Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
ભવ્ય જીવો
ઘોર સંસારના મૂળને અત્યંત પરિહરો
નિયમસારની ૧૧–૧૨મી ગાથામાં કહ્યું કે આત્માનું સહજ જ્ઞાન તે મોક્ષનું મૂળ છે, તેને પામીને
ભવ્યજીવો ઘોર સંસારના મૂળને પરિહરો. સમસ્ત શુભ કે અશુભ તે ઘોર સંસારનું મૂળ છે, તેને અત્યંત
પરિહરો એટલે કે સહજજ્ઞાનસ્વભાવને અત્યંત અંગીકાર કરો. શુભ કે અશુભ બંનેથી ઉપર જતાં જીવ
સમગ્ર શાશ્વતસુખને પામે છે.
જુઓ, આમાં અશુભની જેમ શુભને પણ ઘોર સંસારનું મૂળ કહ્યું. સંસારના મૂળને મોક્ષનું કારણ
માનીને સેવે તેનો ક્યાંથી આરો આવે?
બીજું, અશુભની જેમ શુભને પણ અત્યંત પરિહરવાનું કહ્યું, તે શુભને અંગીકાર કરતાં કરતાં
શુદ્ધતા કે સુખ નથી પમાતું, પણ તેનો અત્યંત પરિહાર કરવાથી (ને સહજ જ્ઞાનને અંગીકાર કરવાથી)
શુદ્ધતા કે સુખ પમાય છે.
વળી, શાશ્વતસુખ તે અશુભ ને શુભ એ બંનેથી ઉપર છે, એટલે શુભમાં રહીને સુખ નથી પમાતું
પણ તે શુભને ઓળંગીને તેનાથી ઉપર એવા સહજ જ્ઞાનસ્વભાવમાં ઊંડા ઊતરવાથી સુખ પમાય છે.
આ રીતે મોક્ષના મૂળરૂપ સહજજ્ઞાનસ્વભાવને ઓળખીને તેને અંગીકાર કરવાથી–અંતર્મુખ થઈને
તેમાં ઊંડા ઊતરવાથી–ભવ્યજીવને ઘોર સંસારનું મૂળ છેદાઇ જાય છે, ને તે શાશ્વતસુખને પામે છે.
શુભ પોતામાં થાય છે માટે તેને ‘અભૂતાર્થ’ ન કહેવાય–એમ નથી. શુભ ભાવ પોતાની પર્યાયમાં
થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ નથી થતી, તેથી તેને ‘અભૂતાર્થ’ કહેવામાં આવે છે. પોતાની
પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી–એમ કાંઈ ‘અભૂતાર્થ’ નું તાત્પર્ય નથી, પણ તેના આશ્રયથી કલ્યાણની
પ્રાપ્તિ થતી નથી કેમકે તે સ્વભાવભૂત નથી–એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને ‘અભૂતાર્થ’
કહે છે. ત્રિકાળી એકરૂપ રહેનાર દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે, તે ભૂતાર્થસ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે;
અને તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. અભૂતાર્થ કહો કે
પરિહરવાયોગ્ય કહો, તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ છેદાઇ
જાય છે ને જીવ પરમ શાશ્વત સુખને પામે છે.
(નિ. કળશ–૧૮ના ઉપરના પ્રવચનમાંથી)
અનંત ચતુષ્ટયનો નાથ
મોક્ષની પ્રાપ્તિ માટે કેવા આત્માને ભાવવો, તે કહે છેઃ સ્વાભાવિક અનંત ચતુષ્ટયથી જે સદા સનાથ છે
એવા આત્માને સહજ ચિદ્દવિલાસરૂપે ભાવવો. રાગના સ્વામીપણે આત્માને ન ભાવવો, અલ્પજ્ઞતાવાળા
આત્માને ન ભાવવો, પણ કારણરૂપે અનંત ચતુષ્ટયથી સદા પરિપૂર્ણ જેનો સહજ ચૈતન્યવિલાસ છે એવા
આત્માને ભાવવો. ભાવના એટલે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા;
સ્વભાવમાં તો અનંતચતુષ્ટયની તાકાત સદાય પડી છે, તે સ્વભાવ. ચતુષ્ટયથી આત્મા ‘સનાથ’ છે,
અને સહજ ચૈતન્યરૂપે તેનો વિલાસ છે, આવા આત્મામાં એકાગ્ર થઈને તેની ભાવના કરવાથી કેવળજ્ઞાનાદિ
અપૂર્વ ચતુષ્ટય પ્રગટે છે. આ રીતે સહજ ચૈતન્યવિલાસરૂપે આત્માની ભાવના કરવી તે મોક્ષમાર્ગ છે.
અહા, આત્મા તો સહજ ચતુષ્ટયનો ધણી છે, ત્રણે કાળે તેની પાસે અનંતચતુષ્ટયની તાકાત ભરેલી છે;
પણ જીવે અનંતચતુષ્ટયના નાથની કદી ભાવના કરી નથી, તે અનંતચતુષ્ટયના નાથની જે ભાવના કરે તે
મુક્તિસુંદરીનો નાથ થાય છે.
(પ્રવચનમાંથી)
___________________________________________________________________________________
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદઃ શેઠ આનંદ પ્રિ. પ્રેસ– ભાવનગર.