દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
સોનગઢ
જિનમંદિરના
ચિત્રોની યાદી
તીર્થધામ સોનગઢમાં શ્રી સીમંધર ભગવાનનું ભવ્ય જિનમંદિર છે; જિનમંદિરની અંદર નિજમંદિરમાં
અતિ સુશોભિત કળામય સોનેરી કારીગરીવાળી દેરીમાં શ્રી સીમંધરભગવાન વગેરે જિનેન્દ્ર ભગવંતો બિરાજે
છે, તેઓની અતિ પ્રશાંત વીતરાગ–રસઝરતી પાવન મુદ્રા દર્શકના નયનોને શાંતરસથી તૃપ્ત તૃપ્ત કરે છે. અને
ચારે કોરની દીવાલો ઉપર કોતરેલા સુંદર ચિત્રોવડે ભગવાનના દરબારની શોભા અદ્ભુત બની જાય છે.
જિનમંદિરમાં કુલ ૧૩ ચિત્રો છે, જેમાંના ઘણાખરા મુનિભક્તિથી ભરપૂર છે, કોઈ તીર્થંકરોના પૂર્વભવના ખાસ
પ્રસંગસૂચક છે, તો કોઈમાં તીર્થયાત્રાના મીઠાં સંભારણાવડે તીર્થભક્તિ ભરેલી છે.–આ ચિત્રોની સંક્ષિપ્ત વિગત
નીચે મુજબ છેઃ
(૧) શાંતિનાથ ભગવાન પૂર્વભવે વિદેહ ક્ષેત્રમાં ઘનરથતીર્થંકરના પુત્ર મેઘરથ હતા, તે વખતનો એક
પ્રસંગ; અને તેઓ અઢીદ્વીપના તીર્થોની વંદના કરે છે તે દ્રશ્ય. (આ ચિત્રની કથા આત્મધર્મ અંક ૧૭૭ માં આવી
ગઈ છે.)
(૨) પૂ. શ્રી કાનજીસ્વામીએ પ૦૦ ઉપરાંત યાત્રિકો સહિત શ્રી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની મહાન
ઐતિહાસિક જાત્રા કરી તેનું ભાવવાહી દ્રશ્ય; સંઘની ૩૦ જેટલી મોટરો ને ૯ મોટરબસોની હારમાળા ચાલી જાય છે,
વચ્ચે ઇંદોર વગેરે અનેક સ્થળે ભાવભીનું સ્વાગત થાય છે, ગુરુરાજ યાત્રિકો સહિત સમ્મેદશિખરજી તીર્થની વંદના કરી
રહ્યા છે, ક્યાંક ચર્ચા–ભક્તિ વગેરે થાય છે–એનાં દ્રશ્યો.
(૩) મહાવીર ભગવાનની બાલ્યાવસ્થાના પ્રસંગોનું દ્રશ્ય. એક દેવ સર્પનું રૂપ લઈને વીરકુંવરના બળની
પરીક્ષા કરે છે; બાલ–તીર્થંકરને દેખતાં જ બે મુનિવરોની સૂક્ષ્મ શંકાનું સમાધાન થઈ જાય છે. (આ ચિત્રની કથા આ
અંકમાં આપવામાં આવી છે.)
(૪) મથુરાનગરીમાં સપ્તર્ષિ મુનિવરોના આગમનનું અતિ ભાવવાહી દ્રશ્ય.
(પ) ૨૧ મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના વૈરાગ્ય પ્રસંગનું દ્રશ્ય. વિદેહક્ષેત્રના તીર્થંકરની સભામાં નેમિનાથ
પ્રભુની વાર્તા સાંભળીને, બે દેવો દર્શન કરવા આવે છે; તે પ્રસંગે નેમિનાથ પ્રભુ વૈરાગ્ય પામી દીક્ષિત થાય છે, સાથે
૧૦૦૦ રાજાઓ પણ દીક્ષા લ્યે છે.
(૬) ઋષભદેવ ભગવાનના જીવને જુગલીયાના ભવમાં બે મુનિઓ આવીને અનુગ્રહપૂર્વક સમ્યક્ત્વ–ગ્રહણ
કરવાનો ઉપદેશ આપે છે; ઋષભદેવનો જીવ ત્યાં સમ્યક્ત્વ પામે છે; તેમની સાથે સાથે તેમની સ્ત્રી (શ્રેયાંસકુમારનો
જીવ) તેમજ ભરત વગેરેના જીવો પણ સમ્યક્ત્વ પામે છે તેનું ભાવવાહી અદ્ભુત દ્રશ્ય.
(૭) ભાવ–પ્રાભૃતમાં કુંદકુંદાચાર્ય દેવ “शिबकुमारो परीत्तसंसारीओ जादाે
”–એમ કહીને શિવકુમારનું દ્રષ્ટાંતઆપ્યું છે તે સંબંધી આ ચિત્ર છે. જંબૂસ્વામી