પોતાના શુદ્ધભાવનો જ સ્વામી છે, એ સિવાય બીજાનો સ્વામી પોતે નથી, કે પોતાનો સ્વામી બીજો નથી. પોતાના
સ્વભાવ સાથે એક્તારૂપ સંબંધ કરીને તેનું સ્વામીપણું જીવે કર્યું નથી ને પરનું સ્વામીપણું માન્યું છે. જો આ
‘સ્વભાવમાત્ર સ્વ–સ્વામિત્વરૂપ સંબંધશક્તિ’ ને ઓળખે તો પર સાથેનો સંબંધ તોડે ને સ્વભાવમાં એક્તારૂપ સ્વ–
સ્વામિત્વસંબંધ કરે એટલે સાધકદશા થાય.
પોતાના સ્વરૂપમાં સમાઈ જઈ શકે નહિ. પરંતુ પરથી વિભક્ત ને સ્વરૂપમાં એકત્વ થઈને આત્મા પોતામાં જ પોતાની
શાંતિનું વેદન કરી શકે છે, કેમકે તેને પોતાની સાથે જ સ્વ–સ્વામીપણાનો સંબંધ છે. પોતાના શાંતિના વેદન માટે
આત્માને પરનો સંબંધ કરવો પડતો નથી. સ્વશક્તિના બળે, પરના સંબંધ વગર એકલા સ્વમાં જ એક્તાથી આત્મા
પોતાની શાંતિનો અનુભવ કરે છે.
પોતામાં જ સ્વ–સ્વામી–સંબંધ બતાવીને પર સાથેનો સંબંધ તોડાવે છે, એ રીતે પરથી ભિન્ન આત્માને બતાવે છે. જેણે
બધાથી વિભક્ત આત્માને જાણ્યો તેણે બધી વિભક્તિ જાણી લીધી.
સ્વામી નથી, આ શરીરનો–સ્વામી પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનદર્શન–આનંદરૂપ સ્વ–ભાવોનો જ સ્વામી
છે, ને તે જ આત્માનું ‘સ્વ’ છે. સ્વ તો તેને કહેવાય કે જે સદાય સાથે રહે, કદી પોતાથી જુદું ન પડે. શરીર
જુદું પડે છે, રાગ જુદો પડે છે પણ જ્ઞાન–દર્શન–આનંદ આત્માથી જુદા નથી પડતા, માટે તેની સાથે જ
આત્માને સ્વ–સ્વામીસંબંધ છે.
પ્રમાણે બધાય આત્મામાં જીવનશક્તિ છે. તેમ આત્માની સંબંધશક્તિથી જો માત્ર પોતાની જ સાથે સ્વ–
સ્વામીત્વસંબંધ ન હોય ને પર સાથે પણ સ્વ–સ્વામીત્વસંબંધ હોય તો આત્મા પરના સંબંધ વગર રહી શકે નહિ;
પરંતુ દેહ–રાગાદિ પરના સંબંધ વગર જ એકલા સ્વભાવમાં જ સ્વ–સ્વામિત્વ સંબંધથી અનંતા સિદ્ધ ભગવંતો
શોભી રહ્યા છે; બધાય આત્માનો એવો જ સ્વભાવ છે. પર સાથે સંબંધથી ઓળખાવવો તેમાં આત્માની શોભા
નથી. પંચેન્દ્રિય જીવ, રાગી જીવ, કર્મથી બંધાયેલો જીવ–એમ પર સાથેના સંબંધથી ભગવાન આત્માને
ઓળખાવવો તે તેની મહત્તાને લાંછન લગાડવા જેવું છે, એટલે કે એ રીતે પરના સંબંધથી ભગવાન આત્મા ખરા
સ્વરૂપે ઓળખાતો નથી. આત્મા તો પોતાના જ્ઞાયક સ્વભાવનો જ સ્વામી છે, ને તે જ તેનું સ્વ છે; તે
જ્ઞાયકસ્વભાવથી આત્માને ઓળખવો તેમાં જ તેની શોભા છે.
સાથે જ છે. જ્યાંસુધી સર્વજ્ઞ ઉપર જ લક્ષ રહે ને પોતાના આત્મસ્વભાવમાં લક્ષ ન કરે ત્યાંસુધી
સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થતી નથી. પોતાનો આત્મા જ સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ છે–એમ પ્રતીતમાં લઈને
સ્વભાવ સાથે જેટલી એક્તા કરે તેટલી સર્વજ્ઞ–ભગવાનની નિશ્ચય સ્તુતિ છે; અને સર્વજ્ઞ તરફના બહુમાનનો
ભાવ રહે તે વ્યવહારસ્તુતિ છે.
શું મહાવિદેહ વગેરે ક્ષેત્રની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?–ના.