નથી.
ઊઠયો છે તેને પણ જ્ઞાનતત્ત્વથી ભિન્ન, મોહનું કાર્ય જાણે છે–તે અસ્થિરતાની ચેષ્ટા છે એમ જાણે છે એટલે તેનું જોર
વિકલ્પ ઉપર નથી જતું પણ જ્ઞાયકસ્વભાવ તરફ જ તેનું જોર રહે છે. તેથી તેને વિકલ્પ તૂટીને સ્વરૂપમાં સ્થિરતારૂપ
સમાધિ થાય છે.
પંચપરમેષ્ઠીપદમાં ભળેલા એવા શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે કે અરે! અમારા અતીન્દ્રિય આનંદના વેદનમાંથી
બહાર નીકળીને પરને સમજાવવાનો વિકલ્પ ઊઠે તે પણ નિરર્થક ઉન્મત્તવત્ ચેષ્ટા છે. જે શુભ રાગના વિકલ્પને
આચાર્યદેવ ઉન્મત્ત ચેષ્ટા કહે છે તે શુભરાગથી અજ્ઞાની મૂઢજીવો સંવર–નિર્જરા થવાનું માને છે. અરે! વીતરાગી
સંતોએ જેને ઉન્મત્તચેષ્ટા કીધી તેને મૂઢ જીવો ધર્મ માને છે, પણ તેમની તે માન્યતા ઉન્મત્ત જેવી છે. રાગ અને
ધર્મ વચ્ચેનો વિવેક નહિ જાણતા હોવાથી તેઓ ઉન્મત્ત જેવા છે. ભગવાન ઉમાસ્વામી તત્ત્વાર્થ સૂત્રજીમાં કહે છે કે
‘
શુભરાગથી ધર્મ માને છે તે પણ રાગને અને ધર્મને એકપણે માને છે એટલે સત્–અસત્ને એકપણે માને છે તેથી
તે મિથ્યાદ્રષ્ટિ ઉન્મત્ત છે. અહીં તો એવું મિથ્યાત્વ ટળ્યા પછી પણ. અસ્થિરતાના રાગની જે ચેષ્ટા છે તે પણ
નિરર્થક હોવાથી તેને ઉન્મત્ત ચેષ્ટા જાણીને, સંતો તે છોડીને સ્વરૂપમાં ઠરવાની ભાવના ભાવે છે–તેની વાત છે.
जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२०।।
છોડતો નથી; મારો આત્મા ક્રોધાદિ સ્વરૂપ નથી પણ સર્વથા સર્વનો જાણનાર જ છે.–આવો આત્મા જ હું છું–એમ
અંતરાત્મા પોતાના સ્વસંવેદનથી અનુભવે છે.
જ્ઞાનાદિને ‘ગૃહીત’ કહ્યા એનો અર્થ એમ નથી કે તેને આત્માએ નવા ગ્રહણ કર્યાં છે; પરંતુ અનાદિથી જ આત્મા
તે જ્ઞાનાદિસ્વરૂપ જ છે, તે સ્વરૂપથી આત્મા કદી છૂટતો નથી; અને ક્રોધાદિસ્વરૂપ કદી થઈ જતો નથી. ક્ષણિક
પર્યાયમાં ક્રોધાદિ છે પણ તે પર્યાય જેટલો જ આત્મા સમકિતી માનતો નથી, તે ક્રોધાદિને પોતાના સ્વરૂપથી
બાહ્ય જાણે છે, ને જ્ઞાનઆનંદમય સ્વભાવને જ તે પોતાના અંર્તસ્વરૂપે ગ્રહણ કરે છે. શ્રદ્ધાજ્ઞાનમાં જે
ચિદાનંદસ્વભાવને ગ્રહણ કર્યો તેને ધર્મી કદી છોડતા નથી, અને ક્રોધાદિને પોતાના સ્વરૂપમાં એકમેક માનીને કદી
ગ્રહણ કરતા નથી, તેને પોતાના સ્વરૂપથી જુદા જ જાણે છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્માને ક્રોધાદિથી જુદો
અનુભવવો તે અંતરાત્મા થવાનો ઉપાય છે.