Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ઃ ૨૧ઃ
વીરકુંવરની બાલ્યાવસ્થાના
બે પ્રસંગો
(સોનગઢ–જિનમંદિરના એક ચિત્રમાં,
અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની બાલ્યાવસ્થાના
બે પ્રસંગોનું અતિ ભાવવાહી આલેખન છે...
તે પ્રસંગોની કથા અહીં આપવામાં આવી છે.)
(૧)
ચૈત્ર સુદ તેરસે અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનો જન્મ થઈ ગયો. અને ઇન્દ્રાદિદેવોએ અતિ ભક્તિપૂર્વક
ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ ઊજવ્યો...મેરુ ઉપર જન્માભિષેક કરીને, નગરીમાં પાછા આવીને બાલતીર્થંકર
માતાપિતાને સોંપ્યા...અને પછી પૂજન તથા તાંડવ નૃત્યાદિ કરીને ઇન્દ્રાદિ દેવો સ્વસ્થાનકે પાછા ગયા..જતાં જતાં
ઇન્દ્રમહારાજ કેટલાક દેવોને ત્યાં મૂકતા ગયા અને આજ્ઞા કરી કેઃ હે દેવો! તમે આ બાલતીર્થંકર પ્રભુને ખેલાવવા માટે
અહીં જ રહેજો..ભક્તિપૂર્વક તેમને ખેલાવજો..નાના બાળકનું રૂપ ધારણ કરીને તમે પણ તેમની સાથે ખેલજો..ને તેમની
સંભાળ રાખજો..
એક દિવસે મહેલમાં ઉપલા માળે ભગવાનના માતા–પિતા બિરાજે છે, ને નીચેના માળે બાળ તીર્થંકર ખેલી
રહ્યા છે, એક દેવ તેમને ખેલાવી રહ્યા છે.
તે સમયે પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં દીક્ષિત સંજય અને વિજય નામના બે મુનિરાજ પૃથ્વીને પાવન
કરતા વિચરી રહ્યા હતા..તેઓ ચારણઋદ્ધિધારક મહાન સંતો હતા..જો કે તેઓ મહાન શ્રુતધર હતા, પરંતુ કોઈ
સૂક્ષ્મ તત્ત્વ સંબંધમાં તેમને સંદેહ રહેતો હતો. ગગનમાં વિચરતા વિચરતા એક વાર તે બંને મુનિવરો, સિદ્ધાર્થ
મહારાજાના મહેલ સમીપ આવ્યા; તે વખતે નાનકડા વર્દ્ધમાનકુંવર દેવની પાસે ખેલી રહ્યા હતા..એ
બાલતીર્થંકરની મુદ્રા નીહાળતાં જ સંજય અને વિજય એ બંને મુનિવરોનો સંદેહ દૂર થઈ ગયો..અને તેમને શ્રુતની
વિશેષ નિર્મળતા પ્રગટ થઈ.. બાલતીર્થંકરના નિમિત્તે પોતાની મતિની નિર્મળતા થઈ તેથી તે મુનિવરોએ
વર્દ્ધમાનકુમારનું “સન્મતિનાથઃ” એવું નામ પાડયું...ને પ્રમોદથી તેઓએ કહ્યું કેઃ આ બાળક સન્મતિના નાથ
એટલે કેવળજ્ઞાનના સ્વામી થશે.
(૨)
સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજાની સભા ભરાણી છે...દેવો અનેક પ્રકારની ચર્ચા કરી રહ્યા છે; એવામાં, ભરતક્ષેત્રમાં
અત્યારે સૌથી વિશેષ બળવાન કોણ છે...તેની ચર્ચા ચાલી...અનેક દેવોએ પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો...છેવટે
ઇન્દ્ર મહારાજાએ કહ્યુંઃ દેવો! ભરતક્ષેત્રમાં અત્યારે અંતિમ તીર્થંકર શ્રી વર્દ્ધમાનકુમાર જન્મી ચૂકયા છે, અને બાલવય
હોવા છતાં તેઓ સૌથી વિશેષ બળવાન છે. ત્રણ જ્ઞાનના ધારક એ બાલતીર્થંકરનું બળ