Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 29

background image
જેઠઃ ૨૪૮૪ ઃ ૨૭ઃ
આજુબાજુમાં શ્રી સીમંધર ભગવાન તથા શ્રી આદિનાથભગવાન બિરાજમાન છે, તથા ઉપરના ભાગમાં શ્રી ચંદ્રપ્રભ
ભગવાન બિરાજમાન છે. ભાવપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા બાદ જિનમંદિરમાં સમયસારજી શાસ્ત્રની સ્થાપના
પણ ગુરુદેવના કરકમળથી થઈ હતી. અને જિનમંદિર ઉપર કલશ તથા ધ્વજ ચઢાવવામાં આવ્યા હતા...વીતરાગી
જિનમંદિરમાં બિરાજમાન વીતરાગી ભગવંતોની શાંતમુદ્રા દેખીદેખીને ભક્તજનોનાં હૈડાં ઠરતા હતા..
ભગવંતોની પ્રતિષ્ઠા બાદ તરત જ શાંતિયજ્ઞ થયો હતો અને પછી શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી
હતી. આ રથયાત્રા ઘણી જ પ્રભાવક હતી. ભગવાન સન્મુખ અજમેર ભજનમંડળીની સતત ભક્તિ અને નૃત્ય, હાથી
ઉપર ફરકતો ધર્મધ્વજ, વચ્ચે બેન્ડના વાજિંત્રનાદ, અને ભક્તોનો અપાર ઉત્સાહ,–એ દ્રશ્યોથી રથયાત્રા બહુ જ
શોભતી હતી, ભક્તો અને નગરજનો આવી સુંદર રથયાત્રા દેખીને આશ્ચર્ય પામતા.
પરમપૂજ્ય ગુરુદેવના મહાન પ્રતાપે લીંબડી શહેરમાં દિગંબર જૈનમંદિર બંધાયું અને તેમાં જિનેન્દ્ર ભગવંતોની
પ્રતિષ્ઠાનો આવો ભવ્ય મહોત્સવ ઊજવાયો. ઝાલાવાડમાં આ પંચકલ્યાણક ઉત્સવ પહેલવહેલો જ હતો...સૌરાષ્ટ્રના
લોકોને થોડા વર્ષો પહેલાં ખબર પણ ન હતી કે દિગંબર જૈનધર્મ તે શું છે!! તેને બદલે આજે ગુરુદેવના પ્રતાપે
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર દિ. જૈનધર્મના ઊંડાં મૂળ રોપાયા છે અને દિનદિન જૈનશાસનની પ્રભાવના વધતી જાય છે. આજે તો
જાણે આખું સૌરાષ્ટ્ર તીર્થધામ બની ગયું છે. પ્રતિષ્ઠા પ્રસંગે લીંબડીના ભાઈઓને પણ ઘણો ઉલ્લાસ હતો. જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ઉલ્લાસપૂર્વક કરાવવા માટે લીંબડીના ભાઈઓ–ખાસ કરીને
મનુસુખલાલભાઈ ફૂલચંદભાઈ, હિંમતલાલભાઈ, કેશવલાલભાઈ વગેરેને અનેક ધન્યવાદ ઘટે છે. ચૂડાવાળા ભાઈશ્રી
લીલાધર માસ્તરે આ પ્રતિષ્ઠામાં ભગવાનની અને શાસ્ત્રીજીની પ્રતિષ્ઠા માટે જે ઉમંગ બતાવ્યો તે પણ પ્રશંસનીય હતો.
ઇંદોરના પંડિત શ્રી નાથુલાલજી શાસ્ત્રી પ્રતિષ્ઠાચાર્ય હતા, તેઓ દરેક પ્રસંગની વિગતવાર સમજણ આપીને બહુ સુંદર
રીતે દરેક વિધિ કરાવતા હતા; નિઃસ્પૃહભાવે પ્રતિષ્ઠાવિધિ કરાવવા બદલ તેમને પણ ધન્યવાદ ઘટે છે. પ્રતિષ્ઠાના દિવસે
સાંજે જિનમંદિરમાં સુંદર ભક્તિ થઈ હતી. બીજે દિવસે ગુરુદેવે પણ જિનેન્દ્રદેવની એક સ્તુતિ કરી હતી અને વૈશાખ સુદ
પૂર્ણિમાએ લીંબડીથી ચૂડા તરફ વિહાર કર્યો હતો.
* * * * *
“હવે લીધા લીધા!”
એક ડોસીમા મીઠાં ચીભડાં વેચવા આવ્યા...એક માણસને ચીભડાં લેવાનું
મન થયું...(ચીભડાંનો ભાવ બે આને શેર હતો.) પાંચ શેરનું ચીભડું લઈને તેણે
પૂછયુંઃ ડોશીમા! આનું શું લેશો? ડોશીમા કહેઃ દસ આના થાય પણ એક આનો
ઓછો આપજો. તે માણસ કહેઃ ચાર આનામાં આપવું છે! “લીધા...લીધા..!”
કહેતાક ડોશીમાએ ચીભડું પાછું લઈ લીધું..
તેમ ધર્મની કિંમત સમજ્યા વગર ઘણા લોકો કહે છે કે અમારે ધર્મ કરવો
છે...પરંતુ ધર્મને માટે આત્માને સમજવા જે અંતરપ્રયત્ન કરવો જોઈએ તે તો
કરતા નથી, ને શરીરની ક્રિયાથી કે શુભરાગથી જ ધર્મ થઈ જવાનું માને છે, –પરંતુ
એ રીતે કદી ધર્મની પ્રાપ્તિ થાય નહિ. જ્ઞાની કહે છે કેઃ ભાઈ! ધર્મ તો અપૂર્વ ચીજ
છે, તે એવી સાધારણ ચીજ નથી કે રાગ વડે મળી જાય...અંતરસ્વભાવના અપૂર્વ
પુરુષાર્થરૂપી કિંમત વગર ધર્મ મળે નહિ, માટે આત્માની સમજણનો પ્રયત્ન કરવો
જોઈએ. ત્યાં જે એમ કહે છે કેઃ “અમારે આત્મા સમજવો નથી, અમને તો આ
બાહ્યક્રિયા ને રાગાદિ કરતાં કરતાં ધર્મ થઈ જશે.”–તો જ્ઞાની કહે છે કેઃ “
કર્યો...કર્યો...તેં ધરમ!!” આત્માને સમજ્યા વગર તને કદી ધર્મ થાય–એમ
બનવાનું નથી. ધર્મમાં મૂળ રીત જ આત્માની સમજણ કરવી તે છે; એની જે ના
પાડે છે તેને તો ધર્મની ખરી દરકાર જ નથી. ‘ધર્મ કરવો છે’ એમ તે ભલે કહેતો
હોય પણ ધર્મની ખરી કિંમત તેને ભાસી નથી.
– લાઠીમાં રાત્રિચર્ચા ઉપરથી.