Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
* ભવ્યોને જ–નહિ કે અભવ્યોને,
* લબ્ધબુદ્ધિઓને જ–નહિ કે અલબ્ધબુદ્ધિઓને,
* ક્ષીણ કષાયપણામાં જ હોય છે,–નહિ કે કષાય સહિતપણામાં હોય છે.
–આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો.
જુઓ, આ અનેકાન્ત; આમ જ હોય છે ને બીજી રીતે હોતું નથી–આવું મોક્ષમાર્ગનું અનેકાન્તસ્વરૂપ છે.
(૧) મોક્ષમાર્ગનું ચારિત્ર કેવું હોય? સમ્યક્ત્વ અને જ્ઞાનથી યુક્ત જ હોય. અસમ્યક્ત્વ અને અજ્ઞાનથી યુક્ત
ચારિત્ર કદી હોતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, માટે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
સહિતપણું હોવું તે મોક્ષમાર્ગનો પહેલો નિયમ છે.
(૨) ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, અચારિત્ર તે મોક્ષમાર્ગ નથી. ચારિત્ર એટલે સ્વરૂપમાં રમણતા, તેના વિના
મોક્ષમાર્ગ હોતો નથી આ બીજો નિયમ છે.
(૩)મોક્ષમાર્ગમાં જે ચારિત્ર છે તે કેવું હોય?–કે રાગદ્વેષ રહિત જ હોય, રાગદ્વેષસહિત હોય તે મોક્ષમાર્ગ નથી,
પંચમહાવ્રત વગેરેનો રાગ તે મોક્ષમાર્ગ નથી–એમ સ્પષ્ટ નિયમ અહીં કહ્યો છે. રાગદ્વેષરહિત ચારિત્ર જ મોક્ષમાર્ગ છે,
રાગ તે મોક્ષમાર્ગ નથી, રાગ તો બંધમાર્ગ છે. સરાગચારિત્રને (વ્યવહારરત્નત્રયને) વ્યવહારથી મોક્ષમાર્ગ આ
શાસ્ત્રમાં જ આગળ કહેશે,–પણ ત્યાં આ નિયમ લક્ષમાં રાખીને તેનો ભાવાર્થ સમજવો જોઈએ. અહીં, તો સ્પષ્ટ નિયમ
છે કે રાગદ્વેષસહિત ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી પણ રાગદ્વેષરહિત એવું વીતરાગીચારિત્ર જ મોક્ષમાર્ગ છે. આ ત્રીજો
નિયમ કહ્યો.
(૪) સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત અને રાગદ્વેષ રહિત એવું જે ચારિત્ર તે મોક્ષનો જ માર્ગ છે; અને તે મોક્ષનો જ
માર્ગ હોવાથી બંધનો માર્ગ નથી–એમ સ્પષ્ટ આશય તેમાંથી નીકળે છે. જુઓ, આ નિયમ! જે મોક્ષનો માર્ગ છે તે
બંધનો માર્ગ નથી. રાગ તો બંધનો માર્ગ છે, તો તે મોક્ષમાર્ગ કેમ હોય વીતરાગચારિત્ર કે જે મોક્ષનું જ કારણ છે તે
બંધનું કારણ જરા પણ થતું નથી.–આ ચોથો નિયમ છે.
(પ) આવો સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત, રાગદ્વેષરહિત ચારિત્રરૂપ જે ભાવ છે તે માર્ગ જ છે, અમાર્ગ નથી. આવા
ચારિત્ર સહિત હોય ને મોક્ષમાર્ગ ન થાય–એમ બને નહિ, આ અમાર્ગ નથી પણ માર્ગ જ છે. આવો માર્ગ આત્મામાં
જેને પ્રગટે તેને માર્ગનો સંદેહ ટળી જાય, મોક્ષનો સંદેહ ટળી જાય, માર્ગની પોતાને નિઃશંકતા થઈ જાય કે આ માર્ગ જ
છે. મોક્ષનો આ માર્ગ હશે કે બીજો માર્ગ હશે–એવો સંદેહ ધર્મીને હોતો નથી. આ રીતે, સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત જે
વીતરાગચારિત્ર છે તે મોક્ષનો માર્ગ જ છે, ને અમાર્ગ નથી. આ પંચમ નિયમ જાણવો.
(૬) આવો મોક્ષમાર્ગ કોને હોય છે? કે ભવ્યોને જ આવો મોક્ષમાર્ગ હોય છે, અભવ્યોને હોતો નથી. ભવ્ય
એટલે મોક્ષને લાયક; જે જીવ મોક્ષને લાયક છે તેને જ આવો મોક્ષમાર્ગ હોય છે, અભવ્યોને મોક્ષમાર્ગ હોતો નથી.–આ
છઠ્ઠો નિયમ કહ્યો.
(૭) ભવ્યોમાં પણ લબ્ધબુદ્ધિઓને જ મોક્ષમાર્ગ હોય છે, અલબ્ધબુદ્ધિઓને હોતો નથી. અહીં લબ્ધ બુદ્ધિ કહેતાં
સામાન્ય ઉઘાડની વાત નથી, પણ લબ્ધિ એટલે આત્માના નિર્વિકાર સ્વસંવેદનની પ્રાપ્તિ; એવા સ્વસંવેદન જ્ઞાનથી જે
સહિત છે તે લબ્ધબુદ્ધિ છે, ને એવા લબ્ધબુદ્ધિઓને જ મોક્ષમાર્ગ હોય છે, જેઓ આત્માના સ્વસંવેદન જ્ઞાનથી રહિત છે
એવા અલબ્ધબુદ્ધિઓને મોક્ષમાર્ગ હોતો નથી.–આ સાતમો નિયમ જાણવો.
(૮) ક્ષીણકષાયપણામાં જ મોક્ષમાર્ગ હોય છે, કષાય સહિતપણામાં નહિ; એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકના
વીતરાગ ચારિત્રથી કષાયોની જેટલી ક્ષીણતા થઈ છે તેટલો જ મોક્ષમાર્ગ છે, જેટલું કષાયસહિતપણું છે તે મોક્ષમાર્ગ
નથી. કષાય કણ તો બંધનું કારણ છે. કષાય કણ હોવા છતાં ત્યાં પણ જેટલું વીતરાગી ચારિત્ર (કષાયના અભાવરૂપ)
છે તેટલો મોક્ષમાર્ગ છે, અને જે કષાયકણ છે તે મોક્ષમાર્ગ નથી, માટે ક્ષીણકષાયપણામાં જ મોક્ષમાર્ગ હોય છે ને
કષાયસહિતપણામાં મોક્ષમાર્ગ હોતો નથી.–એમ આઠમો નિયમ કહ્યો.
–આ રીતે આ આઠ પ્રકારના નિયમથી મોક્ષમાર્ગને ઓળખવો.