માહઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
‘દેહ જ હું છું’–એવો દેહાધ્યાસ જો છૂટી જાય એટલે કે દેહથી પાર હું ચિદાનંદસ્વભાવ જ છું–એવું જો
સમ્યક્ભાન થાય તો તે આત્મા દેહાદિનો કે કર્મોનો કર્તા થતો નથી, તેમજ તેના ફળનો ભોક્તા પણ થતો નથી, તે તો
પોતાના આત્માને દેહાદિથી તથા કર્મોથી ભિન્ન જાણીને, પોતાના જ્ઞાનભાવનો જ કર્તા–ભોક્તા થાય છે.–ને તે જ ધર્મ
છે; માટે પહેલાં યથાર્થ ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ છે.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ ત્રીજ)
આત્માને અનાદિકાળથી કેમ અશાંતિ છે ને શાંતિ કેમ મળે–તે વાત ચાલે છે.
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા છે, તે શરીરથી જુદો જ્ઞાતાદ્રષ્ટા છે; આત્મા શરીરનો જાણનાર છે પણ પોતે શરીર
નથી. છતાં અજ્ઞાની એમ માને છે કે હું જ શરીર છું, શરીર મારું છે.–આવી ભ્રમબુદ્ધિને લીધે તે ચૈતન્યમાં એકાગ્ર થતો
નથી, પણ દેહની મમતાથી ફરી ફરીને નવા નવા શરીરો ધારણ કર્યા કરે છે, ને શરીરના લક્ષે દુઃખી–અશાંત થઈ રહ્યો
છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે જીવ! આ શરીર તું નથી, તું તો ચૈતન્યસ્વરૂપી અરૂપી છો; દેહથી ભિન્ન તારા
સ્વરૂપને જાણ તો તને શાંતિ થાય. દેહબુદ્ધિને લીધે અજ્ઞાની એમ માને છે કે હું કાળો, હું ધોળો, મને ઠંડી થઈ, મને
ગરમી થઈ, મને રોગ થયો;–એમ દેહની અવસ્થાઓને જ આત્મા માને છે. ઠંડું–ગરમ તો શરીર થાય છે, આત્મા કાંઈ
ઠંડો–ગરમ થતો નથી, આત્માને તો તેનું જ્ઞાન થાય છે, ત્યાં પોતાના જ્ઞાનને દેહથી જુદું ન જાણતાં, એકાકાર માનીને
પોતાને જ ઠંડી–ગરમી વગેરે થવાનું માને છે. આ રીતે જડ શરીરમાં જ મૂર્છાઈ ગયો છે તે અસમાધિ છે; ને ચૈતન્યમાં
સાવધાની તે સમાધિ છે.
એક બાજુ ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ આત્મા;
બીજી તરફ અચેતન જડ શરીર.
આમ બે ભાગ પાડીને ભેદજ્ઞાન કર્યું છે. શરીર અને શરીર સાથેના સંબંધી બધાય પરદ્રવ્યો તે મારા આત્માથી
બહાર છે, અને ચિદાનંદસ્વરૂપ આત્મા તે એક જ મારું અંર્તતત્ત્વ છે,–આમ નિજસ્વરૂપને ન જાણ્યું ને શરીરને પોતાનું
માન્યું ત્યાં અજ્ઞાનીને બહારમાં પરદ્રવ્યો સાથે સંબંધ લંબાણો, ને સંસાર ઊભો થયો.
આ શરીરને તો ‘ભવમૂર્તિ’ કીધી છે. આત્મા ચિદાનંદસ્વરૂપ છે તે આનંદની મૂર્તિ છે, ને આ દેહ તો ભવની
મૂર્તિ છે; તેથી જેને તે શરીરની રુચિ છે તે જીવ દીર્ઘ કાળ સુધી ભવભ્રમણ કરે છે. અરે! પરમ શુદ્ધ ભવરહિત આ
ભગવાન આત્માની પ્રીતિ છોડીને મૂઢ જીવો જડ શરીરની પ્રીતિ કરીને તેમાં સુખ માની–માનીને જડ સાથે જોડાણ કરે
છે. આત્મા સાથે દુશ્મનાવટ કરીને આત્માથી વિરુદ્ધ એવા જડ શરીર સાથે મિત્રતા (એકતાબુદ્ધિ–દેહાધ્યાસ) કરે છે, તે
જ ભવભ્રમણનું મૂળ છે. અનંતગુણસ્વરૂપ આત્માનું અસ્તિત્વ ચૂકીને જેણે દેહમાં જ પોતાનું અસ્તિત્વ માન્યું તે જીવ
દેહાધ્યાસને લીધે અનંત શરીરો ધારણ કરશે.
હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા, જાણવાની ક્રિયાનો જ કર્તા છું, શરીર તો જડ છે તે હાલે–ચાલે છતાં તેનામાં
જાણવાની ક્રિયા નથી. જાણવાની ક્રિયા તો મારી જ છે–એમ જાણવાની ક્રિયાસ્વરૂપ પોતાના આત્માને દેહથી ભિન્ન
ઓળખે તો દેહાધ્યાસ છૂટી જાય, ને અલ્પકાળે તેને દેહરહિત સિદ્ધપદ પ્રગટે.
આવો મનુષ્ય અવતાર પામવો અનંતકાળે દુર્લભ છે. આવો મનુષ્ય અવતાર પામીને અરે જીવ! તું વિચાર તો
કર કે “હું કોણ છું? ક્યાંથી થયો? ને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? કોની સાથે મારે સંબંધ છે?”–
“હું કોણ છું? ક્યાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે?
રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકભાવે
શાંતચિત્તે જો કર્યા
તો સર્વ આત્મિકજ્ઞાનનાં
સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.”
(– શ્રીમદ્ રાજચંદ્ર)
‘હું કોણ છું?’–આ દેહ તો હમણાં થયો, ખોરાક–પાણીથી તે ઢીંગલું રચાણું, હું તે નથી, હું તો