Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ઃ ૯ઃ
થી વ્યાવૃત્ત (ભિન્ન) પણાને લીધે આત્મારૂપી જ એક અગ્રમાં (ધ્યેયમાં) ચિંતાને રોકે છે...તે...ખરેખર શુદ્ધાત્મા હોય
છે.” જુઓ, ધર્મી પોતાના આત્મામાંથી પરદ્રવ્યનો સંબંધ ખંખેરી નાંખે છે, ને એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપે જ પોતાના
આત્માને ધ્યાવે છે. “પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ સહજ
જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામીલક્ષણાદિ સંબંધી નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર
નિર્મમત્વ જ છે.”–મોક્ષ–અધિકારી જીવ આવા જ્ઞાયકસ્વભાવી આત્માનો નિર્ણય કરીને સર્વ ઉદ્યમથી પોતાના
શુદ્ધાત્મામાં જ પ્રવર્તે છે. (જુઓ, પ્રવચનસાર ગા. ૨૦૦ ટીકા) જે જીવ પર સાથે કર્તાકર્મપણું, સ્વ–સ્વામીપણું વગેરે
સંબંધ જરા પણ માને તે જીવ પરનું મમત્વ છોડીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં પ્રવર્તી શકતો નથી, તે તો રાગ–દ્વેષ–
મોહમાં જ પ્રવર્તે છે, તે ખરેખર મોક્ષનો અધિકારી નથી.
જુઓ, આ આત્માને કોની સાથે ખરો સંબંધ છે તે બતાવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
“હું કોણ છું? ક્યાંથી થયો?
શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે!
રાખું
કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક
શાંતભાવે
જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં
સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.”
ધર્મી જાણે છે હું તો જ્ઞાનદર્શનસ્વભાવી આત્મા છું; જ્ઞાન–દર્શનસ્વભાવ જ મારું સ્વ છે ને તેનો જ હું સ્વામી છું.
એ સિવાય બીજા કોઈનો હું સ્વામી નથી, તેમજ બીજું કોઈ મારું સ્વામી નથી. આ કુટુંબ–સ્ત્રી–પુત્ર–ધન–શરીર તે કોઈ
મારું સ્વ નથી ને હું તેનો સ્વામી નથી. નિયમસારમાં કહે છે કે આ સ્ત્રીપુત્રાદિક કોઈ તારા સુખ–દુઃખના ભાગીદાર થતા
નથી, તે તો પોતાની આજીવિકા માટે ધૂતારાઓની ટોળી તને મળી છે. જો તું એને પોતાના માનીશ તો તું ધુતાઈ
જઈશ. (જુઓ ગા. ૧૦૧ની ટીકા.) એ સ્ત્રી પુત્રાદિક કોઈ આ આત્માના સંબંધી ખરેખર નથી. તીર્થંકર ભગવાન વગેરે
આરાધક જીવો માતાના પેટમાં હોય ત્યારે પણ પોતાના આત્માને આવો જ જાણે છે, પર સાથે જરાય સંબંધ માનતા
નથી. કેમ કે–
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮
“જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ (ધન, મિલકત) છે, અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે–એમ સૂક્ષ્મ
તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘આ મારું સ્વ
નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પર દ્રવ્યને પરિગ્રહતો નથી.” (–સમયસાર ગા. ૨૦૭ ટીકા)
વળી જ્ઞાની કહે છે કે–“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય, હું પણ
અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે
(લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયકભાવ જ સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું; માટે મને
અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પર દ્રવ્યને નહિ પરિગ્રહું.” (–સમયસાર ગા. ૨૦૮ ટીકા)
આઠ વર્ષની નાની બાળિકા પણ જો સમકિત પામે તો તે પોતાના આત્માને આવો જ જાણે છે. પછી મોટી થતાં
તેના લગ્ન થાય ને પરણે તો પણ તેના અંર્તઅભિપ્રાયમાં પોતાના જ્ઞાયકસ્વભાવી આત્મા સિવાય બીજા કોઈને તે
પોતાનો સ્વામી માનતી નથી. અને પતિ જો ધર્માત્મા હોય તો તે પણ એમ નથી માનતા કે ‘હું આ સ્ત્રીનો સ્વામી છું,’ હું
તો મારા જ્ઞાનનો જ સ્વામી છું–એમ ધર્મી જાણે છે. પતિ–પત્ની તરીકે એકબીજા પ્રત્યે જે રાગ છે તેને તે પોતાના દોષ
તરીકે જાણે છે, અને જ્ઞાયકસ્વભાવમાં તે રાગનું સ્વામીપણું પણ સ્વીકારતા નથી. અમારા જ્ઞાયકસ્વભાવના આશ્રયે