વિભ્રમને લીધે અજ્ઞાનીને અવિદ્યાના દ્રઢ સંસ્કાર એવા થઈ જાય છે કે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શરીરમાં જ
આત્મબુદ્ધિ કરે છે. મનુષ્ય શરીર મળ્યું ત્યારે ‘હું જ મનુષ્ય છું, હું તિર્યંચ નથી’ એમ માને છે, પણ જ્યાં
તિર્યંચ શરીર મળ્યું ત્યાં અવિદ્યાના સંસ્કારને લીધે એમ માને છે કે હું જ તિર્યંચ છું.–એ રીતે જે જે શરીરનો
સંયોગ મળ્યો તે તે શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. પણ હું તો અનાદિઅનંત ટકનારો ચૈતન્યમૂર્તિ છું,
શરીરરૂપ હું કદી થયો જ નથી–એમ અજ્ઞાની જાણતો નથી. શરીરને જ જીવ માને છે એટલે શરીર છૂટતાં જાણે
જીવ જ મરી ગયો–એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે. અજ્ઞાનીને જે અવિદ્યાના સંસ્કાર છે તે પોતાના ભ્રમને લીધે
જ છે, કોઈ કર્મને લીધે કે બીજાને લીધે નથી. અહીં તો એમ બતાવવું છે કે અરે ભાઈ! ભ્રમથી દેહને જ આત્મા
માનીને તું અત્યાર સુધી અનંત જન્મ–મરણમાં રખડયો, હવે દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને એ
ભ્રમબુદ્ધિ છોડ..બહિરાત્મદશા છોડ..ને અંતરાત્મા થા.
રહ્યો છે. શરીર તે હું એવી માન્યતા તે જ અનાદિનો ભ્રમણારોગ છે; તે રોગ ટળીને નિરોગતા કેમ થાય તેની
આ વાત છે. દેહ હું નથી, હું તો ચૈતન્ય છું, દેહની નિરોગતાથી મને સુખ નથી કે દેહના રોગથી મને દુઃખ નથી,
હું તો દેહથી પાર અતીન્દ્રિય ચૈતન્ય છું– આવા ચૈતન્યનું ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, ને
સમ્યગ્દર્શન આદિ નિરોગતા પ્રગટે છે–તે જ સુખ છે.
છેદાવ કે ભેદાવ તેથી હું કાંઈ છેદાતો–ભેદાતો નથી, દેહના વિયોગે મારો નાશ થતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપ અસંયોગી
શાશ્વત છું–આવી ભેદજ્ઞાનની ભાવનાથી આત્મજ્ઞાન કરે તો અવિદ્યાના સંસ્કારનો નાશ થઈ જાય છે. જેમ કૂવા ઉપરના
કાળા પથ્થરા પર દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને લીસા થઈ જાય છે, તેમ દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વની
વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિદ્યાના સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે,–અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે
છે.
स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं।।१३।।
નાંખે છે. આ રીતે બહિરાત્માને શરીરબુદ્ધિનું ફળ સંસાર છે, ને અંતરાત્માને આત્મબુદ્ધિનું ફળ મોક્ષ છે. જેમ લોકોમાં
એમ કહેવાય છે કે ચૂડેલ–ડાકણને જો બોલાવીએ તો તે વળગે છે, ને બોલાવો તો તે ચાલી જાય છે, તેમ આ શરીરરૂપી
ચૂડેલ છે, તે શરીરને જે પોતાનું માને છે તેને જ તે વળગે છે એટલે કે શરીર તે હું એવી મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ
સંસારમાં નવા નવા દેહ ધારણ કરીને જન્મ–મરણ કરે છે. દેહને પોતાથી ભિન્ન જાણીને, ચિદાનંદસ્વરૂપ આત્માને જે
સેવે છે–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,–ફરીને દેહનો સંયોગ થતો નથી. અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે
પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. પણ અશરીરી ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે
અશરીરી સિદ્ધ થઈ જાય છે.