જિનેન્દ્રભગવાનનું તેમજ જિનેન્દ્રભગવાને કહેલા માર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાવીને પૂ. ગુરુદેવ ભક્તજનો ઉપર પરમ
ઉપકાર કરી રહ્યા છે.
પ્રતિષ્ઠા માટેના ખાસ મંડપમાં શ્રી જિનેન્દ્રભગવાનને બિરાજમાન કરીને ઝંડારોપણ કરવામાં આવ્યું, તથા
અંકુરારોપણ, જલયાત્રા અને સમવસરણ મંડલવિધાન થયું હતું. મંડલવિધાન પૂરું થતાં વૈશાખ સુદ સાતમે
શ્રીજિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો.
પ્રસંગે નગરી ઘણી સુશોભિત શણગારેલી હતી. અમદાવાદની બેન્ડપાર્ટી અને હાથીને લીધે આ જુલુસ ઘણું જ
પ્રભાવશાળી હતું, ને આખું શહેર તે જોવા ઉમટયું હતું. ગુરુદેવે માંગળિક સંભળાવ્યા બાદ યાગમંડલવિધાન (–જેમાં
ઇન્દ્રોદ્વારા પંચપરમેષ્ઠી વગેરેનું પૂજન થાય છે તે) થયું હતું.
જીવતું માનીને (એટલે કે તેને જ આત્મા માનીને) અનંતકાળથી તેને સાથે ફેરવી રહ્યો છે; મૃતકલેવરમાં ચૈતન્ય
ભગવાન મૂર્છાઈ ગયો છે. દેહની ચેષ્ટાઓથી જે પોતાને સુખી–દુઃખી માને છે, દેહની ક્રિયા હું કરું એમ માને છે, દેહની
ક્રિયાવડે ધર્મનું સાધન થાય એમ માને છે તે બધાય શરીરને જ આત્મા માનનારા છે, તેઓ પોતાના શ્રદ્ધા–જ્ઞાનરૂપી
ખભા ઉપર જડ મડદાને જ ધારણ કરીને ભવભ્રમણમાં રખડી રહ્યા છે. રામચંદ્રજીને તો જ્યારે ખભે લક્ષ્મણનું મડદું હતું
ત્યારે પણ અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં પોતાના ચિદાનંદસ્વભાવનું જ ગ્રહણ હતું, રાગનું કે દેહાદિનું એક ક્ષણ પણ ગ્રહણ ન
હતું. અરે! અજ્ઞાનદશામાં ચૈતન્યતત્ત્વને ચૂકીને ભ્રમથી જીવ કેવી કેવી વ્યર્થ ચેષ્ટાઓ કરી રહ્યો છે તેની તેને પોતાને
ખબર નથી. જ્યારે જીવ પોતે જ્ઞાની થયો ત્યારે તેને ખબર પડી કે અરે! પૂર્વે અજ્ઞાનદશામાં મેં કેવી નકામી ચેષ્ટાઓ
કરી!