ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
જૈનશાસનના ચાર થાંભલા
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવે રચેલા
‘રત્નચતુષ્ટય’–સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ને
પંચાસ્તિકાય, આ ચાર શાસ્ત્રોના મહિમા બાબત
ગુરુદેવ ભાવપૂર્વક કહે છે કે, અહા! આ ચાર શાસ્ત્રો તો
જૈનશાસનના ચાર થાંભલા છે.. ચારે આરાધના આ
ચાર શાસ્ત્રોમાં ભરી છે.. શાસનના મહાભાગ્ય છે કે
આવી વાણી અખંડ રહી ગઈ. જ્યારે જ્યારે જે જે જીવો
શુદ્ધરત્નત્રયને પામ્યા કે પામશે ત્યારે ત્યારે તે બધા
જીવો અંતર્મુખ સ્વભાવને અવલંબીને જ પામ્યા છે ને
પામશે, બીજો માર્ગ નથી–આવા અંતર્મુખ રત્નત્રયમાર્ગ
ને પ્રકાશવામાં આ ચાર શાસ્ત્રો અજોડ રત્નો છે.
‘નિજ ભાવના અર્થે’
અને
‘માર્ગની પ્રસિદ્ધિ અર્થે’
આ નિયમસાર મુખ્યપણે મોક્ષમાર્ગનું પ્રતિપાદક
છે. તેના પહેલા સૂત્રમાં, ભગવાન કુંદકુંદ સ્વામી
માંગળિકરૂપે શ્રી વર્દ્ધમાન જિનનાથના ઉત્કૃષ્ટ જ્ઞાન–
દર્શનને યાદ કરીને–તેને ભાવીને, તેમને નમસ્કાર કરે
છેઃ અહો નાથ! આપ આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–દર્શન
શુદ્ધરત્નત્રયરૂપ નિયમસારની આરાધનાવડે પામ્યા..હું
પણ શુદ્ધરત્નત્રયને સાધતો સાધતો આપના માર્ગે આવું
છું..શુદ્ધ રત્નત્રયને નિજભાવના અર્થે હું આ શાસ્ત્ર રચું
છું. મોક્ષનો જે શુદ્ધમાર્ગ તેને હું આ શાસ્ત્રદ્વારા પ્રસિદ્ધ
કરું છું. આ રીતે ‘નિજ ભાવના અર્થે’ અને ‘માર્ગની
પ્રસિદ્ધિ અર્થે’ આચાર્ય ભગવાને આ શાસ્ત્ર રચ્યું છે.
(– પ્રવચનમાંથી)
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક અને પ્રકાશકઃ
હરિલાલ દેવચંદ શેઠઃ આનંદ પ્રિન્ટીંગ પ્રેસઃ ભાવનગર.