Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૮
ભાસતા નથી; ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવી આત્મભાવનાના જોરે ધર્મીને રાગાદિ નાશ થતા જાય છે.
જ્યાંસુધી આ જીવ પોતાના નિજાનંદસ્વભાવના સહજ અમૃતનું પાન નથી કરતો ત્યાંસુધી જ બાહ્ય
પદાર્થોને ભ્રમથી તે ઇષ્ટ–અનીષ્ટ માને છે, તેથી ઇષ્ટ સંયોગમાં તે મિત્રતા માને છે ને અનીષ્ટ સંયોગમાં તે શત્રુતા
માને છે; આ રીતે પરને મિત્ર કે શત્રુ માનતો હોવાથી રાગ–દ્વેષનો તેનો અભિપ્રાય છૂટતો નથી, ને વીતરાગી
શાંતિ તેને થતી નથી. પણ જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વીતરાગી અમૃતનું તે પાન કરે
છે ત્યારે પોતાને સદા જ્ઞાનસ્વરૂપે જ દેખે છે, ને જ્ઞાનસ્વરૂપમાં કોઈને મિત્ર કે શત્રુ તરીકે તે માનતો નથી; અહા!
હું તો જ્ઞાનમૂર્તિ છું, જ્ઞાનસ્વભાવની ભાવનામાં રાગ–દ્વેષ છે જ નહિ; તો રાગ વગર હું કોને મિત્ર માનું? ને દ્વેષ
વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો રાગ–દ્વેષમાં છે, જ્ઞાનમાં મિત્ર–શત્રુ કેવા? જ્ઞાનમાં રાગ–દ્વેષ નથી, તો
રાગ–દ્વેષ વગર મિત્ર કે શત્રુ કેવા? આ રીતે જ્ઞાનભાવનારૂપે પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા ચિદાનંદ–સ્વરૂપને
દેખતાં વેંત જ રાગ–દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી, જગતથી
ભિન્ન મારું જ્ઞાનાનંદસ્વરૂપ જ મને ભાસે છે. જુઓ, આવા આત્મસ્વરૂપની ભાવના તે જ વીતરાગી સમાધિનો
ઉપાય છે, ને વીતરાગી સમાધિ તે જ ભવઅંતનો ઉપાય છે, માટે વારંવાર આવા આત્મસ્વરૂપની ભાવના કરવી
તે તાત્પર્ય છે.
–કોણ વિદ્વાન એમ કહે?
ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને
જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે?
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात् ।
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।।१३२।।
–શ્રી પદ્મપ્રભ મુનિમહારાજ
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે.
–ભગવત્ કુંદકુંદાચાર્ય