Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૬
અહો! આ મારો આત્મા તો જ્ઞાન જ છે; તેને જ્ઞાનસ્વભાવથી બહાર લક્ષ જઈને જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ
નિરર્થક છે. આત્મા તો ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, ઇન્દ્રિયથી તો શરીર દેખાય છે, તે શરીર તો અચેતન–જડ છે, તેનામાં
એવી તાકાત નથી કે મારા ભાવને જાણી શકે. મારા ભાવને જાણનારો જે આત્મા છે તે તો ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થતો
નથી; માટે ઇન્દ્રિય તરફનો ઝૂકાવ છોડીને હું તો સ્વસન્મુખ એકાગ્ર રહું છું. આ મારા આત્મા સિવાય બીજું જે કાંઈ છે
તે બધુંય મારાથી બાહ્ય છે. જ્યારે ઇન્દ્રિયોથી બાહ્ય વેપાર થાય છે ત્યારે જીવ તો તેનાથી દેખાતો નથી, ને જડ દેખાય છે
તે તો કાંઈ સમજતું નથી, તો હું કોની સાથે જ્ઞાનને જોડું? કોની સાથે બોલું? કોને સમજાવું? જુઓ, આ ભેદજ્ઞાન!
આવું જ્ઞાન કરે ત્યાં પર–તરફનું જોર તૂટી જાય. જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વસંવેદનથી પોતે પોતાને જાણવો–એવો આનો
અભિપ્રાય છે. પછી બહારમાં વૃત્તિ જાય ને વિકલ્પ ઊઠે પણ તેના અભિપ્રાયનું જોર તો સ્વસંવેદન તરફ જ છે. મારા
વિકલ્પથી કાંઈ પર જીવો સમજતા નથી, તેમજ તે વિકલ્પ મને મારા સ્વસંવેદનમાં પણ સહાયક નથી,–આમ જાણીને
ધર્મી પોતાના સ્વભાવ તરફ વળે છે, ને તેમાં એકાગ્ર થાય છે–તેનું નામ સમાધિ છે. જેને આવું ભેદજ્ઞાન નથી ને ‘હું
બીજાને સમજાવી દઉં’ એવા અભિપ્રાયનું જોર છે તે કદી બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થતો નથી ને તેને રાગ–
દ્વેષરહિત સમાધિ થતી નથી.
અરે, મારા ચૈતન્યસ્વરૂપથી બહાર જ્યાં જોઉં છું ત્યાં બહારમાં તો જડ અચેતન શરીરાદિ દેખાય છે, તે
તો મડદું છે, તે મડદા સાથે હું શું બોલું? અને ચૈતન્યસ્વરૂપ જીવ અમૂર્ત છે તે તો બહારમાં દેખાતો નથી, જે
દેખાતો નથી તેની સાથે પણ હું શું બોલું? એટલે કે બહારમાં લક્ષ જ કરવા જેવું નથી; હું તો જ્ઞાયકસ્વરૂપ જ છું
ને મારા જ્ઞાયક–સ્વરૂપમાં જ હું રહીશ. વિકલ્પ ઊઠે ને પર લક્ષ જાય કે પરને સમજાવવાની વૃત્તિ ઊઠે તે મારું
સ્વરૂપ નથી, તેનાથી મને લાભ નથી; તેમજ બીજા જીવોને પણ વાણીથી કે વાણી તરફના લક્ષથી લાભ નથી, તે
જીવો પણ પરલક્ષ છોડીને પોતાના જ્ઞાયક–સ્વરૂપમાં વળશે ત્યારે જ તેમને લાભ થશે.–એમ જાણીને જ્ઞાની
અંતરમાં ઠરે છે.
જ્ઞાયકતત્ત્વમાંથી કાંઈ વાણીનો ધ્વનિ નથી ઊઠતો, તે વાણીનો ધ્વનિ તો જડપરમાણુઓમાંથી ઊઠે છે. વાણી
તરફનો વિકલ્પ ઊઠે તે પણ જ્ઞાયકતત્ત્વમાંથી નથી ઊઠતો, જ્ઞાન પર લક્ષમાં અટકતાં વિકલ્પ ઊઠયો છે, તે જ્ઞાનનું
સ્વરૂપ નથી. આવા જ્ઞાનસ્વરૂપને નક્કી કરે તો અંદર અપૂર્વ શાંતિ ને સમાધિ થાય.
।। ૧૮।।
બાહ્ય વિકલ્પ છોડીને, અંતરનો વિકલ્પ પણ છોડવા માટે ધર્મી વિચારે છે કે–
यत्परेः प्रतिपाद्योऽहं यत्परान् प्रतिपादये ।
उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ।।१९।।
હું ઉપાધ્યાયાદિ પરવડે પ્રતિપાદ્ય થાઉં એટલે કે બીજાવડે હું સમજું, કે હું બીજાને પ્રતિપાદન કરીને
સમજાવું,– આવો જે વિકલ્પ છે તે મારી ઉન્મત્ત ચેષ્ટા છે, કેમકે ખરેખર હું નિર્વિકલ્પ છું, વિકલ્પ વડે કે વચન વડે
ગ્રાહ્ય થાય એવું મારું સ્વરૂપ નથી.–આ રીતે જ્ઞાની અંતરંગ વિકલ્પોને પણ છોડીને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં ઠરવા
માંગે છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે પોતાથી જ સ્વસંવેદ્ય છે, પોતાની જાગૃતિ વગર બીજા કોઈથી સમજે એવો નથી.
માટે જ્ઞાતા–સ્વભાવથી બહાર વૃત્તિ જાય ને બીજા પાસેથી સમજવાની કે બીજાને સમજાવવાની વૃત્તિ ધર્મીને ઊઠે તે પણ
મોહની ચેષ્ટા હોવાથી તેને અહીં ઉન્મત્ત ચેષ્ટા કહી છે. ‘ઉન્મત્ત ચેષ્ટા’ નો અર્થ એમ ન સમજવો કે જે ઉપદેશ કરે તે
બધા અજ્ઞાની છે.–ઉપદેશની વૃત્તિ તો જ્ઞાનીને આવે; પણ ઉપદેશમાં ભેદથી પ્રતિપાદન થાય છે, તે ભેદદ્વારા અભેદ
આત્માનું ગ્રહણ થતું નથી માટે ભેદની વૃત્તિ ઊઠે તે ઉન્મત્ત ચેષ્ટા છે એટલે કે મોહનો ઉન્માદ છે; તે મારા જ્ઞાનનું સ્વરૂપ
નથી. મારા આત્માનું સ્વરૂપ તો નિર્વિકલ્પ–અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રાહ્ય છે, વિકલ્પથી ગ્રાહ્ય નથી–એમ જે નથી જાણતો, ને
બીજાના શબ્દોથી હું સમજી જાઉં કે હું વિકલ્પવડે બીજાને સમજાવી દઉં–એમ માને છે તેને તો મિથ્યાત્વનો મોટો ઉન્માદ
છે. ધર્મી જાણે છે કે વાણીથી કે વિકલ્પથી આત્મા ગ્રાહ્ય થાય તેવો નથી; વાણીમાં ને વિકલ્પમાં તો ભેદથી પ્રતિપાદન
આવશે. “આત્માદર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ છે” એમ પ્રતિપાદન કરે તો તેમાં પણ ભેદ છે, તે ભેદના લક્ષે આત્માના
નિર્વિકલ્પ