Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૧૭૮
પૂર્વ ભવમાં શિવકુમાર હતાં, અને સુધર્મસ્વામી પૂર્વભવમાં તેના ભાઈ હતા; પોતાના ભાઈને મુનિદશામાં દેખતા જ
શિવકુમાર પણ વૈરાગ્યથી દીક્ષા લેવા તત્પર થાય છે; પરંતુ માતાપિતા રજા નથી આપતા; માતાપિતાના અતિ આગ્રહને
વશ ઘરમાં જ વિરક્તજીવન ગાળે છે, તેનું દ્રશ્ય.
(૮) શ્રીકૃષ્ણની માતા દેવકીના છ પુત્રો દીક્ષા લઈને મુનિ થયા છે...ને બબ્બેના જોડકાંરૂપે ત્રણ વાર દેવકીને
ત્યાં આહાર માટે પધારે છે; દેવકી તેમને ઓળખતી નથી...તેને શંકા થાય છે કે એ જ બે મુનિઓ ફરી ફરીને ત્રણ વખત
કેમ પધાર્યા? નેમિનાથ ભગવાનની સભામાં તેની એ શંકાનું સમાધાન થાય છે; તેનું દ્રશ્ય.
(૯) પૂ શ્રી કાનજીસ્વામીના પ્રભાવે સૌરાષ્ટ્ર વગેરેમાં થયેલા અને હજી પણ થઈ રહેલા અનેક દિ.
જિન– મંદિરોનું દ્રશ્યઃ (સોનગઢ–જિનમંદિર તેમજ માનસ્તંભ, ઉમરાળા, બોટાદ, વીંછીયા, લીંબડી, વઢવાણ
શહેર, સુરેન્દ્રનગર, જોરાવરનગર, રાણપુર, લાઠી, સાવરકુંડલા, રાજકોટ, વાંકાનેર, મોરબી, પોરબંદર, ગોંડલ,
જેતપુર, જામનગર, વડીઆ, પાલેજ અને મુંબઈ આટલા ગામોના જિનમંદિરો આ ચિત્રમાં દેખાડવામાં આવ્યા
છે.)
(૧૦) એક વખત રામચંદ્રજીએ વનમાં જેમને આહારદાન આપેલ તે ગુપ્તિ–સુગુપ્તિ મુનિવરો પર્વત ઉપર
ધ્યાનમાં ઊભા છે, યક્ષો તેમને ઘોર ઉપદ્રવ કરે છે; રામ–લક્ષ્મણ તે યક્ષોને ભગાડીને ઉપદ્રવ દૂર કરે છે, ને પછી સીતા
સહિત મહાન ભક્તિ કરે છે. મુનિવરોને કેવળજ્ઞાન થાય છે...રામ–લક્ષ્મણ–સીતા થોડા દિવસો તે જ પર્વત ઉપર રહે છે,
ને ત્યાં અનેક જિનમંદિરો બંધાવે છે. (આ ઉપરથી તે પર્વતનું “રામગિરિ” નામ પડે છે.)
(૧૧) વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાનનો દીક્ષાકલ્યાણક નજરે નીહાળીને નારદજી ભરતમાં આવે છે, ને
રાજા દશરથને તેનું વર્ણન ઘણા ભાવપૂર્વક કહી સંભળાવે છે, તેનું દ્રશ્ય.
(૧૨) દિગંબર જૈન ધર્મના ધુરંધર સંતો–શ્રીધરસેનાચાર્યદેવ, શ્રી કુંદકુંદાચાર્યદેવ, શ્રી ઉમાસ્વામી આચાર્યદેવ,
શ્રી સમન્તભદ્ર આચાર્યદેવ, શ્રી નેમિચન્દ્ર, સિદ્ધાંતચક્રવર્તી, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, શ્રી પદ્મનંદી આચાર્યદેવ અને મુનિ
શ્રી પદ્મપ્રભમલધારિદેવ–વગેરે આચાર્ય ભગવંતોને શ્રી કાનજીસ્વામી અતિ ભક્તિપૂર્વક વંદના કરી રહ્યા છે, અને તે
આચાર્યોના શાસ્ત્રોની સ્વાધ્યાય કરી રહ્યા છે–તેનું ભક્તિપૂર્ણ દ્રશ્ય.
(૧૩) પૂ. શ્રી કાનજીસ્વામીએ સિદ્ધવરકૂટની સંઘસહિત યાત્રા કરી તે વખતના નૌકાવિહારનું ઉમંગભર્યું દ્રશ્ય.
દૂર સિદ્ધવરકૂટ દેખાય છે, ને ભક્તજનો ગુરુદેવ સાથે નૌકામાં બેઠા છે.
(ઉપરના ચિત્રો સંબંધીકથા આત્મધર્મમાં અનુક્રમે પ્રગટ થશે.)