ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૮
આશ્ચર્યકારી છે!–એમ કહીને અનેક પ્રકારે ભગવાનના બળ વગેરેની પ્રશંસા કરી.
“એક નાનકડા બાળકમાં આટલું બધું બળ કઈ રીતે હોઈ શકે!” એમ સંદેહ થતાં સંગમ નામનો એક દેવ
ભગવાનના બળની પરીક્ષા કરવા માટે ઉદ્યમી થયો અને જ્યાં અનેક બાળકો સાથે વીરકુમાર ખેલી રહ્યા હતા, ત્યાં
આવ્યો..
દેદીપ્યમાન રાજકુમાર વર્દ્ધમાન, બાલ્યાવસ્થાથી પ્રેરાઈને બગીચામાં અનેક નાના નાના રાજકુમારોની સાથે
રમી રહ્યા છે...અને બગીચામાં એક ઝાડ ઉપર ચડીને ક્રીડા કરવામાં તત્પર છે...એટલામાં તો–
ફૂં...ફૂં...ફૂં...કરતો એક મોટો ભયંકર સાપ આવ્યો..અને બરાબર તે જ ઝાડના થડમાં નીચેથી ઉપર સુધી
લપેટાઈ ગયો..એ ભયાનક સર્પને દેખતાં જ બીજા બાળકો તો ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા..ને ઝાડની ડાળી ઉપરથી
નીચે જમીન પર કૂદી કૂદીને જેમતેમ ભાગ્યા. મહાન ભય ઉપસ્થિત થતાં મહાન પુરુષ સિવાય બીજું કોણ ટકી શકે છે?
વર્દ્ધમાનકુંવર તો નિર્ભયપણે ખેલી રહ્યા..એટલું જ નહિ પણ લસલસતી સો જીભવાળા તે ભયંકર સર્પની ફેણ ઉપર
ચઢીને તેમણે નિર્ભયપણે ક્રીડા કરી...જાણે કે પોતાની માતાના પલંગ ઉપર જ ખેલતા હોય એવી રીતે નિર્ભયપણે તેમણે
તે સર્પની ફેણો ઉપર ક્રીડા કરી.
થોડીવારમાં તો એ સર્પ અદ્દશ્ય થયો..ને તેને સ્થાને એક દેવ પ્રગટ થઈને ભગવાનની સ્તુતિ કરવા
લાગ્યો. સ્વર્ગમાંથી ભગવાનના બળની પરીક્ષા કરવા માટે આવેલ સંગમદેવ જ એ મોટા સર્પનું રૂપ ધારણ કરીને
પરીક્ષા કરી રહ્યો હતો..બાલ્યાવસ્થામાં પણ ભગવાનનું આવું મહાન પરાક્રમ દેખીને તે દેવ ઘણો જ હર્ષિત
થયો..અને ભગવાનની સ્તુતિ કરી...તથા ભગવાનની આવી મહાન વીરતાથી આશ્ચર્ય પામીને તે દેવે તેમનું “
મહાવીર” નામ પાડયું.
આઠ પ્રકારના નિયમથી
મોક્ષમાર્ગનું સ્વરૂપ
મોક્ષમાર્ગની જ આ સૂચના છે, એટલે કે આ જ મોક્ષમાર્ગ છે ને–બીજો મોક્ષમાર્ગ–નથી–એમ આચાર્યદેવ કહે છે–
સમ્યક્ત્વ જ્ઞાનસમેત ચારિત્ર રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણ મારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
(–પંચાસ્તિકાય)
જુઓ, આ મોક્ષમાર્ગ! સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર–કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ
ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે.
* સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ,–નહિ કે અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત.
* ચારિત્ર જ,–નહિ કે અચારિત્ર,
* રાગદ્વેષરહિત હોય એવું જ ચારિત્ર–નહિ કે રાગદ્વેષસહિત હોય એવું,
* મોક્ષનો જ–ભાવતઃ નહિ કે બંધનો (ભાવતઃ એટલે આશયને અનુસરીને)
* માર્ગ જ–નહિ કે અમાર્ગ,