Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 29

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક જેઠ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
પોતાના ધર્મનું કે મોક્ષનું સાધન થવાની શક્તિ આત્મામાં છે; નિમિત્ત અને રાગ જો ધર્મનું ખરું સાધન
હોય તો શું આત્મામાં પોતાના ધર્મનું સાધન થવાની તાકાત નથી? જો પોતામાં તાકાત ન હોય તો બીજો શું
કરે? અને જો પોતામાં જ સાધન થવાની તાકાત છે તો બીજા સાધનની ઓશીયાળ ક્યાં રહે છે? પણ જીવોને
પરાધીન દ્રષ્ટિ છૂટતી નથી એટલે કંઈક નિમિત્ત ને કંઈક રાગ મને ધર્મનું સાધન થશે–એમ માને છે, પણ
અંર્તસ્વભાવ તરફ વળીને પોતાના આત્માને જ સાધન બનાવતો નથી. ભગવાનની વાણી એમ બતાવે છે કે
અહો જીવો! પરથી પરમ વૈરાગ્ય કરીને ચૈતન્યસ્વરૂપ તરફ વળો. પરથી–રાગથી કંઈ પણ લાભ થાય એમ જે
માને તેને પરમવૈરાગ્ય હોતો નથી. અહો! જિનવાણીમાતા તો ચૈતન્યના નિર્વિકલ્પ રસનું પાન કરાવનારી છે;
નિર્વિકલ્પ અમૃતનું પાન પર તરફના વલણથી નથી થતું, સ્વ તરફના વલણથી જ થાય છે; એટલે સ્વભાવ તરફ
વળવું તે જ જિનવાણીનો ઉપદેશ છે.
અહા! ભગવાનની વાણી ભવ્યજીવોને અમૃતપાન કરાવીને ભવસમુદ્રથી તારનાર છે. ભવ્યજીવો પોતાના
કર્ણરૂપી ખોબા ભરી ભરીને તેનું પાન કરે છે. પરથી અત્યંત વિરક્ત થઈને સ્વરૂપસન્મુખ થવાનું જિનવાણી બતાવે છે,
અને એ રીતે સ્વરૂપ–સન્મુખ થતાં જ સમ્યજીવોને નિર્વિકલ્પ અમૃતરસનું પાન થાય છે, તેથી જિનવાણીએ જ અમૃતનું
પાન કરાવ્યું–એમ કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે–
“વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.”
ભગવાન સર્વજ્ઞ અને સંતોને પોતાના આત્મામાં પરમ શાંત ચૈતન્ય રસનું વેદન થયું છે, અને તેમની વાણી પણ
પરમશાંતરસનું મૂળ છે; તે વીતરાગની વાણી યથાર્થપણે ઝીલતાં ભવ્ય જીવોને આત્મામાં પરમ શાંત રસનું વેદન થયા
વિના રહેતું નથી. વીતરાગની વાણી વીતરાગતા કરાવનારી છે, ક્યાંય પણ રાગને પોષે તે વીતરાગની વાણી નહિ.
મુક્તપુરુષોની વાણી તો મુક્તિ તરફ જ લઈ જનારી છે, વીતરાગી મોક્ષમાર્ગનો જ આદેશ દેનારી છે. જે મોક્ષાર્થી–
પુરુષાર્થી છે તે તો આવી વીતરાગવાણી કાને પડતાં જ વીતરાગી પુરુષાર્થથી ઊછળી જાય છે કે અહા, આ વાણી! આવી
મનોહર અપૂર્વ વાણી! આવો અચિંત્ય સ્વભાવ દર્શાવનારી વાણી! જે જીવને અંતરમાં વીતરાગતાનો આવો પુરુષાર્થ
નથી, ને કાયરપણે રાગને સાધન માને છે, તે કાયરને વીતરાગની વાણી પ્રતિકૂળ છે, જેમ સાકર છે તો મીઠીમધુરી, પણ
ગધેડાને પ્રતિકૂળ પડે છે, તેમ વીતરાગની વાણી તો મીઠી મધુરી, પરમશાંતરસની દાતાર છે પણ વિપરીતદ્રષ્ટિવાળા
કાયરને તે પ્રતિકૂળ પડે છે. કેમકે તેને રાગની રુચિ છે તેથી વીતરાગી તાત્પર્યવાળી વાણી તેને ક્યાંથી રુચે? વીતરાગ
ભગવાનની વાણી તો જીવને અંતર્મુખ લઈ જઈને ચૈતન્યના પરમ શાંત અમૃતરસનું પાન કરાવે છે, ને પુરુષાર્થી ભવ્ય
જીવ જ તેને યથાર્થપણે ઝીલી શકે છે.
(–નિયમસાર ગા. ૮ ઉપરના પ્રવચનમાંથી.)