શરીર જડ છે, તેના સંયોગ–વિયોગે મારી ઉત્પત્તિ કે નાશ નથી એમ અજ્ઞાની જાણતો નથી. વળી શરીરને જ
આત્મા માન્યો એટલે શરીરને પોષનારા પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને તે સુખકારી માને છે, તેથી બાહ્ય
વિષયોથી તે ખસતો નથી ને ચૈતન્ય સુખને જાણતો નથી; વિષયોના રસને લીધે ચૈતન્યના આનંદરસને ચૂકી જાય
છે, અને બાહ્યમાં પ્રતિકૂળતા આવે– રોગાદિ થાય–ત્યાં પોતાને દુઃખી માને છે. આ રીતે એકલા બાહ્યસંયોગથી જ
પોતાને સુખી–દુઃખી માનીને તેમાં જ રાગ –દ્વેષ–મોહથી પ્રવૃત્તિ કરે છે, અંતર્મુખ વળતો નથી.–આવો બહિરાત્મા
છે. ખરેખર કોઈપણ સંયોગ આત્માના ઉપકારી નથી, તે આત્મીય વસ્તુ નથી છતાં મોહને લીધે બહિરાત્મા તેને
આત્મીય માનીને ઉપકારી માને છે. જ્યાં અનુકૂળ સંયોગ મળે ત્યાં તેમાં જ સુખ માનીને સંતુષ્ટ થઈ જાય છે–
રાગમાં લયલીન થઈ જાય છે, અને જ્યાં તેનો વિયોગ થાય ને પ્રતિકૂળતા આવે ત્યાં મહા સંતાપ કરે છે–શોકમાં
તલ્લીન થઈ જાય છે; પણ રાગ–દ્વેષના ચક્કરથી છૂટીને ચૈતન્યની શાંતિમાં આવતો નથી. દેહાદિ સંયોગથી ભિન્ન
મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા સંયોગમાંથી રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની
અપૂર્વ શાંતિ થઈ જાય. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિવાય પુણ્ય–પાપથી કે બાહ્ય–સંયોગથી પોતાને જે ઠીક માને છે
તે બહિરાત્મા છે, તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે, પોતાના ચૈતન્યના ભિન્ન અસ્તિત્વને તે જાણતો
નથી. દેહ તે જ હું, ને દેહના સંબંધી તે બધાય મારા સંબંધી–એવો દ્રઢ અભિપ્રાય અજ્ઞાનીને ઘૂંટાઈ ગયો છે;
એટલે પર સાથેનો સંબંધ તોડીને પોતાના સ્વભાવ સાથે સંબંધ કરતો નથી–અર્થાત્ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કરતો
નથી, તેથી તેને સમાધિ થતી નથી.
બાહ્યચીજમાં એકતાબુદ્ધિથી રાગ–દ્વેષ તેને થતા નથી. અજ્ઞાની તો આત્માને દેહાદિ બાહ્ય સ્વરૂપ જ માને છે, દેહ
અને ઇન્દ્રિયો તથા બાહ્ય વિષયોને તે હિતરૂપ માને છે તેથી તે બાહ્ય પદાર્થોની પ્રીતિ છોડીને ચૈતન્ય તરફ કેમ
વળે? જેને હિતરૂપ માને તેનો પ્રેમ કેમ છોડે? જ્ઞાની કદી ચૈતન્યનો પ્રેમ છોડતા નથી, ને અજ્ઞાની બાહ્ય
વિષયોનો પ્રેમ છોડતો નથી. જેણે અંતરના ચૈતન્ય સ્વભાવને જ સુખરૂપ જાણ્યો છે તે અંતરાત્મા છે; ને બાહ્ય
વિષયોમાં જે સુખ માને છે તે બહિરાત્મા છે. આમ જાણીને બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવા માટે આ
ઉપદેશ છે.
येन लोकोड्गमेव स्वं पुनरप्यभिमन्यते।।१२।।
પણ પોતાની વિભ્રમબુદ્ધિને લીધે જ અવિદ્યાના સંસ્કાર છે. ચિદાનંદસ્વરૂપને ન જાણ્યું ને દેહને જ આત્મા માન્યો તે જીવ
ભલે ગમે તેટલા શાસ્ત્રો ને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે. ચેતન અને જડનું ભેદવિજ્ઞાન
જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે. અને ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય,–અરે! તિર્યંચ હોય, તો પણ જો અંતરમાં
ચૈતન્યસ્વરૂપ પોતાને દેહથી ભિન્ન જાણે છે તો તે સમ્યક્ વિદ્યાવાળો છે, તેને અનાદિના અવિદ્યાના સંસ્કાર છૂટી ગયા
છે..તે અંતરાત્મા છે..ધર્માત્મા છે..મોક્ષના પંથી છે.
આત્માને વિકાર કરાવે એમ માનનાર પણ