્ય છે. જ્ઞાની નિરંતર પોતાના આત્માને આવો જ અનુભવે છે. અજ્ઞાની દેહવાળો ને રાગવાળો જ
આત્મા માને છે, તે સંસારનું કારણ છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા તો હું છું, ને શરીર–કર્મ વગેરે તો જડસ્વરૂપ છે, તે હું નથી. રાગ પણ ઉપાધિરૂપ ભાવ છે,
તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે,–આવા ભેદજ્ઞાન વગર ધર્મ થતો નથી.
પ્રશ્નઃ– આ શરીર વગેરે બધું દેખાય છે ને?
ઉત્તરઃ– શરીર દેખાય છે પણ તે જડ છે એમ દેખાય છે. આત્મા કાંઈ જડ નથી. શરીરને જાણનારો
___________________________________________________________________________________
(૩) આત્માના સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવને ધર્મની ક્રિયા તરીકે સ્થાપી છે.
આ સિવાય શરીરાદિની જડની કિયાથી ધર્મ થાય કે પુણ્ય વગેરે વિકારી ક્રિયાથી ધર્મ થાય–એ વાત ભગવાને
સ્થાપી નથી પણ ઊથાપી છે.
જેમ ખાનદાન પિતા પોતાના પુત્રને શિખામણ આપે, તેમ આ આત્માના ધર્મપિતા ભગવાન સર્વજ્ઞ અને
સંતો શિખામણ આપે છે કે હે વત્સ! હે ભાઈ! શરીરની ક્રિયામાં કે રાગમાં ધર્મ માનવો તે તો બાહ્યવૃત્તિ છે, તે
બાહ્યવૃત્તિમાં તારી શોભા નથી માટે તે બાહ્યવૃત્તિને તું છોડ. બાહ્યભાવોથી ચિદાનંદ સ્વભાવને લાભ માનવો ને
તેમાં રમવું તે તો બહારચાલ છે, તેમાં તારું કુળ–તારું ચૈતન્યસ્વરૂપ લજવાય છે, તારા ચૈતન્યસ્વભાવની
ખાનદાનીમાં તે શોભતું નથી માટે તેને તું છોડ. તું અમારા કુળનો છો એટલે અમારી જેમ સર્વજ્ઞ–વીતરાગ
થવાનો તારો સ્વભાવ છે; તારામાં સર્વજ્ઞ અને વીતરાગ થવાની તાકાત ભરી છે, તેને તું સંભાળ! જુઓ આ
સર્વજ્ઞપિતાની શિખામણ! સર્વજ્ઞપ્રભુની શિખામણ સર્વજ્ઞ–વીતરાગ થવાની જ છે. જે પોતે વીતરાગ થયા તે રાગ
રાખવાની શિખામણ કેમ આપે? જે જીવ રાગને રાખવા જેવો માને છે તેણે સર્વજ્ઞપ્રભુની શિખામણ માની નથી,
તેથી તે સર્વજ્ઞદેવની આજ્ઞા બહાર છે, મિથ્યાદ્રષ્ટિ છે.
૩૯મી ભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.