Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
જેઠઃ ૨૪૮૪ઃ ૨પઃ
લીંબડીનું દિગંબર જૈન મંદિર
રાજામહારાજાઓ આવીને ભક્તિપૂર્વક ભેટ ધરે છે; તથા સર્પનૃત્ય વગેરે સુંદર દ્રશ્યો થયા હતા. ભગવાને ઘણા
વર્ષો સુધી રાજ્ય કર્યું, ને પ્રજાને બ્રાહ્મીવિદ્યા, લેખનવિદ્યા, રાજવિદ્યા વગેરેનું જ્ઞાન આપ્યું...અનુક્રમે ભગવાનની દીક્ષાનો
અવસર આવ્યો.
વૈશાખ સુદ ૧૨ના રોજ સવારમાં ભગવાનનો દીક્ષા કલ્યાણક થયો હતો. સવારમાં, ભગવાનનો
રાજદરબાર ભરાયો છે ને દેવીઓ ભક્તિપૂર્વક નૃત્ય કરી રહી છે. નીલંજસા નામની દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં
નૃત્ય કરતાં કરતાં જ તેનો દેહ વિલય થઈ જાય છે, અને તેને સ્થાને તરત જ જો કે બીજી દેવી ગોઠવાઈ જાય
છે, તો પણ ભગવાનના ખ્યાલમાં તે વાત આવી જાય છે, અને સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને તેઓ
સંસારથી વિરક્ત થાય છે, ને બાર વૈરાગ્યભાવનાઓના ચિંતનપૂર્વક દીક્ષા લેવા માટે તૈયાર થાય છે તરત જ
લોકાંતિક દેવો આવે છે, ને ભગવાનની સ્તુતિ કરીને તેમના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કેઃ હે નાથ!
આપશ્રી જે પરમ વૈરાગ્યભાવનામાં ઝૂલી રહ્યા છો તેને અમારું અનુમોદન છે...હે પ્રભો! આ સંસારના ભોગ
ખાતર આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર આપનો અવતાર છે. પ્રભો, ચૈતન્યના
આનંદસાગરમાં લીન થઈને આપ શીઘ્ર કેવળજ્ઞાન પામો, અને આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષોથી બંધ રહેલા
મોક્ષનાં દ્વારને આપની દિવ્યવાણીવડે ખુલ્લાં કરો.
હે નાથ! મિથ્યાત્વાદિ ભાવોને જીવોએ અનંતવાર પૂર્વે ભાવ્યા છે પણ સમ્યક્ત્વાદિ ભાવોને પૂર્વે કદી ભાવ્યા
નથી. પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ ભાવનાને–રત્નત્રયભાવનાને–આપ ભાવી રહ્યા છે, તે ભાવનાને અમારું અત્યંત
અનુમોદન છે...ને અમે પણ એ જ ધન્ય મુનિદશાને ઝંખી રહ્યા છીએ.” આ પ્રમાણે