સ્વ–ભાવમાં જ સ્વ–સ્વામીપણું જાણે છે. આ સિવાય શરીર કે રાગાદિ સાથે સ્વ–સ્વામીપણું માનતા નથી.
રાખવા માંગતો હો તો તારા આત્માને જ્ઞાયકસ્વભાવી જ જાણીને તેનો જ સ્વામી થા, ને બીજાનું સ્વામીપણું
છોડ.
પ્રાણી, કેવળી ભગવાન કે અજ્ઞાની, મુનિ કે ગૃહસ્થી કોઈપણ આત્મા પરદ્રવ્યનો સ્વામી નથી. હવે મુનિને સ્ત્રી–
વસ્ત્રાદિનો રાગ છૂટી ગયો છે ને તને તે રાગ નથી છૂટયો; રાગ હોવા છતાં, આત્માનો સ્વભાવ જ્ઞાયકમૂર્તિ છે,
રાગનું સ્વામીપણું પણ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી–એમ પહેલાં નિર્ણય તો કર. ધર્મીને રાગ હોવા છતાં તેના
અભિપ્રાયમાં ‘રાગ તે હું’ એવી રાગની પક્કડ નથી પણ ‘જ્ઞાયકસ્વભાવ જ હું’–એવી સ્વભાવની પક્કડ છે.
ચૈતન્યસ્વભાવને ચૂકીને દેહાદિ પરનું સ્વામીપણું માનવું તે તો મિથ્યાત્વ છે જ, અને શુભાશુભ પરિણામનું
સ્વામીત્વ તે પણ મિથ્યાત્વ જ છે.
ઉત્તરઃ– શુભાશુભ પરિણામ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો આત્મા જ તેનો સ્વામી છે. પરંતુ
આત્મા તો જ્ઞાયકસ્વભાવી છે; તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે શુભાશુભ ભાવરૂપ પરિણમન થતું જ નથી, માટે
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિવાળા ધર્માત્મા શુભાશુભ પરિણામના સ્વામી થતા નથી; જ્ઞાયકસ્વભાવના આશ્રયે જે
સમ્યગ્દર્શનાદિ વીતરાગી પરિણામ થયા તેના જ તે સ્વામી થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી તેથી તે જ
શુભાશુભ પરિણામનો સ્વામી થઈને–તેમાં એકત્વબુદ્ધિથી મિથ્યાત્વરૂપે પરિણમે છે.
હોય? મારા જ્ઞાયકસ્વભાવ સાથે એકત્વ થયેલો જે નિર્મળભાવ (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) તે જ મારું સ્વ છે ને હું
તેનો જ સ્વામી છું. મારા આ સ્વ–ધનને હું કદી છોડતો નથી. જે મારું સ્વ હોય તે મારાથી જુદું કેમ પડે? સ્વભાવમાં
એકાગ્ર થતાં રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે માટે તે મારું સ્વ નથી.
જાણે કે હું તો જ્ઞાયક સ્વભાવ છું, રાગ તે મારા સ્વભાવથી જુદો ભાવ છે, આમ જાણીને જ્ઞાયક સ્વભાવના
આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવ પ્રગટ કરે, પછી તેને જે અલ્પરાગ રહે તે અસ્થિરતા પૂરતો ચારિત્રદોષ કહેવાય.
તેને શ્રદ્ધામાં જ્ઞાયક ભાવનું જ સ્વામીપણું વર્તે છે, રાગનું સ્વામીપણું વર્તતું નથી એટલે શ્રદ્ધાનો દોષ તેને છૂટી
ગયો છે. પરંતુ જે જીવ જ્ઞાયકસ્વભાવને જ પોતાનો જાણીને તેની સન્મુખતાથી સમ્યગ્દર્શનાદિ રૂપે પરિણમતો
નથી, ને પરના તથા રાગના જ સ્વામીત્વપણે પરિણમે છે તેને તો શ્રદ્ધા જ ખોટી છે; અને શ્રદ્ધાનો દોષ તે
અનંત સંસારનું કારણ છે.