Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 29

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૧૭૬
લોકાંતિક દેવોએ ભક્તિપૂર્વક ભગવાનના વૈરાગ્યનું અનુમોદન કર્યા બાદ, તરત ઇન્દ્રો અને દેવો જયજયકાર
કરતા પાલખી લઈને ભગવાનનો દીક્ષાકલ્યાણક ઊજવવા આવ્યા. શ્રી આદિનાથ ભગવાન પાલખીમાં
બિરાજમાન થયા. દેવેન્દ્રો અને રાજેન્દ્રોનો સમૂહ ભગવાનની પાલખી ઊંચકવા કટિબદ્ધ થયો...અહા!
તીર્થંકરનાથની પાલખી ઊંચકવાનો ઉત્સાહ કોને ન હોય? અહીં દેવો અને રાજાઓ વચ્ચે એક વિવાદ ઉપસ્થિત
થયો...દેવો કહેઃ ભગવાનની પાલખી પહેલાં અમે ઊઠાવીએ, ને રાજાઓ કહે કે પહેલાં અમે ઊઠાવીએ.–છેવટે
એમ નિર્ણય થયો કે જેઓ ઠેઠ સુધી ભગવાનની સાથે રહી શકે–દીક્ષા વખતે પણ ભગવાન સાથે રહી શકે એટલે
કે ભગવાનની સાથે દીક્ષા લ્યે–તેઓ ભગવાનની પાલખી પહેલાં ઊઠાવે.–એ વાત થતાં દેવો ઝંખવાણા પડી ગયા,
કેમકે દેવોને મુનિદીક્ષા હોતી નથી. તેથી રાજાઓ પ્રથમ ભગવાનની પાલખી ઉઠાવીને સાત પગલાં ચાલ્યા,
ત્યારબાદ વિદ્યાધરો સાત પગલાં ચાલ્યા, અને પછી દેવો પાલખી લઈને ગગનમાર્ગે દીક્ષાવનમાં આવ્યા. અને
દીક્ષાવનમાં એક વૃક્ષ નીચે વૈરાગ્યમય વાતાવરણમાં દીક્ષાવિધિ થઈ...સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને ભગવાન
સ્વયંદીક્ષિત થયા..ને અપ્રમત્ત આત્મધ્યાનમાં લીન થયા...તુરત જ મનઃપર્યય જ્ઞાન થયું. ભગવાનની દીક્ષા બાદ
દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચનદ્વારા મુનિદશાનું સ્વરૂપ બતાવ્યું હતું અને એ ધન્ય અવસરની
ભાવના ભાવી હતી...પ્રવચન બાદ અજમેર ભજનમંડળીએ મુનિભક્તિ કરી હતી–
મારા પરમદિગંબર મુનિવર આયા,
સબ મિલ દરશન કર લો...હાં...સબ મિલ૦
બાર બાર આનો મુશકિલ છે,
ભાવભક્તિ ઉર ધર લો...હાં...ભાવભક્તિ૦
ઇત્યાદિ ભજનો ગવાયા હતા. ભગવાનની દીક્ષાપ્રસંગનો વરઘોડો ઘણો ભવ્ય હતો...સૌથી આગળ હાથી ઉપર
ધર્મધ્વજ ફરકતો હતો, ને પાલખી આરૂઢ ભગવાનની સન્મુખ અજમેરમંડળી ભજનનૃત્ય કરી રહી હતી.. દીક્ષાવિધિ
બાદ, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.. વિચરશું કવ આદિપ્રભુને પંથ જો..” એમ ભાવના ભાવતાં ભાવતાં
ભક્તજનો પાછા ફર્યા...ને ભગવાનના કેશનું ક્ષીરસમુદ્રમાં ક્ષેપણ કર્યું.
ત્યારબાદ શ્રી ઋષભદેવ–મુનિરાજના આહારદાનની વિધિ થઈ હતી...ઋષભમુનિરાજ એક વર્ષ ઉપરાંતના
ઉપવાસ બાદ આહાર માટે નીકળ્‌યા છે...અને ભક્ત–શ્રાવકો પડગાહન કરીને નવધા ભક્તિપૂર્વક ઋષભમુનિરાજને
ઇક્ષુરસનું આહારદાન દે છે–એ દ્રશ્ય દર્શનીય હતું. આહારદાનનો પ્રસંગ શેઠ શ્રી મનુસુખલાલ ગુલાબચંદને ત્યાં થયો
હતો. આહારદાન પછી ભગવાન જ્યારે પાછા પધાર્યા ત્યારે અનેક ભક્તજનો ખૂબ જ ભક્તિ કરતા કરતા ભગવાનની
સાથે જતા હતા.
બપોરે પૂ. ગુરુદેવના મંગલ હસ્તે જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ (ૐ अर्हं नमઃ ઇત્યાદિ મંત્રાક્ષરોની
લેખનવિધિ) થઈ હતી, પૂ. ગુરુદેવ ઘણા ભાવપૂર્વક જિનબિંબો ઉપર અંકન્યાસ કરતા હતા, તે દેખીને ભક્તોને આનંદ
થયો હતો.
અંકન્યાસવિધાન બાદ ભગવાનના કેવળજ્ઞાનકલ્યાણકનો ઉત્સવ થયો હતો...સમવસરણમંડલમાં ગંધકૂટી
ઉપર ભગવાન બિરાજતા હતા, ઇન્દ્રોએ કેવળજ્ઞાનનું પૂજન કર્યું; ત્યારબાદ, ભગવાને દિવ્યધ્વનિમાં શું કહ્યું–તે
ગુરુદેવે પ્રવચનદ્વારા સમજાવ્યું હતું. રાત્રે વીંછીયા પાઠશાળાના બાળકોએ “નેમ–વૈરાગ્ય” નો સુંદર સંવાદ
ભજવ્યો હતો.
વૈશાખ સુદ તેરશની સવારમાં, કૈલાસપર્વત ઉપર શ્રી આદિનાથ ભગવાન બિરાજે છે ને ત્યાંથી નિર્વાણ પામે છે.
–એ રીતે નિર્વાણકલ્યાણક પ્રસંગ થયો હતો. ભગવાનનો મોક્ષ પોષ વદ ચૌદસે થયો હતો; પોષ વદ ચૌદસને શાસ્ત્રીય
રીતે માહ વદ ચૌદસ કહેવાય છે. માહ વદ ચૌદસને મહાશિવરાત્રી તરીકે આજે ઘણા લોકો ઊજવે છે. નિર્વાણ કલ્યાણક
થતાં પંચકલ્યાણક પૂરા થયા હતા.
પંચકલ્યાણક બાદ, પ્રતિષ્ઠિત થયેલા શ્રી પાર્શ્વનાથાદિ જિનેન્દ્ર ભગવંતો જિનમંદિરે પધાર્યા હતા...ભગવાન
પધાર્યા ત્યારે ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો ને ચારે બાજુ આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગુરુદેવના પ્રતાપે
જિનેન્દ્ર દેવનો ભેટો થતાં સૌ ભક્તોના હૈયાં હર્ષથી પુલકિત થતા હતા.
લીંબડી શહેરનું જિનમંદિર ઘણું ભવ્ય અને સુંદર છે. લગભગ પપ હજાર રૂા. ના ખર્ચે તે તૈયાર થયું છે. તેમાં
મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની